બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Punishment of the unemployed to do government jobs of junior clerks in Vadodara

ચોંકાવનારું / ભરતી જુનિયર ક્લાર્કની અને નોકરી કરવા તબીબો સહિત શિક્ષિત યુવાનોની પડાપડી, જુઓ ગુજરાતમાં બેરોજગારીનું વરવું દ્રશ્ય!

Vishal Khamar

Last Updated: 03:45 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉચ્ચ શિક્ષિત યુવાનો સરકારી નોકરી મેળવવા પડાપડી કરી રહ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં ઉચ્ચ શિક્ષિત યુવાનો જોડાયા હતા. મુખ્યમંત્રી દ્વારા 525 જેટલા ઉમેદવારોને જુનિયર ક્લાર્કના નિમણૂંક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા છે.

વડોદરા સમાચારઃ રાજ્યમાં દિવસેને દિવસે શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તો સરકાર દ્વારા રાજ્યમાં બેરોજરાગારી નહી હોવાનાં પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા જુનિયર ક્લાર્ક તરીકે ઉચ્ચ શિક્ષણ મેળવેલ શિક્ષિત યુવાનોએ વર્ગ-3 ની જગ્યા માટે અરજી કરવામાં આવી હતી. અને તેઓ પાસ થયા બાદ મુખ્યમંત્રી દ્વારા નિમણૂંક પત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાંથી ગઈકાલે 305 જેટલા ઉમેદવારો નોકરી પર હાજર થયા હતા. 

મુખ્યમંત્રી દ્વારા જુનિયર ક્લાર્કનીં 525 ઉમેદવારોને નિમણૂંક પત્રો એનાયત કરાયા
રાજ્યમાં શિક્ષિત લોકો દ્વારા ક્લાર્કની જગ્યા માટે અરજીઓ કરવામાં આવી હતી. વડોદરા મહાનગર પાલિકા દ્વારા થોડા સમય અગાઉ વર્ગ-3 ની જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. તાજેતરમાં જ મુખ્યમંત્રી દ્વારા 525 ઉમેદવારોને જુનિયર ક્લાર્કનાં નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. એનાયત કરાયેલ નિમણૂંક પત્રોમાંથી 305 જેટલા ઉમેદવારો નોકરી પર હાજર થયા હતા. 

વડોદરા કોર્પોરેશન ની જુનિયર કલાર્કની ભરતીમાં હાઈ એજ્યુકેશન મેળવેલા ઉમેદવારો એ નોકરી મેળવી સરકારી નોકરી મેળવવા ફાંફાં  પડી રહ્યા છે ત્યારે ડોકટર અને એન્જિનિયરની ડિગ્રી ધરાવતા યુવાનોએ કોર્પોરેશનમાં કલાસ 3 ની જગ્યા પર નોકરી મેળવી છે. 

તરૂણભાઈ શાહ (એડમિસ્ટ્રેટિવ ઓફિસર ,વહીવટ શાખા)

ઉચ્ચ શિક્ષિત યુવાનોએ ક્લાર્કની જગ્યા માટે ઉમેદવારી કરી
નવાઈની વાત તો એ છે કે ક્લાર્કની વર્ગ-3 ની જગ્યા માટે શિક્ષિત યુવાઓ નોકરી કરવા તૈયાર થયા હતા. મુખ્યમંત્રી દ્વારા એનાયત કરાયેલ 525 ઉમેદવારોમાંથી 305 જેટલા ઉમેદવારો તો નોકરી પર ગઈકાલે હાજર થઈ ગયા છે.  જુનિયર ક્લાર્કની ભરતી માટે ડેન્ટિસ, હોમિયોપેથી (આર્યુવેદીક ર્ડાક્ટર), ફાર્મસી, બી.ઈ. સહિતનાં ઉચ્ચ શિક્ષિત યુવાઓ જોડાયા હતા. 

વધુ વાંચોઃ 'મારી જીંદગીમાં મને ધમકી દેતા નથી આવડી...', વાંકાનેરના MLA જીતુ સોમાણીના કટાક્ષ પર શું બોલ્યા મોહન કુંડારિયા?

જુનિયર ક્લાર્ક તરીકે જોડાયેલા યુવક-યુવતીઓનું ભણતર

BE 186
ફાર્મસી 4
બી.એસ.સી. 134
બી.ટેક 20
બી.ડી.એસ. 1
બી.એચ.એમ.એસ. 2
બી.એ.એમ.એસ. 2
બી.બી.એ. 13
બી.કોમ 91
બી.એ. 58
આર્મી ગ્રેજ્યુએશન 5
BCA 8
ફિઝિયોથેરાપી. 1

હજુ સુધી નોકરી નથી મળી જેથી ક્લાર્કની નોકરી સ્વીકારી રહ્યા છીએઃ પસંદગી પામેલ ઉમેદવારો

કોર્પોરેશનની પરીક્ષા પાસ કરી પસંદગી પામેલા ઉમેદવારો હાજર થઈ રહ્યા છે. જોકે ઉમેદવારો કહી રહ્યા છે, કે અન્ય ભરતીની તૈયારી કરીએ છીએ. પરંતુ હજુ સુધી નોકરી નથી મળી. ત્યારે કલાર્કની નોકરી મળી રહી છે. તે સ્વીકારી રહ્યા છીએ. અન્ય નોકરી મળશે. તો આ છોડી દઈશું. બીજી બાજુ કોર્પોરેશનના અધિકારી જણાવે છે, કે પરીક્ષા આપવાનો બધાનો અધિકાર છે અને ઉચ્ચ અભ્યાસ કરેલા ઉમેદવારો કોર્પોરેશનને મળ્યા છે. તેમના જ્ઞાનનો લાભ કોર્પોરેશનના વિવિધ વિભાગોમાં લેવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

Junior Clerk Recruitment Vadodara Municipal Corporation Vadodara news જુનિયર ક્લાર્ક ભરતી વડોદરા મહાનગર પાલિકા વડોદરા સમાચાર શિક્ષિત બેરોજગાર vadodra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ