બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Pressure mounts on Khattar govt as ally JJP, Jat leaders extend support to Tikait

ટિકૈતને ટેકો / હરિયાણાની ગઠબંધન સરકાર પર સંકટના વાદળ, સત્તારુઢ પાર્ટીના ધ્વજ અને નેતાઓનો સામાજિક બહિષ્કાર

Hiralal

Last Updated: 03:17 PM, 31 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિયાણામાં ભાજપ-જેપીપી ગઠબંધન સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. ઉપ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાના નાના ભાઈ સહિત જાટ સમૂદાયના ઘણા નેતાઓએ ભારતીય કિશાન યુનિયન નેતા રાકેશ ટિકૈતને ટેકો આપ્યો છે

  • ઉપ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાના નાના ભાઈ સહિત ઘણા જાટ નેતાઓએ ભારતીય કિશાન નેતા રાકેશ ટિકૈતને ટેકો આપ્યો 
  •  રાકેશ ટિકૈત હમેશા ખેડૂતોના કલ્યાણ માટે કામ કરતા રહ્યાં છે- દિગ્વિજય સિંહ ચોટાલા
  • લોકોને ગેરમાર્ગે દોરીને હિંસા માટે ઉશ્કેરનાર ગુરુનામ સિંહની ધરપકડ કરવાની ચોટાલાની માગ

હરિયાણામાં ભાજપ-જેપીપી ગઠબંધન સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યાં છે. ઉપ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાના નાના ભાઈ સહિત જાટ સમૂદાયના ઘણા નેતાઓએ ભારતીય કિશાન યુનિયન નેતા રાકેશ ટિકૈતને ટેકો આપ્યો છે તથા તેમાના ઘણા નેતાઓએ દિલ્હી સરહદ તરફ આગેકૂચ શરુ કરી દીધી છે.

રાકેશ ટિકૈત સાચા દેશભક્ત- જેજેપી નેતા 
રાકેશ ટિકૈતને સાચા દેશભક્ત ગણાવતા જેજેપીના યુવા નેતા દિગ્વિજય સિંહ ચોટાલાએ એવું જણાવ્યું કે ટિકૈત હમેંશા ખેડૂતોના હિતમાં વાતો કરે છે. રાકેશ ટિકૈત દેશન ખેડૂત અગ્રણી મહેન્દ્ર સિંહ ટિકૈતના દિકરા છે. તેમને દેશદ્રોહી કે રાષ્ટ્રના શત્રુ ગણાવવા સંપૂર્ણ ખોટી વાત છે. સરકારે ફરી વિચાર કરવો જોઈએ. ટિકેત હમેશા ખેડૂતોના કલ્યાણ માટે કામ કરતા રહ્યાં છે. ખેડૂતો અને લોકો ટિકૈતને સાચા દેશભક્ત ગણાવી રહ્યા છે. 

ચોટાલાએ કહ્યું કે જો સરકાર કોઈની ધરપકડ કરવા માગતી હોય તો સૌથી પહેલા હરિયાણા બીકેયુ ચીફ ગુરનામ સિંહની ધરપકડ કરવી જોઈએ. ગુરનામે લોકોને ગેરમાર્ગે દોર્યાં હતા અને તેમને હિંસા કરવા ઉશ્કેર્યા હતા.

ભાજપ-જેજેપીના નેતાઓની ગામમાં નો એન્ટ્રી 
જિંદમાં ખટકડ ટોલ પ્લાઝા પર 17 ખાપ દ્વારા બોલાવવામાં આવેલી મહાપંચાયતમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ ખાપોએ ખેડૂતોને તેમના ઘરોમાંથી ભાજપ અને જેપીપીના ધ્વજ ઉતારીને રાષ્ટ્રીય ધ્વજ અને ભારતીય કિશાન યુનિયનનો ધ્વજ લગાડવાની અપીલ કરી. બેઠકની અધ્યક્ષતા કરનાર ખેરા ખાપના પ્રમુખ સતબીર પહેલવાને જણાવ્યું કે 7 ફેબ્રુઆરીએ ટિકરી બોર્ડર સુધી પગપાળા રેલી કાઢવાની યોજના છે. અમે સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે અમારા ઘરોમાં ભાજપ-જેજેપીના ઝંડા હટાવી લઈશું અને તેને સ્થાને તિરંગો કે બીકેયુનો ધ્વજ લહેરાવીશું. ભાજપ જેજેપીના નેતાઓના સામાજિક બહિષ્કારનો પણ નિર્ણય લેવાયો છે. આ પાર્ટીના નેતાઓને ગામમાં આવવા નહીં દેવામા આવે. તે ઉપરાંત સામાજિક કાર્યક્રમોમાં પણ સત્તાધારી પાર્ટીના નેતાઓને પણ નહીં બોલાવવામાં આવે. અમે ભાજપ જેજેપી સરકારને ટેકો આપી રહેલા અપક્ષ ધારાસભ્યોની સામે પણ દેખાવ કરીશું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ