બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Police crackdown on fake doctors in Gujarat after DGP's order

સાવધાન / DGPના આદેશ બાદ ગુજરાતમાં નકલી ડૉક્ટર્સ પર પોલીસની તવાઈ, અત્યાર સુધી જુઓ કેટલા ઝડપાયા

Kiran

Last Updated: 09:58 AM, 1 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં DGPના આદેશ બાદ રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ બે જ દિવસમાં 18 જેટલા બોગસ તબીબ ઝડપી પાડવામાં આવ્યા

  • રાજ્યમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો
  • DGP આદેશથી બોગસ ડોક્ટરો સામે તવાઇ
  • બે દિવસમાં રાજ્યભરમાંથી 18 નકલી ડોક્ટર ઝડપાયા

કોરોના જેવી મહામારીમાં લોકોના આરોગ્યા સાથે ચેડાં કરતો નકલી તબીબ ઝડપાયો છે. અગાઉ પણ અનેક એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા હોય  આ ડોક્ટરો  ડૂપ્લિકેટ ડિગ્રીને આધારે, નકલી સર્ટિફિકેટને આધારે  લોકોની સારવાર કરતા અને રૂપિયા પડાવતા  જેની પોલીસને બાતમી મળતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં DGP ના આદેશ બાદ બોગસ ડોક્ટરો પર તવાઈ 

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ચાલી રહેલા કોરોના ની બીજી લહેર વચ્ચે જ બોગસ ડોક્ટરનો પણ રાફડો ફાટ્યો છે. રાજ્યમાં બે દિવસમાં અત્યાર સુધીમાં 18 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે રાજ્યમાં DGP ના આદેશ બાદ બોગસ ડોક્ટરો પર તવાઈ બોલાવાઈ રહી છે. ત્યારે પંચમહાલના શીલરાજપુરમાંથી વધુ એક નકલી ડોક્ટર મળી આવ્યા છે. ગિરીશ પટેલ નામનો આ બોગસ તબીબની પોલીસે ધરપકડ કરી છે અને તેની પાસેથી 2.26 લાખની દવાઓ અને મેડિકલ સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

કોરોના કાળમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો 

મહત્વનું છે કે કોરોના કાળમાં નકલી તબીબો કોરોના દર્દીઓને સારવાર આપવાના બહારને રૂપિયાની લ્હાણી કરતા હોય છે કોરોના મહામારીમાં સામાન્ય વ્યક્તિ પોઝિટિવ રિપોર્ટ આવવાના ડર ને કારણે આરોગ્ય કેન્દ્રમાં આવતા નથી. તેઓને લાગે છે કે, જો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો તેઓને પરિવારથી દૂર થવું પડશે અને આ પરિસ્થિતિનો લાભ ખાનગી પ્રેક્ટિસ કરતા ડૉકટરો ઉઠાવતા હોય છે ત્યારે આવા નકલી ડોક્ટરો પણ આવી પરિસ્થિતિનો લાભ લઈ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે.આવા ડોકટરો પોતાની પાસે કોઈ સુવિધા ન હોય તેમ છતાં સામાન્ય બીમારી ધરાવતા દર્દીઓ પાસે પૈસા પડાવવા આડેધડ ઇન્જેકશન આપે છે અને બાટલા ચઢાવી પોતાનો સ્વાર્થ પૂરો કરે છે.

એલોપેથિક પ્રેક્ટિસ કરતાં 2 બોગસ તબીબ ઝડપાયા

ઉલ્લેખનિય છે કે અગાઉ પણ ગોધરાના એરાલ ગામે બે બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા હતા.આ ડોક્ટરો કોઈ પણ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરતા હતા અને લાઈસન્સ વગર એલોપેથીક દવાઓ આપીને દવાખાનું ચલાવતા હતા. બાતમીને આધારે SOG પોલીસને જાણ થતા પોલીસે 96 હજારની દવાના જથ્થા સાથે ઝડપી પાડી તેમની સામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ