બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / Prisoners get food like 5 star hotel in UP jail, FSSAI also gives certificate

લ્યો બોલો / યુપીની જેલમાં કેદીઓને મળે છે 5 સ્ટાર હોટલ જેવુ ભોજન, FSSAI એ પણ આપી દીધું સર્ટિફિકેટ

Megha

Last Updated: 12:33 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેલમાં બંધ 1,100 થી વધુ કેદીઓને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા એવી છે કે તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) તરફથી "ફાઇવ-સ્ટાર" રેટિંગ આપવામાં આવ્યું છે.

  • જેલમાં બંધ 1,100 થી વધુ કેદીઓને મળે છે 5-સ્ટાર રેટિંગ વાળું ફૂડ 
  • FSSAI પાસેથી મળ્યું સર્ટિફિકેટ
  • જેલના કેટલાક કર્મચારીઓને ખોરાક અંગે ઓનલાઈન તાલીમ પણ આપવામાં આવી

જેલ આ શબ્દ સાંભળીને લોકોના મગજમાં એક જ તસવીર બને કે જેલ એટલે એવી જગ્યા જ્યાં અપરાધ કર્યા પછી સજા મળે છે. જ્યાં રહેતા કેદીઓને ન તો સારી રીતે રહેવા મળે કે ન તો સારું ખાવાનું મળે. પણ એવું નથી.. હાલ યુપીના ફરુખાબાદ જિલ્લાની ફતેહગઢ સેન્ટ્રલ જેલ તેના ભોજનને લઈને ઘણી ચર્ચામાં છે. આ જેલમાં બંધ 1,100 થી વધુ કેદીઓને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા એવી છે કે તેને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) તરફથી "ફાઇવ-સ્ટાર" રેટિંગ આપવામાં આવ્યું છે. 

FSSAI પાસેથી મળ્યું સર્ટિફિકેટ
FSSAI તરફથી મળેલ સર્ટિફિકેટ પર લખવામાં આવ્યું છે કે, "જિલ્લા જેલ ફતેહગઢ, ફરુખાબાદને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા  (Food Safety and Standards Authority of India) દ્વારા સ્થાપિત માર્ગદર્શિકા અનુસાર ઈટ રાઈટ કેમ્પસ (Eat Right Campus) તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે." આ સારા નિવેદન પછી સર્ટિફિકેટ પર 5-સ્ટાર રેટિંગ અને 'બેસ્ટ' પણ લખવામાં આવ્યું છે. આ સર્ટિફિકેટ 18 ઓગસ્ટ 2024 સુધી માન્ય રહેશે. 

જેલરે કહ્યું- માપદંડના આધારે મળ્યું સર્ટિફિકેટ 
ફતેહગઢ સેન્ટ્રલ જેલના જેલર અખિલેશ કુમારે જણાવ્યું હતું કે 'થર્ડ પાર્ટી ઓડિટ કરાવ્યા પછી અમને આ સર્ટિફિકેટ મળ્યું છે. 'સાથે જ એમ પણ કહ્યું હતું કે' જેલના કેટલાક કર્મચારીઓને ખોરાક અંગે ઓનલાઈન તાલીમ પણ આપવામાં આવી હતી. પ્રમાણપત્ર મેળવતા પહેલા તેઓને જે માપદંડો પર નિર્ધારિત કરવામાં આવ્યા હતા તેમાં સ્વચ્છતા, ખોરાકની ગુણવત્તા, FSSAI-પ્રમાણિત દુકાનોમાંથી ચોખા, ઘઉં અને કઠોળ ખરીદવા અને સારી રીતે વ્યવસ્થિત ખોરાક બનાવવાનો સ્ટાફ શામેલ અને જેલમાં શાકાહારી ભોજન પીરસવામાં આવે છે. જેમાં કઠોળમાં તુવેર, મસૂર, ચણા અને અડદનો સમાવેશ થાય છે.'

આગળ એમને કહ્યું હતું કે 'જિલ્લા જેલમાં હાલ 1,144 કેદીઓ રહે છે જેમાંથી રસોઈ કરતાં કેદીઓ એપ્રોન પહેરે છે. જે રીતે વિવિધ રેસ્ટોરન્ટમાં જોવા મળે છે એવી જ રીતે તેઓ તેમના નખ અને વાળ કાપી અને ઢાંકીને રસોઈ બનાવે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ