બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Political drama played at the last minute in Wadwan seat!, BJP suddenly replaced Jijna Pandya on this leader.

રાજનીતિ / છેલ્લી ઘડીએ વઢવાણ બેઠક પર ખેલાયો રાજકીય ડ્રામા!, એકાએક જિજ્ઞા પંડ્યાને બદલી આ નેતા પર ભાજપે મારી અંતિમ મહોર

Priyakant

Last Updated: 10:51 AM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વઢવાણ બેઠક પર છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા રાજકીય દાવ ખેલી જિજ્ઞા પંડ્યાને બદલી સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી

  • વઢવાણ બેઠક ભાજપે પર છેલ્લી ઘડીએ નામ બદલ્યુ 
  • જીગ્ના પંડ્યાનું નામ બદલીને જગદિશ મકવાણાનું નામ જાહેર 
  • જગદીશ મકવાણાનું નામ જાહેર કરતા બ્રહ્મસમાજમાં વિરોધ
  • સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજને ભાજપે એકપણ ટિકિટ આપી નથી-મિલન શુક્લ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અનેક જગ્યાએ ટિકિટ જાહેર કર્યા બાદ ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. જેમાં ભાજપની પરંપરાગત વઢવાણ બેઠક પર પણ ભાજપને જાહેર કરેલા ઉમેદવાર બદલવાની ફરજ પડી છે. વાત જાણે એમ છે કે, વઢવાણ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ નામ બદલ્યુ છે. અગાઉ જાહેર કરાયેલા જીગ્ના પંડ્યાનું નામ બદલીને જગદિશ મકવાણાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જોકે હવે જગદીશ મકવાણાનું નામ જાહેર કરતા બ્રહ્મસમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. 

સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠકને લઈ કોકડું ગૂંચવાતું જ જાય છે. પહેલા ભાજપે વઢવાણ બેઠક પર બ્રહ્મસમાજના જીગ્ના પંડ્યાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જે બાદમાં અચાનક વઢવાણ બેઠક પર ભાજપે છેલ્લી ઘડીએ નામ બદલ્યુ છે. વઢવાણ બેઠક પર છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા રાજકીય દાવ ખેલી સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ જગદીશ મકવાણાને ટિકિટ આપી દેવામાં આવી છે. 

હવે બ્રહ્મ સમાજમાં રોષ 

વઢવાણ બેઠક પર અગાઉ જીગ્ના પંડ્યાને ઉમેદવાર જાહેર કર્યા બાદ અચાનક વળાંક આવ્યો છે. જેમાં ભાજપે જગદીશ મકવાણાને ટિકિટ આપતા બ્રહ્મસમાજ અગ્રણી મિલન શુક્લએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ આ બ્રહ્મસમાજનું અપમાન છે. આ સાથે સૌરાષ્ટ્રમાં બ્રહ્મસમાજને ભાજપે એકપણ ટિકિટ આપી ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 

કોણ છે જીજ્ઞા પંડ્યા ? 

વઢવાણ બેઠક પર બ્રાહ્મણ સમાજના અને વર્ષ 2007થી ભાજપના સક્રિય કાર્યકર્તા છે. જીજ્ઞા પંડ્યાને ભાજપે વઢવાણ બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદબરોબર ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ વઢવાણ બેઠક પર રાજકીય ડ્રામા સર્જાયો હતો. આ તરફ  જીજ્ઞા પંડ્યાએ જણાવ્યું હતું કે, પાર્ટીનો આદેશ સર્વોપરી છે અને પ્રધાનમંત્રી તેમજ ભાજપે મને તક આપી તે બદલ તેમનો આભાર વ્યક્ત કરું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ