ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / powerful explosion infront of russian embassy in kabul afghanistan

BIG NEWS / કાબુલમાં બોમ્બ બ્લાસ્ટ: 2 રશિયન ડિપ્લોમેટ સહિત 20 લોકોના મોત, 72 કલાકમાં બીજો મોટો ધમાકો

Published By: Pravin

Last Updated: 02:41 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી મોટો ધમાકો થયો છે. આ ધમાકો રશિયાના દૂતાવાસની નજીક દારુલ અમન રોડ પર થયો છે.

ADVERTISEMENT

  • અફઘાનિસ્તાનમાં મોટો બોમ્બ બ્લાસ્ટ
  • રશિયન દૂતાવાસ નજીક થયો ધમાકો
  • 72 કલાકની અંદર બીજો સૌથી મોટો ધમાકો થયો

 

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાંથી મોટો ધમાકો થયો છે. આ ધમાકો રશિયાના દૂતાવાસની નજીક દારુલ અમન રોડ પર થયો છે. આ ધમાકાના કારણે હડકંપ મચી ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા ટાઈક કરી દેવામા આવી છે. આપને જણાવી દઈએ કે, આ 72 કલાકમાં બીજો મોટો ધમાકો છે. આ બ્લાસ્ટ રશિયા એમ્બેંસીની સામે થયો છે. આ દરમિયાન ત્યાં અફઘાની લોકો વીઝા માટે લાઈનમાં ઊભા થયા હતા. જો કે, આ ધમાકો થયા બાદ અધિકારીઓ તરફથી કોઈ નિવેદન સામે આવ્યા નથી. સ્થાનિક સમાચાર અનુસાર રશિયન એમ્બેંસી બહાર થયેલા આ બ્લાસ્ટમાં બે રશિયન ડિપ્લોમેટ સહિત 20 લોકોના મોત થયા છે. 

2 દિવસ પહેલા થયો હતો બ્લાસ્ટ

આ અગાઉ શુક્રવારે પણ એક ભીડભાડવાળી મસ્જિદમાં ધમાકો થયો હતો. આ ધમાકામાં 18 લોકોના મોત થયા હતા, જ્યારે 23 લોકો ઘાયલ થયા હતા. 72 કલાકની અંદર આ બીજો મોટો બ્લાસ્ટ થયો હતો. તાલિબાની અધિકારી અને એક સ્થાનિક તબીબે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, હેરાત શહેરની ગુજારગાહ મસ્જિદમાં શુક્રવારે બપોરે નમાઝના સમયે આ વિસ્ફોટ થયો હતો. જ્યાં ભારે ભીડ હતી. ઘટનાસ્થળનો વીડિયોમાં મસ્જિદના આંગણામાં લાશો પડી હતી. જમીન પર લોહીના ખાબોચીયા ભરેલા હતા. ડરના માર્યા લોકો ચિસો પાડી રહ્યા હતા. 

આ વિસ્ફોટમાં મુઝીબ-ઉલ રહમાન અંસારીનં મોત થઈ ગયું હતું. જે એક મુખ્ય મૌલવી હતા. છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનની પશ્ચિમ સમર્થિક સરકારોની ટિકા માટે અંસારીને સમગ્ર અફઘાનિસ્તાનમાં ઓળખાય છે. અંસારીને તાલિબાનના નજીકના સમજવામાં આવે છે. જેનાથી વિદેશી બળોને પાછા ગયા બાદ ગત વર્ષે દેશની સત્તા પર કંટ્રોલ કર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Afghanistan bomb blast afghanistan russian embassy અફઘાનિસ્તાન બોમ્બ બ્લાસ્ટ Afghanistan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ