બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Probe Not Stopped": PM On Minister's Son Accused Of UP Farmers' Killing

દિલ્હી / યુપીના લખીમપુર કાંડ પર પ્રધાનમંત્રી મોદીનું પહેલી વાર નિવેદન, સ્પેશિયલ ઈન્ટરવ્યૂમાં જુઓ શું કહ્યું

Hiralal

Last Updated: 09:15 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં બદનામ બનેલા યુપીના લખીમપુર ખીરી કાંડ મામલે પ્રધાનમંત્રી મોદીએ પહેલી વાર મોટું નિવેદન આપ્યું છે.

  • પ્રધાનમંત્રી મોદીએ લખીમપુર ખીરી કાંડ પર આપ્યું નિવેદન
  • ન્યૂઝ એજન્સી ANIના ઈન્ટરવ્યુમાં કહ્યું
  • યુપી સરકાર પારદર્શિતાથી કામ કરી રહી છે
  • લખીમપુર પર સુપ્રીમે જે પણ કમિટી રચી તેને યુપી સરકારે મંજૂરી આપી

ન્યૂઝ એજન્સી ANI સાથેના સ્પેશિયલ ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી મોદીએ યુપીના લખીમપુર ખીરીના બદનામ કાંડ પર પહેલી વાર નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે યુપીની યોગી સરકાર પારદર્શિતાના ધોરણે કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે યુપીના લખીમપુર ખીરીમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કેન્દ્રીય મંત્રી અજય  મિશ્રા ટેનીના પુત્ર  આશિષ મિશ્રાએ ગાડી ચડાવી દીધી હોવાના આરોપ લાગ્યા હતા. યુપીમાં આવતીકાલના પહેલા તબક્કાના વોટિંગ પહેલા ખાસ ઈન્ટરવ્યુમાં મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે જે પણ કમિટીની રચના કરવાની, જે પણ જજની માગ કરી હતી તેને યુપી સરકારે મંજૂરી આપી હતી.

લખીમપુર કેસની તપાસ ચાલુ છે

પીએમ મોદીએ કહ્યું કે યોગી સરકારે લખીમપુર મામલાની તપાસ અટકાવી નથી. હાલમાં તપાસ ચાલુ છે. લખીમપુર ખીરી મામલે રાજ્ય સરકારે પારદર્શિતાથી કામ કરી રહી છે. અને સુપ્રીમ કોર્ટની ઇચ્છા અનુસાર તમામ નિર્ણયો લે છે.

ખેડૂતોના મુદ્દે શું બોલ્યાં પીએમ મોદી

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ત્રણ કૃષિ કાયદા ખેડૂતોના હિત માટે લાવવામાં આવ્યાં હતા પરંતુ દેશહિતમાં સરકારે તેને પાછા ખેંચી લીધા છે. મોદીએ કહ્યું કે  આ મુદ્દે હવે વધારે કંઈ વાત કરવાની જરુર  નથી. ભવિષ્યમાં બનતી ઘટનાઓ સ્પસ્ટ કરશે કે શા માટે આવા પગલાં જરુરી હતી. મોદીએ કહ્યું કે મેં હમેંશા ખેડૂતોના લાભ માટે કામ કર્યું છે અને ખેડૂતોએ પણ મને સપોર્ટ કર્યો છે. મોદીએ કહ્યું કે હું એવો વ્યક્તિ છું કે જે ખેડૂતોના દિલ જીતી લેવાની દિશામાં છે. મેં સમગ્ર દેશભરના ખેડૂતોના દિલ જીત્યા છે અને ખેડૂતોએ પણ મને પૂરતો ટેકો આપ્યો છે. 

શું છે યુપીનો લખીમપુર ખીરી કાંડ

યુપીમાં લખીમપુર ખીરીમાં કૃષિ કાયદાની વિરૃદ્ધમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરનાર ખેડૂતો પર કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષે કાર ચડાવી દીધી હોવાના આરોપ હતા. આ ઘટનામાં 8 ખેડૂતોના મોત થયા હતા અને રાષ્ટ્રીય સ્તરે આ મામલો ભારે ચગ્યો હતો અને કેન્દ્રીય મંત્રીના રાજીનામાની માગ પણ ઉઠી હતી. યુપી સરકારે આ કેસની તપાસ માટે સુપ્રીમના માર્ગદર્શન હેઠળ કમિટીની રચના કરી હતી અને હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ