ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધને કારણે પરિસ્થિતી હજું પણ ગંભીર છે. રશિયાના સેના દ્વારા હાલ પણ યુક્રેન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં 137 લોકોના મોત થયા છે. સાથેજ 300 કરતા વધારે લોકો ઘાયલ પણ થયા છે. જેથી હવે આ મુદ્દે યુક્રેનના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું છે.
યુદ્ધમાં બધાએ એકલા છોડ્યા હોવાનો ઉલ્લેખ
ADVERTISEMENT
યુક્રેનના રાષ્ટ્રપત જેલેંસ્તિએ નિવેદન આપ્યું છે કે આ યુદ્ધમાં બધાએ અમને એકલા છોડી દીધા છે.સાથેજ તેમણે કહ્યું કે જે પણ લોકોએ પોતાનો જીવ ગુમાવાનો વારો આવ્યો તેઓ કોઈ હિરોથી ઓછા નથી.
રશિયાએ શહેરોમાં પણ હુમલો કર્યો
ADVERTISEMENT
યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાએ પહેલા એવો દાવો કર્યો હતો કે તેઓ માત્ર સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરશે. પરંતુ તેઓ શહેરોમાં પણ હુમલો કર્યો. સાથેજ તેમણે કહ્યું રશિયા લોકોને મારી રહ્યું છે તે ઘણું ખોટું છે અને આ બાબતે તેને ક્યારેય માફી નહી આપવામાં આવે. વધુમાં તેમણે કહ્યું ઓડેસા દ્વીપ પર બધાજ સીમા રક્ષણ માર્યા ગયા છે. અને રશિયાના સૈનિકોએ ત્યા કબ્જો જમાવી લીધો છે.
બાયડને આપ્યું મોટું નિવેદન
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે જ્યારે આ સમગ્ર મામલે અમેરિકાના રાષ્ટ્રપતિને પુછવામાં આવ્યું કે રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને લઈને ભારત અમેરિકા સાથે ઉભુ છે? ત્યારે બાયડને જવાબ આપ્યો કે સૈન્ય અભિયાન પછી યુક્રેન સંકટ પર અમેરિકા ભારત સાથે ચર્ચા કરશે. આપને જાણવી દઈએ કે યુક્રેન સંકટને લઈને ભારત અને અમેરિકાના વિચાર સરખા નથી. રશિયા સાથે ભારતની ઘણી જૂની મિત્રતા છે. અને છેલ્લા દોઢ દાયકાથી અમેરિકા સાથે પણ ભારતના ઘણા સારા સંબંઘો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો