બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / Extra / provision-in-the-budget-presented-by-the-finance-minister-nitin-patel-in-gandhinagar

NULL / નાણામંત્રીએ રજૂ કરેલ બજેટમાં કૃષિ-સિંચાઇ વીજળી શિક્ષણ આરોગ્ય શહેરી વિકાસ ક્ષેત્રે શું છે જોગવાઇ?

vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભામાં ના.મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યું છે. પ્રથમ પ્રશ્નોત્તરી બાદ નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કર્યું હતું. નીતિન પટેલે નાણામંત્રી તરીકે પાંચમી વખત બજેટ રજૂ કર્યું છે. બજેટ દરમિયાન વિપક્ષે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. જેને લઇ હર્ષદ રીબડીયાને ગૃહમાંથી બહાર લઇ જવાયા હતા. તો કેટલાક ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. વિપક્ષે સૂત્રોચ્ચાર કર્યા હતા.

બજેટમાં શું?
  • 1.83 લાખ કરોડ રૂપિયાનું ગુજરાતનું બજેટ   
  • ગત વર્ષની સરખામણીમાં 11 હજાર કરોડનો વધારો  
  • રાજ્યને 1.31 લાખ કરોડની મહેસુલી આવક થશે  
  • વર્ષ 2018-19માં રાજ્યને 1.31 લાખ કરોડની મહેસૂલી આવક થશે  
  • વર્ષ 2018-19માં રાજ્યને 1.25 લાખ કરોડનો મહેસૂલી ખર્ચ થશે  
  • રાજ્ય સરકાર 47311 કરોડ લોન પાછળ ખર્ચશે  
  • યુવા રોજગારી માટે 750 કરોડની જોગવાઇ  

કૃષિ-સિંચાઈ વીજળી ક્ષેત્રે શું?
  • કૃષિ જોખમ અને વિમા બાબતે 1101 કરોડની જોગવાઇ  
  • ખેડૂતોને શૂન્ય ટકાના રોકાણે પાક ધિરાણ માટે 500 કરોડ  
  • ખેડૂતોને ટ્રેકટર અને ઓજારો ખરીદવા 235 કરોડની જોગવાઈ  
  • પ્રધાનમંત્રી સિંચાઇ યોજના હેઠળ 85 કરોડની જોગવાઇ  
  • ક્ષાર યુકત જમીનના સંરક્ષણ માટે 548 કરોડની જોગવાઇ  
  • કૃષિ યાત્રીકીકરણ માટે 295 કરોડ કૃષિ વિકાસ માટે 395 કરોડ  
  • કૃષિ શિક્ષણ સંશોધન વિસ્તરણ માટે 702 કરોડ  
  • નાબાર્ડ દ્વારા રાજ્યમાં 84 સ્થળોએ ગોડાઉન બનાવાશે  
  • અંદાજિત 219.27 કરોડના ખર્ચે ગોડાઉન બનાવાશે  
  • અનાજની સંગ્રહશિતમાં 1.68 હજાર મેટ્રીક ટનનો વધારો થશે  
  • ઉકાઈ કડાણા પાનમ કાકરાપાર જળાશય કેનાલ નેટવર્ક માટે 112 કરોડ  
  • સૌની યોજનાના બીજા તબક્કાની કામગીરી માટે 1765 કરોડ  
  • સુજલામ સફલામ યોજના માટે 1074 કરોડ  
  • સરદાર સરોવર યોજનામાં માઇનોર કેનાલ માટે 4018 કરોડ  
  • નર્મદા મુખ્ય કેનાલને પુરના પાણીથી બચાવવા 488 કરોડની જોગવાઈ  
  • 60 વર્ષથી વધુ ઉંમરનાનો 6 લાખ સુધીનો બિમારીનો ખર્ચ સરકાર ઉઠાવશે  
  • વીજ ઉત્પાદનની નવી યોજના માટે 220 કરોડ  
  • જૂના મથકોના આધુનિકરણ માટે 214 કરોડ  
  • વીજ પ્રવહનમાળખાને સુદ્રઢ કરવા 2757 કરોડ   
  • કૃષિ વિષયક વિજ જોડાણો માટે 1921 કરોડ  
  • વીજ પુરવઠો પૂરો પાડવા 320 કરોડ  
  • સરદાર સરોવર ભૂગર્ભ પાઇપલાઇન માટે 1295 કરોડ  

શિક્ષણ ક્ષેત્રે શું?
  • અદાલતોમાં માળખાગત સુવિધા માટે 1817 કરોડની જોગવાઈ  
  • પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડ માટે 673 કરોડ  
  • મધ્યાહન યોજના અંતર્ગત 1081 કરોડ ની જોગવાઈ  
  • શિક્ષણ વિભાગ માટે કુલ 27 500 કરોડની જોગવાઇ  
  • યુનિવર્સિટી અને કોલેજોમાં પાયાની સુવિધા માટે 257 કરોડની જોગવાઈ  
  • બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે 506 કરોડ  
     
આરોગ્ય ક્ષેત્રે શું?
  • મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માટે 700 કરોડ  
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 9750.50 કરોડ  
  • આરોગ્ય રક્ષક દવાઓ વિના મૂલ્યે પુરી પાડવા માટે 470 કરોડ  
  • સોલા ગાંધીનગર મેડિકલ કોલેજ હોસ્પિટલના વિસ્તૃતિકરણ માટે 115 કરોડ  
  • વિનામુલ્યે દવાઓ માટે રૂ.470 કરોડની જોગવાઈ  
  • મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયાના નિવારણ માટે 129 કરોડ   
  • સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે દવા આપવા માટે 470 કરોડ  
  • 108 એમ્બ્યુલન્સ સેવામાં નવી 100 એમ્બ્યુલન્સ ઉમેરાશે  

શહેરી વિકાસ ક્ષેત્રે શું?
  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 2516 કરોડ જોગવાઈ  
  • રસ્તાઓ અને બ્રિજ બનાવવા માટે 1346 કરોડ  
  • અમદાવાદ-બગોદરા-રાજકોટ ધોરીમાર્ગ માટે 2754 કરોડ  
  • સૌરાષ્ટ્ર અને કચ્છમાં દુધ ઉત્પાદન સહકારી સંઘ શરૂ કરાશે  
  • અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેટ માટે 592 કરોડની જોગવાઇ  

અન્ય મહત્ત્વની જોગવાઈ
  • સરકારના વિવિધ વિભાગમાં 30 હજાર જેટલી નવી ભરતીઓ  
  • અંત્યોદય BPL માટે મીઠું તેલ રાહત દરે આપવા 217 કરોડ  
  • દૂધ સંજીવની યોજના માટે રૂ 377 કરોડ  
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 899 કરોડ  
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે 899 કરોડ આયોજન  
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ માંગે 4410 કરોડ ની જોગવાઈ  
  • ધોલેરા SIR માટે 280 કરોડની જોગવાઇ  
  • બંદર અને મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે 280 કરોડની જોગવાઇ  
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હેઠળ કુલ જોગવાઈ 1431 કરોડ  
  • પ્રિમેટ્રિક શિષ્યવૃત્તિ માટે 374 કરોડ  
  • આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ કુલ જોગવાઈ 2200 કરોડ  
  • વનબંધુ કલ્યાણ યોજના માટે 13 278 કરોડની જોગવાઈ  
  • વન અને પર્યાવરણ વિભાગ હેઠળ કુલ 1287 કરોડની જોગવાઈ  
  • કલાઈમેટ ચેન્જ વિભાગ હેઠળ કુલ 103 કરોડની જોગવાઈ 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ