બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Pramukhswami Maharaj Shatabdi Mohotsav Capital city shining with lights

પ્રમુખ નગરી / અદભૂત નગરીમાં આસ્થાનો ઝળહળાટ, લાઈટ અને સાઉન્ડ શોએ જમાવ્યું આક્રર્ષણનું કેન્દ્ર

Dinesh

Last Updated: 10:58 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રમુખસ્વામી નગરમાં રહેલા વિવિધ ભવ્યાતિ ભવ્ય આકર્ષણો તમામ હરિભક્તોને આકર્ષી રહ્યા છે, રંગબેરંગી લાઈટો પ્રમુખસ્વામી મહારાજ નગરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે

  • રોશનીથી ઝળહળતી પ્રમુખનગરી
  • રંગબેરંગી લાઇટોથી જાણે લાગ્યા ચાર ચાંદ
  • ઝળહળતી પ્રતિમાં, ચળકતો ગ્લો ગાર્ડન


અમદાવાદના આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મુલાકાત લેનારા હરિભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રહેલા વિવિધ ભવ્યાતિ ભવ્ય આકર્ષણો તમામ હરિભક્તોને આકર્ષી રહ્યા છે.  તેમાય સાંજના સમયે આ નજારો નયનરમ્ય હોય છે.  હજારો લાઇટોના શણગારથી રાત્રે કેવી ભાસી રહી છે આ નગરી અને ભક્તોને કઈ રીતે થઈ રહ્યા છે 

રોશનીથી ઝળહળતી પ્રમુખનગરી
અમદાવાદના આંગણે ઉજવાઈ રહેલા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં મુલાકાત લેનારા હરિભક્તોની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં હરિભક્તો આ નગરની મુલાકાત લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રહેલા વિવિધ ભવ્યાતિ ભવ્ય આકર્ષણો તમામ હરિભક્તોને આકર્ષી રહ્યા છે. તેમાય સાંજના સમયે આ નજારો નયનરમ્ય હોય છે. જેમાં પ્રમુખસ્વામી મહારાજ નગરની તસવીરી ઝલક નઝારો અનેરો હોય છે. રંગબેરંગી લાઈટો પ્રમુખસ્વામી મહારાજ નગરની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. નગરમાં પ્રમુખસ્વામીની પ્રતિમા હરિભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર છે. જે પણ નગરમાં આવે તે આ પ્રતિમાની મુલાકાત અચૂક લે છે. રાત્રીનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો આવે છે.

રંગબેરંગી લાઇટોથી જાણે લાગ્યા ચાર ચાંદ
પ્રમુખ સ્વામી નગર રાત્રિના સમયે ઝળહળી ઉઠે છે. આખા નગરમાં ચારે તરફ રોશની કરવામાં આવે છે. પ્રમુખ સ્વામી નગરમાં રાત્રિના સમયે લેસર એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવે છે. જ્યાં 25 હજાર લોકો એકસાથે શો જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. નગરમાં સાંજે થતો લાઈટ અને સાઉન્ડ શો હજારોની સંખ્યામાં હરિભક્તો સાથે બેસીને નિહાળે છે. જ્યારે  બાળકો માટે પ્રમુખસ્વામી મહારાજ નગરનું સૌથી મોટું આકર્ષણ અહીંની બાળનગરી છે. રંગ-બેરંગી લાઈટો બાળકોને બહુજ પસંદ પડી રહી છે.

ઝળહળતી પ્રતિમાં, ચળકતો ગ્લો ગાર્ડન
પ્રમુખસ્વામી નગરીમાં દરરોજ સાંજે યોજાતા લાઈટ એન્ડ સાઉન્ડ હોય કે, રોશનીથી ઝળહળતી અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ કે પછી બાળકોને મનગમતો ગ્લો ગાર્ડન હોય. વિવિધ લાઈટોના શણગારથી રાત્રિના સમયે શોભામાં સતત અભિવૃદ્ધિ થાય છે. તો આ તરફ પ્રમુખ સ્વામીનગરમાં ઊંચી પીઠિકા પર પ્રમુખ સ્વામી મહારાજની 40 ફૂટ ઊંચી પ્રતિમા રાત્રીના સમયે ઝગમગી ઉઠે છે. તેની આજુબાજુમાં વિવિધ ફૂલોથી આકર્ષક સજાવટ રાત્રિ દરમિયાના રોશનથી દિવસ કરતાં અનેક ગણી ઝળહળી ઉઠે છે. જેને નિહાળીને હરિભક્તો ધન્યતા અને દિવ્યતા અનુભવ કરે છે.
પ્રમુખ સ્વામી મહારાજના ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી 600 એકરમાં થઇ રહી છે. જેમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી મહારાજ નગરની રચના કરવામાં આવી છે. જેમાં અવનવા આધ્યાત્મિક મૂલ્યો દ્વારા જીવન ઘડતર, પારિવારિક શાંતિ, વ્યસન મુક્તિ અને રાષ્ટ્રસેવા વગેરેની રોમાંચક પ્રસ્તુતિ કરાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ