બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Politics / રાજકોટ / What did Mohan Kundaria say on Wankaner MLA Jitu Somani's sarcasm?

કટાક્ષ / 'મારી જીંદગીમાં મને ધમકી દેતા નથી આવડી...', વાંકાનેરના MLA જીતુ સોમાણીના કટાક્ષ પર શું બોલ્યા મોહન કુંડારિયા?

Vishal Khamar

Last Updated: 01:34 PM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

થોડા દિવસ પહેલા જ ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠકમાંથી 15 લોકસભા બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી 5 દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો હતો. ત્યારે રાજકોટનાં સાંસદ પર ધારાસભ્ય દ્વારા કટાક્ષ કરતો વીડિયો વાયરલ થયો હતો.

ભાજપ દ્વારા જાહેર કરાયેલ પ્રથમ લોકસભા ઉમેદવારોની યાદીમાં ગુજરાતનાં 5 નેતાઓને પડતા મુકાયા હતા. જે બાદ રાજકોટનાં સાંસદ પર વાંકાનેરનાં ભાજપનાં જ ધારાસભ્ય દ્વારા કટાક્ષ કરવામાં આવતા રાજકોટ ભાજપમાં થોડા સમય માટે ગરમ માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ મતભેદ ભાજપને નુકશાન પહોંચાડશે કે ફાયદો તે તો આગામી સમયમાં જ ખબર પડશે. 

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં 15 લોકસભા સીટ પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. તો અમુક જગ્યાએ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. રાજકોટ બેઠક પર ઉમેદવાર જાહેર થયાનાં બીજા દિવસે વાંકાનેરનાં ધારાસભ્ય જીતુ સોમાણીનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ રાજકોટનાં સાંસદ મોહન કુંડારિયાની ટિકિટ કપાયા બાદ કટાક્ષ કરી રહ્યા હતા. વીડિયોમાં જીતુ સોમાણીએ કહ્યું હતું કે, હવે કાર્યકર્તાઓને કોઈ ધમકાવશે નહી, ઘણા લોકો પક્ષનું નામ બદનામ કરતા, સરકારનું નામ બદનામ કરતા, હિટરલ શાહી વાયરતા, કાર્યકર્તાઓનો અપશબ્દો બોલવા જેવી બાબતે મોહન કુંડારિયા પર કટાક્ષ કર્યો હતો. 

ભાજપમાં કદી ટિકિટ કપાતી જ નથીઃ મોહનભાઈ કુંડારિયા
મોહનભાઈ કુંડારિયાએ આ બાબતે તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,  ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર તરીકે રાજકોટની સીટ પર કેન્દ્રીય મંત્રી રૂપાલાને નોટીનેટ કરવામાં આવ્યા ત્યારે આજે રાજકોટમાં પહેલી વખત પધારી રહ્યા છે. એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમજ રાજકોટ જીલ્લાનાં તમામ કાર્યકર્તાનાં માધ્યમથી સ્વાગત કરવામાં આવશે. ત્યારે બાદ રાજકોટ શહેરમાં પ્રવેશ કરશે. જે બાદ રણછોડદાસજી આશ્રમમાં જશે. ત્યાં દર્શન કરશે ત્યાર બાદ શહેર ભાજપનાં માધ્યમથી રેલીનું આયોજન કરવામાં આવશે. ત્યારે બાદ તેઓ રાજકોટ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે જશે.ત્યારે મોહનભાઈ કુંડારિયાને ટિકિટ કપાવવા બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે,  ભાજપમાં કદી ટિકીટ કપાતી જ નથી. જેમ મસાલ રેલી હોય ને એક બીજીને મશાલ આપે બીજો ત્રીજાને આપે આમાં ટિકીટ કપાવવાની કોઈ વાત જ નથી.  

વધુ વાંચોઃ અંતે અર્જુન મોઢવાડિયા-અંબરીશ ડેરે કર્યા કેસરિયા, CR પાટીલના હસ્તે સમર્થકો સહિત વિધિવત રીતે જોડાયા ભાજપમાં

જીંદગીમાં મને કદી ધમકી આપતા આવડી નથીઃ મોહન કુંડારિયા
જીતુભાઈ સોમાણીએ કરેલ કટાક્ષ બાબતે મોહન કુંડારિયાએકહ્યું હતું કે,  હું કોઈ પણ બાબતને નેગેટીવ રૂપે જોતો જ નથી. અમારા કાર્યકર્તા ઉભા છે. જીંદગીમાં મને કદી ધમકી આપતા આવડી નથી. ભવિષ્યમાં આવડશે પણ નહી અને ભગવાન એવું શીખવાડે પણ નહી.  જીતુભાઈ સોમાણીની વાત પર હું કંઈ જ કહેવા માંગતો નથી.  હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું.  ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરને હું હંમેશા પ્રેમ અને લાગણીથી જોતો હોઉ છું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ