બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / સ્પોર્ટસ / Rafael Nadal Beats Daniil Medvedev In Australian Open Final To Win Record 21st Grand Slam Title

ખેલ / ઓસ્ટ્રેલિયન ઓપન : 21 વખત ગ્રાન્ડ સ્લેમ જીતીને ઈતિહાસ રચ્યો રાફેલ નડાલે, ફાઈનલમાં મેદવેદેવની હાર

Hiralal

Last Updated: 08:31 PM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

35 વર્ષીય સ્પેનિશ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે 21 વખત ગ્રાન્ડ સ્લેમ જીતીને ઈતિહાસ રચ્યો છે.

  • ઓસ્ટ્રેલિયા ઓપનની ફાઈનલમાં  રાફેલ નડાલની જીત 
  • રાફેલ નડાલ 21 ગ્રાન્ડ સ્લેમ જીતનારો પહેલો ખેલાડી બન્યો
  • 35 વર્ષીય સ્પેનિશ ટેનિસ ખેલાડીએ રશિયન સ્ટાર ડેનિલ મેદવેદેવને હાર આપી 

35 વર્ષીય સ્પેનિશ ટેનિસ ખેલાડીએ  ઓસ્ટ્રેલિયા ઓપનની ફાઈનલમાં   રશિયન સ્ટાર ડેનિલ મેદવેદેવને હાર આપીને 21મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી લીધો છે. રાફેલ નડાલ 21 ગ્રાન્ડ સ્લેમ જીતનારો પહેલો ખેલાડી બની ગયો છે. 35 વર્ષીય સ્પેનિશ ટેનિસ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા ઓપનની ફાઈનલમાં 25 વર્ષના રશિયન સ્ટાર ડેનિલ મેદવેદેવને પાંચ સેટની મેચમાં 2-6, 6-7, 6-4, 6-4, 6-4થી હરાવી ઈતિહાસ રચ્યો છે. આ નડાલની કારકિર્દીનો બીજો ઓસ્ટ્રેલિયા ઓપન અને ઓવરઓલ 21મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે.

પહેલા સેટમાં મેદવેદેવનો દબદબો
ફાઈનલ મેચમાં રશિયન ખેલાડી મેદવેદેવે પહેલા સેટથી જ શાનદાર રમત દાખવી હતી. તેણે નડાલને આમાં 6-2ના માર્જિનથી હરાવી ફાઈનલમાં શાનદાર લય જાળવી રાખી છે.

બીજા સેટમાં મેદવેદેવની સંઘર્ષપૂર્ણ જીત
પહેલો સેટ સરળતાથી જીત્યા પછી મેદવેદેવે બીજો સેટ જીતવા માટે ઘણી મહેનત કરી હતી. આ સેટમાં નડાલે શાનદાર બાઉન્સ બેક કરી રમત દાખવી હતી. પરંતુ અંતિમ સમયમાં 6-6ની બરાબરી પરના સ્કોરને મેદવેદેવે બ્રેક કરી 7.7-6.5થી બીજો સેટ પણ જીતી લીધો છે.

ત્રીજો સેટમાં નડાલનું શાનદાર કમબેક 
પહેલા બે સેટ ગુમાવ્યા પછી નડાલે ત્રીજા સેટમાં શાનદાર બાઉન્સ બેક કર્યું હતું. તેણે મેદવેદેવને 6-4ના માર્જિનથી હરાવી હરાવી ત્રીજોસેટ જીતી સીધો હતો.

ચોથો સેટ 6-4ના માર્જિનથી જીતી લીધો 
ત્રીજા સેટમાં શાનદાર કમબેક કર્યા પછી રાફેલ નડાલે ચોથા સેટમાં પોતાની શાનદાર લય જાળવી રાખી હતી. તેણે ચોથો સેટ પણ 6-4ના માર્જિનથી જીતી લીધો હતો. જોકે, પહેલા 2 સેટ ગુમાવ્યા પછી, નડાલને તેની ગતિ અને શાનદાર લય મળી ગઈ હતી અને તે મેદવેદેવને હંફાવતો જોવા મળ્યો હતો.

પાંચમા સેટમાં ઉગ્ર સ્પર્ધા
પાંચમા સેટમાં નડાલે 3-2થી સરસાઈ મેળવી લીધી હતી, પણ છઠ્ઠી ગેમમાં મેડ્વેડેવને પુનરાગમન કરવાની તક મળી હતી. જોકે નડાલ મક્કમ રહ્યો હતો અને તેણે 4 બ્રેક પોઈન્ટ બચાવતાં 4-2થી સરસાઈ મેળવી લીધી હતી. અહીંથી, બંને ખેલાડીઓ લાંબી રમતો રમ્યા અને એક રમત પૂરી કરવામાં ઘણો સમય લાગ્યો. ખાસ કરીને મેડ્વેડેવે નડાલની સર્વિસ પર જીતની તકો સર્જી હતી, પણ સ્પેનિશ લેજન્ડે હજુ પણ તેના અનુભવને આધારે તે જીતી લીધી હતી.

મેચમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે 5-4થી આગળ ચાલી રહેલો નડાલ 10મી ગેમમાં ચેમ્પિયનશિપ માટે સર્વિસ કરી રહ્યો હતો. તે 30-0થી આગળ હતો, પરંતુ મેદવેદેવે ગેમ જીતીને મેચને 5-5થી બરોબરી પર લાવી દીધી હતી. મેડ્વેડેવ પાસે આગામી ગેમમાં સર્વિસ પર આગળ વધવાની તક હતી, પરંતુ આ વખતે નડાલે પોતાનો રસ્તો બદલીને બીજી વખત ચેમ્પિયનશિપ માટે સર્વિસ કરવા માટે 6-5ની લીડ મેળવી લીધી હતી. આખરે 12મી ગેમમાં નડાલે ટાઈટલ અને ઈતિહાસ જીતી લીધો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ