બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / rahu planet will remain in pisces during year 2024 and will make crorepati to 3 zodiacs
Last Updated: 03:53 PM, 23 December 2023
ADVERTISEMENT
વૈદિક જ્યોતિષમાં રાહુને માયાવી ગ્રહ અને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં રાહુ શુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિ રાજાશાહી જીવન જીવે છે. કુંડળીમાં રાહુ અશુભ પરિસ્થિતિમાં હોય તો દુઃખ અને ગરીબીનો સામનો કરવો પડે છે. રાહુ અને કેતુ દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે. રાહુ ઓક્ટોબર 2023થી મીન રાશિમાં છે અને 2024માં મીન રાશિમાં જ રહેશે. જેની તમામ રાશિના જાતકો પર અસર થશે. રાહુ મીન રાશિમાં હોવાથી આ 3 રાશિના જાતકોને અપાર લાભ થશે.
2024 રાહુ રાશિફળ
વૃષભ: વૃષભ રાશિના જાતકોને વર્ષ 2024માં રાહુ લાભ પ્રદાન કરશે. આવકમાં વધારો થશે. ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત ઊભા થશે. નોકરીમાં પ્રમોશન મળશે. નોકરીમાં બદલાવ પણ થઈ શકે છે. નવી નોકરીની ઓફર મળશે. ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. મહેનતનું ફળ પ્રાપ્ત થશે. મનપસંદ સફળતા મળવાથી ખુશ રહેશો. રોકાણથી લાભ થશે.
ADVERTISEMENT
તુલા: રાહુ તુલા રાશિના જાતકોને લાભ થશે અને અપાર સંપત્તિ મળશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. જીવનધોરણમાં સુધારો થશે અને વૈભવી જીવન જીવશો. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. ઈચ્છાઓ પૂર્ણ થશે અને નવા કામની શરૂઆત કરી શકો છો. વેપારમાં લાભ થશે તથા જૂના વિવાદોનું તમારા પક્ષમાં નિવારણ આવશે.
કુંભ: કુંભ રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થશે. વર્ષ 2024માં આર્થિક લાભ મળશે. આકસ્મિક નાણાંકીય લાભ થશે. મહેનત અને બુદ્ધિમત્તાના આધારે અથાગ સફળતા પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોની આ વર્ષે પસંદગી થઈ શકે છે. સરકારી નોકરી મળવાની સંભાવના છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.