બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Poonam Pandey death was a publicity stunt shared the video on social media

પબ્લિસિટી સ્ટંટ / પૂનમ પાંડે જીવિત છે....: મોતની અફવાઓ પર પૂર્ણવિરામ, Video શેર કરીને કર્યો મોટો ખુલાસો

Published By: Megha

Last Updated: 12:59 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂનમ પાંડેનું નિધન એક પબ્લિસિટી સ્ટંટ હતું. સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને કહ્યું કે 'હું જીવતી છું.'

  • પૂનમ પાંડેનું નિધન એક પબ્લિસિટી સ્ટંટ હતું. 
  • સોશિયલ મીડિયા પર વિડીયો શેર  કરીને કહ્યું કે 'હું જીવતી છું.' 

Poonam Pandey Death News: ગઇકાલે એક સમાચાર આવ્યા હતા કે એક્ટર-મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે સર્વાઇકલ કેન્સરને કારણે તેનું મૃત્યુ થયું છે અને તેના મેનેજરે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે એ બાદ પૂનમ પાંડેના અંતિમ સંસ્કાર વિશે કોઈ સમાચાર સામે આવ્યા નહતા અને ઘણા લોકો કહી રહ્યા હતા કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે. 

એવામાં હવે પૂનમ પાંડેએ એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેમાં તેને પોતે કહ્યું કે 'હું જીવતી છું.સર્વાઇકલ કેન્સરને કારણે મારુ મૃત્યુ નથી થયું. દુર્ભાગ્યપૂર્ણ હું આ વાત એ મહિલાઓ માટે નથી કહી શકતી જેમને કેન્સરને કારણે એમનો જીવ ગુમાવ્યો છે. આ એટલા માટે નહોતું કારણ કે તે મહિલાઓ કંઈ કરી શકતી ન હતી પરંતુ એટલા માટે હતું કારણ કે એમને શું કરવું તેની કોઈ જાણ નહોતી.' 

તેણીએ આગળ કહ્યું, 'હું તમને કહેવા માંગુ છું કે અન્ય કેન્સરની જેમ સર્વાઇકલ કેન્સરથી પણ બચી શકે છે. તમારે ફક્ત તમામ ટેસ્ટ કરાવવા અને HPV રસી લેવાની છે. આપણે આ કરી શકીએ છીએ અને એ ખાતરી કરી શકીએ છીએ કે સર્વાઇકલ કેન્સરને કારણે વધુ મૃત્યુ ન થાય.' 

સંકળાયેલા મુદ્દાઓ

Poonam Pandey Alive Poonam Pandey Death News poonam pandey video પૂનમ પાંડે પૂનમ પાંડે સર્વાઈકલ કેન્સર poonam pandey

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ