ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની સ્કીમમાં માત્ર વ્યાજથી ₹5 લાખ કમાવવાની તક, જાણો કેટલું રોકાણ કરવું પડશે!
6 ફોટો ગેલેરી
Last Updated: 12:20 PM, 23 October 2026
1/6
દરેક વ્યક્તિ પોતાની કમાણીનો અમુક હિસ્સો બચાવે છે અને તેને એવી જગ્યાએ રોકવાનું આયોજન કરે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત રહે અને સાથે સાથે સારું વળતર પણ મળે. આ સંદર્ભમાં, પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સરકારી યોજનાઓ ઘણી લોકપ્રિય છે. આ યોજનાઓ માત્ર તમારા રોકાણની સુરક્ષાની ખાતરી જ નથી આપતી, પરંતુ સરકાર તેના પર આકર્ષક વ્યાજ દર પણ પ્રદાન કરે છે. આવો જ એક ઉત્તમ વિકલ્પ એટલે પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) યોજના, જેના દ્વારા તમે માત્ર વ્યાજ પેટે જ ₹5 લાખથી વધુની કમાણી કરી શકો છો. આવો , તેની પાછળના ગણિત પર એક નજર કરીએ...
2/6
પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવતી સરકારી બચત યોજનાઓની એક મુખ્ય વિશેષતા એ છે કે તેમાં રોકાયેલા તમારા નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત છે, તે ગુમાવવાનું કોઈ પણ જોખમ નથી. આ zero-risk ધરાવતી બચત યોજનાઓ છે, કારણ કે તમારી રોકાણ કરેલી રકમ નાની હોય કે મોટી, સરકાર પોતે જ તેની સુરક્ષાની ખાતરી આપે છે. પોસ્ટ ઓફિસમાં બાળકો, વડીલો, પુખ્ત વયના લોકો અને મહિલાઓ દરેક માટે અનુકૂળ બચત યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓમાં તમારા નાણાં સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે, અને નાની પણ નિયમિત બચત દ્વારા તમે એક મોટી રકમ એકત્ર કરી શકો છો.
ADVERTISEMENT
3/6
પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ માત્ર રોકાણના સુરક્ષિત વિકલ્પ તરીકે જ નહીં, પરંતુ આકર્ષક વ્યાજ દર પ્રદાન કરતી હોવાને કારણે પણ લોકપ્રિય છે. ઉદાહરણ તરીકે, પોસ્ટ ઓફિસ નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) રોકાણ પર વાર્ષિક 7.7% વ્યાજ દર આપે છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે, આ યોજનામાં રોકાણ પર મળતું વ્યાજ ચક્રવૃદ્ધિ પદ્ધતિથી ગણવામાં આવે છે અને મેચ્યોરીટી પર રોકાણકારના ખાતામાં જમા કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, આ યોજનાનો સંપૂર્ણ લાભ મેળવવા માટે, મુદત પૂરી ન થાય ત્યાં સુધી તમારું રોકાણ જાળવી રાખવું આવશ્યક છે, તો જ તમને જમા થયેલું સમગ્ર વ્યાજ મળી શકશે.
4/6
તમે પોસ્ટ ઓફિસની NSC સ્કિમમાં માત્ર ₹1,000 થી રોકાણ શરૂ કરી શકો છો. રોકાણની રકમ પર કોઈ મહત્તમ મર્યાદા નથી, એટલે કે તમે ઈચ્છો તેટલી રકમનું રોકાણ કરી શકો છો અને તે મુજબ વધુ રિર્ટન મેળવી શકો છો. આ યોજના હેઠળ બાળકોના નામે ખાતા ખોલાવી શકાય છે, જેમાં 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના ખાતાનું સંચાલન તેમના માતા-પિતા દ્વારા કરવામાં આવે છે. વધુમાં, આ યોજનામાં કરેલું રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ નાણાકીય વર્ષ દીઠ ₹1.5 લાખ સુધીની ટેક્સ સેવિંગ કરવાની સુવિધા આપે છે.
ADVERTISEMENT
5/6
Post Office NSC Schemeમાં એકસાથે રોકાણ કરીને, તમે 5 વર્ષના મેચ્યોરિટી પિરિયડ દરમિયાન માત્ર વ્યાજમાંથી જ ₹5 લાખથી વધુની કમાણી કરી શકો છો. આ ગણતરીને સમજવા માટે: આ યોજના હેઠળ ખાતું ખોલાવતી વખતે તમારે એક જ હપ્તામાં ₹11.50 લાખનું રોકાણ કરવું પડશે. 5 વર્ષના પરિપક્વતા સમયગાળાના અંતે, આ રકમ વધીને ₹16.66 લાખથી વધુ થઈ જશે. આમાં, ચક્રવૃદ્ધિ અસરને કારણે વ્યાજમાંથી થતી કમાણી ₹5,16,389 જેટલી થશે. તમે તમારી પસંદગી મુજબ રોકાણની રકમ નક્કી કરી શકો છો, કારણ કે તેમાં કોઈ નિશ્ચિત મર્યાદા નથી.
6/6
પોસ્ટ ઓફિસની NSC સ્કિમમાં રોકાણકારોની સુવિધા માટે મેચ્યોરિટી થાય તે પહેલાં એકાઉન્ટ ક્લોઝિંગનું ઓપ્શન આપવામાં આવે છે; જો કે, તેના કેટલાક ગેરફાયદા પણ છે. જો ખાતું એક વર્ષ સુધી ચાલુ રહ્યા પછી બંધ કરવામાં આવે, તો તમને કોઈ પણ પ્રકારનું વ્યાજ મળશે નહીં માત્ર રોકાણ કરેલી મૂળ રકમ જ પરત મળશે. બીજા શબ્દોમાં કહીએ તો, આ યોજનાના તમામ લાભો મેળવવા માટે, રોકાણકારે ખાતું પૂરા ૫ વર્ષના સમયગાળા સુધી ચાલુ રાખવું જરુરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Sharad Purnima 2026 / શરદ પૂર્ણિમાની તારીખને લઈને મૂંઝવણ દૂર કરો, રાત્રે ખીર મૂકવાનો યોગ્ય સમય જાણો!
ટોપ સ્ટોરીઝ
Gujarat Cabinet Meeting / આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક, વીજ સંકટ અને PM મોદીના પ્રવાસ પર ચર્ચા