બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / Police preparations for the 146th Rath Yatra of Lord Jagannath intensified

અમદાવાદ / ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ સુરક્ષાની તૈયારીઓ તેજ, થ્રીડી મેપિંગનો ઉપયોગ, રૂટનો સિનારીયો કરાયો તૈયાર

Dinesh

Last Updated: 08:07 PM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રથયાત્રાને લઈ ક્રાઇમ બ્રાન્ચ અને અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે મળીને રથયાત્રાના 22 કિલોમીટરના રૂટ ઉપર 3D મેપિંગ દ્વારા નજર રાખવામાં આવશે.

  • ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈ પોલીસની તૈયારીઓ તેજ
  • અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ AIની મદદથી પોલીસને મદદ કરી રહ્યાં છે
  • કયા રૂટ પર રથયાત્રા પસાર થતા કેટલો સમય લાગશે તે તમામ મેપિંગ તૈયાર કરાયું


અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના મંદિરથી લઈને મોસાળ સુધી કુલ 22 કિલોમીટરના રૂટમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરમાંથી પોલીસ બોલાવીને બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. અને સાથે સાથે CRPF અને આર્મીના જવાનો પણ તૈનાથ કરવામાં આવે છે. આ વર્ષે શહેરમાં યોજાતી રથયાત્રામાં અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને અનંત યુનિવર્સીટી સાથે મળીને રથયાત્રાના 22 કિલોમીટરના રૂટ ઉપર 3D મેપિંગ દ્વારા નજર રાખવામાં આવશે. જેને લઈને તૈયારીઓની શરી કરી દેવામાં આવી છે. અનંત યુનિવર્સિટીની ટીમ દ્વારા રથયાત્રાના 22 કિલોમીટરના રૂટ પર અલગ અલગ જગ્યાએ પોલીસની ટીમ સાથે પહેલા રૂટ સમજવામાં આવ્યો છે ત્યાર બાદ અને 120 જેટલા ડ્રોન ઉડાડીને 2 લાખ 35 હજાર ફોટો કેપ્ચર કરવામાં આવ્યા હતા. સમગ્ર રૂટનો સિનારીયો તૈયાર કરવામાં આવ્યો છે. કયા રૂટ પરથી રથયાત્રા પસાર થતા કેટલો સમય લાગશે તે તમામ બાબતો આમાં તપાસીને મેપિંગ કરવામાં આવ્યું છે.

 

AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે
રથયાત્રામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ થોડા સમય પહેલા જ અનંત યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. સાયબર પ્રોજેક્ટને લઈને જ્યારે પોલીસ અને યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થયા હતા તે સમયે કોલેજના વિદ્યાર્થીઓને AIની મદદથી રથયાત્રામાં પોલીસને મદદ કરવા આહવાન કર્યું હતું. અનંત યુનિવર્સિટી દ્વારા છેલ્લા એક મહિનાથી આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. અનંત યુનિવર્સિટીના 11 વિદ્યાર્થીઓ અને 3 ફેકલ્ટી મેમ્બર દરરોજ 18થી 20 કલાક કામ કરી રહ્યા છે. દેશમાં પ્રથમવાર લાખોની જનમેદની એકઠી થતી હોય તેવા જાહેર કાર્યક્રમમાં AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ વર્ષે રથયાત્રામાં આસ્થાની સાથે હાઈટેક લુક પણ જોવા મળશે
મહત્વનું છે કે, રથયાત્રા રૂટ પર પોલીસ હોય ત્યારે જ તેને તે જગ્યાની માહિતી મળે છે. તેના માટે કોઈ નિશ્ચિત સમયે પોલીસ અધિકારીઓ પેટ્રોલિંગ કરતા હોય છે. પરંતુ આ ટેક્નોલોજીની મદદથી ગમે ત્યારે ગમે તે ક્ષણે વીઆર બોક્સની મદદથી સમગ્ર રૂટ જાણી શકાશે. રથયાત્રા નીકળે તે સમયે કયા ખૂણા કઈ જગ્યાએ પોલીસ બંદોબસ્ત રાખવો અને કઈ જગ્યાએ રાખવો જરૂરી નથી તે પણ એક સ્કીમ પોલીસી બનાવી શકશે, જેના કારણે ખોટી જગ્યાએ પોલીસ ફોર્સ ન મુકી રાખીને જ્યાં ખરેખર પોલીસ, ફાયર અને ઇમરજન્સી ટીમની મદદ છે ત્યાં મુકી શકાશે. સમગ્ર રૂટનું તૈયાર કરાયેલા મેપિંગના સ્કીનીંગ હાલમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને કરવામાં આવ્યું છે, જેથી આ વર્ષે રથયાત્રામાં આસ્થાની સાથે હાઈટેક લુક પણ જોવા મળશે.

AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે?
1. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કમ્પ્યુટર સિસ્ટમ કે મશીનને એવી રીતે બનાવવામાં આવે કે તે માણસ દ્વારા કરવામાં આવતા કામો સરળતાથી કરી શકે
2. આ મશીન કે સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે તે કામ સરળતાથી કરી શકે, નિર્ણય લઈ શકે, સાચા- ખોટાને સમજી શકે, વિઝ્યુઅલ ધારણા, માણસોને ઓળખી શકે એટલે સરળ ભાષામાં કહીયે તો કોમ્પ્યુટરને માણસની જેમ મન આપવામાં આવી રહ્યું છે. જેથી તે માણસની જેમ નિર્ણય લઈ શકે.

AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કઈ રીતે કામ કરશે?
1. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 3 ટેકનોલોજી થકી કામ કરશે
2. જેમાં પહેલા ડ્રોન, બીજું હાઈપર વિઝ્યુલાઇઝેશન 360 કેમેરા થકી સમગ્ર રૂટ પર નજર રાખવામાં આવશે અને ત્રીજી વર્ચ્યુઅલ રિયાલિટી શુ હશે તેના પર નજર રાખવામાં આવશે.
3. જેમાં સોફ્ટવેર સમગ્ર રૂટ પર જાતે જ ભીડ કાઉન્ટ કરીને એડવાન્સ વોર્નિંગ આપશે. જેમાં કોઈ ચોક્કસ જગ્યાએ ભીડ વધી જાય, ત્યારે બંદોબસ્ત ગોઠવવો, ડાયવર્ઝન મેનેજ કરવામાં આવશે. 
4. એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ તેમજ ફાયર અને 108 ઇમરજન્સી સર્વિસ ક્યાં રાખવાથી જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકાય તે તમામ બાબતો નું અપડેટ લાઈવ મળશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ