બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ppf ssa subscribers can pay fy20 deposits till 30 june

રાહત / સરકારની વધુ એક જાહેરાત, નાની બચત કરનારા રોકાણકારોને મળી 3 મહિનાની રાહત

Published By: Juhi

Last Updated: 12:33 PM, 12 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યુ છે, આવી સ્થિતિમાં ઘણા લોકો નાણાકીય વર્ષ 2019-2020 દરમિયાન સ્મોલ સેવિંગ સ્કીમમાં મિનિમમ અમાઉન્ટ જમા નથી કરી શક્યા. આ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા PPF અને સુકન્યા સમુદ્ઘિ યોજનાના રોકાણકારોને મોટી રાહત આપી છે.

સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, રિકરિંગ ડિપોઝિટ, સ્મોલ સેવિંગ સ્કીમ અને સુકન્યા સમુદ્ઘિ યોજનાના ખાતાધારકો માટે ન્યૂનતમ રાશિ જમા કરાવવા માટેની સીમા 3 મહિના સુધી વધારી દીધી છે. વિત્ત મંત્રાલયે રોકાણકારોને રાહત આપતા PPF, RD અને સુકન્યા સમુદ્ઘિ એકાઉન્ટમાં 2019-20ની ન્યૂનતમ રાશિ 30 જૂન સુધી જમા કરાવી શકશે, આ માટેની છેલ્લી તારાખી 31 માર્ચ હતી. 

 

વિત્ત મંત્રાલય દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યુ છે જેમાં કહેવામાં આવ્યુ છે કે, કોરોના વાયરસની વધતી જતી મુશ્કેલીમાં દેશભરમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે અને આ કારણે નાની બચત કરનારાની લોકોના હિતમાં PPF, RD અને સુકન્યા સમુદ્ઘિ અકાઉન્ટ ધરાવતા લોકોને ઠીલ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, PPFમાં એક નાણાકીય વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરાવવા ફરજિયાત છે. જો તમે આ રકમ જમા ન કરાવો તો અકાઉન્ટ ઇનએક્ટિવેટ થઈ જાય છે. ત્યારબાદ જો તમારે તમારું અકાઉન્ટ એક્ટિવેટ કરાવવું હોય તો ઓછામાં ઓછા 500 રૂપિયાના રોકાણ સાથે 50 રૂપિયા દંડ ચૂકવવાનો રહે છે. તમારું ખાતું જેટલા વર્ષ ઇનએક્ટિવ રહે તેની સંખ્યાને આધારે તમારે 50-50 રૂપિયા દંડ ચૂકવવાનો રહેશે. PPFમાં મહત્તમ રોકાણ 1.50 લાખ રૂપિયા કરી શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Amount India Minimum Balance PPF RD Social Media business covid 19 viral Benefits

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ