બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Radhakishan Damani Of Dmart Can Supercede Ril's Chairman Mukesh Ambani

નસીબ / લૉકડાઉનમાં જે થયું તેવું જ થતું રહ્યું તો દામાણી અંબાણીને દોલતમાં પાછા પાડી દેશે

Published By: Juhi

Last Updated: 07:43 PM, 9 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાધાકિશન દમાણી ભારતના એકમાત્ર એવા ધનવાન છે, જેની સંપત્તિ કોરોના વાયરસ લૉકડાઉન પછી પણ શૅર બજારની આવી સ્થિતિમાં પણ તેમની સંપત્તિ વધી છે.

શેરબજારમાં થયેલા ભારે ઘટાડા પછી ભારતના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીની સંપત્તિ 1/3 જેટલી ઘટી ગઇ છે. જ્યારે ઉદય કોટક અને ગૌતમ અદાણી જેવા અબજોપતિઓને ફોર્બ્સની વિશ્ન 100 સૌથી ધનિકોની યાદીમાંથી બહાર કરી દેવાયા છે. શેરબજારમાં એક રોકાણકાર તરીકે શરૂઆત કરનારા દમાણી આજે અબજોપતિઓની યાદીમાં છે અને જો તેમની ઝડપ આટલી જ યશાવત રહેશે તો તેઓ ઝડપથી મુકેશ અંબાણીને પાછળ રાખી દેશે.

રિલાન્યસ ઇન્ડસ્ટ્રી લિમિટેડના મુકેશ અંબાણી ફોર્બ્સ ના અબજોપતિની યાદીમાં 44.3 અબજ ડૉલર (3.32 લાખ કરોડ રૂપિય) ની સંપત્તિની સાથે 17માં સ્થાન પર છે, તો બીજી તરફ 16.6 અબજ ડૉલર (1.24 લાખ કરોડ રૂપિયા) ની સાથે દમાણી 65માં સ્થાન પર છે. 

શુક્રવારે બજાર બંધ રહ્યુ ત્યારે તેમની સંપત્તિ 10.10 અબજ ડોલર હતી. છેલ્લા એક વર્ષમાં તેની સંપત્તિમાં 416 મિલિયન ડૉલર (અંદાજીત 2900 કરોડ)નો વધારો થયો છે. રાધાકિશન દમાણીની કંપની ડિમાર્ટ શેરમાં આજે પણ તેજી જોવા મળે છે. 13 માર્ચ 2019 ની સરખામણીમાં શેરમાં 8.64 % નો વધારો થયો છે. આજે પણ તેના શેરમાં 4.81 % તેજી આવી છે. 

દેશના સૌથી ધનિક વ્યકિત મુકેશ અંબાણીની સંપત્તિ 19 અબજ ડોલરનો ઘટાડો થયો છે. હવે તેઓ એશિયાના સૌથી ધનિક વ્યકિત નથી રહ્યા. હવે આ તાજ અલીબાબાના જેક મા પાસે જતો રહ્યો છે. સંપત્તિને થયેલા નુકસાન મામલે મુકેશ અંબાણી વિશ્વસમાં પાંચમા સ્થાને છે. 

રાધાકિશન દમાણીએ શેરબજારમાં પોતાની શરૂઆત 1980ના દાયકામાં હતી. તેમની કંપની ડી માર્ટનો આઇપીઓ 2017 માં આવ્યો હતો. 20 માર્ચ 2017 સુધી રાધાકિશન દમાણી ફકત એક રિટેલ કંપનીના માલિક હતા પરંતુ 21 માર્ચના રોજ બોમ્બે સ્ટોક એક્સતેન્જની ઘંટી વાગતાની સાથે જ તેમની 100 % સંપત્તિ વધી છે. ડી માર્ટના શેરમાં 604.40 રૂપિયા લિસ્ટ થયો હતો જ્યારે ઇસ્યૂ પ્રાઇઝ 229 હતી. આ 102 % રિટર્ન છે. છેલ્લા 13 વર્ષમાં લિસ્ટિંગમાં દિવસે કોઇ શેરની કિંમતમાં આટલો વધારો જોવા મળ્યો ન હતો.

આ સવિયા રાધાકિશન દમાણીએ પીએમ કેર્સ અને અન્ય રાજ્યમાં રાહત ફંડમાં કુલ 155 કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Forbes India Mukesh Ambani RadhaKishan Damani business covid 19 lockdown share market Luck

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ