બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / PM will give 25 bigha land to Modi 100 year old ba, said he is my son

વૃદ્ધાનો મોદી પ્રેમ / PM મોદીને 25 વીઘા જમીન આપશે 100 વર્ષના બા, કહ્યું એ મારો દીકરો છે, સારવાર કરાવી રહ્યો છે...

Priyakant

Last Updated: 10:52 AM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mangibai PM Modi News: 100 વર્ષના બા એ કહ્યું, મોદી મારા પુત્ર છે, અમને ઘઉં-ચોખા, ખાતર-બીજ આપવામાં આવ્યા છે, તે અમારી સારવાર કરી રહ્યા છે, પાક નિષ્ફળ જાય તો આપે છે વળતર

  • મધ્યપ્રદેશના 100 વર્ષના બા નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • માંગીબાઈ પોતાની 25 વીઘા જમીન PM મોદીને આપવા તૈયાર
  • અમને ઘઉં-ચોખા, ખાતર-બીજ આપ્યા, અમારી સારવાર કરી રહ્યા છે: માંગીબાઈ

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રહેતી 100 વર્ષની મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વૃદ્ધ મહિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતી જોવા મળી રહ્યા છે. તે પોતાની 25 વીઘા જમીન પીએમ મોદીને આપવા તૈયાર છે.

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના હરિપુરા જાગીર ગામના 100 વર્ષના બા માંગીબાઈને PM મોદી માટે અપાર પ્રેમ છે. માંગીબાઈએ જણાવ્યું હતું કે, મોદી મારા પુત્ર છે. અમને ઘઉં-ચોખા, ખાતર-બીજ આપવામાં આવ્યા છે. તે અમારી સારવાર કરી રહ્યા છે. પાક નિષ્ફળ જાય તો વળતર આપે છે. તીર્થયાત્રા કરાવી, કોલોનીમાં રહેવા માટે મકાન આપ્યું. તે મને વિધવા પેન્શન આપે છે.

પીએમ મોદીને મળવું છે: માંગીબાઈ
માંગીબાઈએ કહ્યું, મેં તેમને (PM મોદી) ક્યારેય રૂબરૂ જોયા નથી, પરંતુ ટીવી પર ચોક્કસ જોયા છે. હું મારા પુત્ર (PM મોદી)ને મળવા માંગુ છું. હું તેમના માથા પર મારો હાથ રાખીને તેમને આશીર્વાદ આપવા માંગુ છું. હું માત્ર PM મોદીને કહેવા માંગુ છું કે, પેન્શનમાં થોડો વધારો કરો.

PM મોદીને 25 વીઘા જમીન આપીશ
માંગીબાઈ કહ્યું કે, તેમને કુલ 14 બાળકો છે. 12 પુત્રીઓ અને બે પુત્રો છે, પરંતુ સૌથી પ્રિય પુત્ર PM મોદી છે. મારા 14 બાળકો PM મોદી જેટલા ઉપયોગી નથી. મેં ઘરની દિવાલ પર PM મોદીનો ફોટો લગાવ્યો છે. દરરોજ સવારે ઉઠીને હું ચિત્ર જોઉં છું. વૃદ્ધ મહિલાનું કહેવું છે કે, હું મારી 25 વીઘા જમીન PM મોદીને જ આપીશ, કારણ કે PM મોદી આપણા બધાનું ધ્યાન રાખે છે. માંગીબાઈએ કહ્યું, હું મારા બાળકોને કહું છું કે, PM મોદીને જ મત આપો. તે એમ પણ કહે છે કે, PM મોદીએ અમને બધાને કોરોનાથી બચાવ્યા. લોકોનું ભલું કરતાં મારો દીકરો ઘરડો થઈ ગયો છે.

જાણો કઈ રીતે વાયરલ થયા માંગીબાઈ ? 
વાત જાણે એમ છે કે, 22 જૂને PM નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યાના 9 વર્ષ પૂરા થવાના અવસર પર ભાજપના કાર્યકરો હરિપુરા જાગીર ગામ ખાતે વિકાસ યોજનાની પત્રિકાઓનું વિતરણ કરવા પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરો પણ પત્રિકાઓ વહેંચવા માંગીબાઈના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન માંગીબાઈએ કાર્યકર્તાઓને કહ્યું કે, જો PM મોદીની પત્રિકા હોય તો જ આપો, બીજાની હોય તો ન આપો. આ દરમિયાન માંગીબાઈ સાથે કાર્યકરોની વાતચીતનો વીડિયો બનાવવામાં આવ્યો હતો અને પછી આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો. હવે PM મોદીના વખાણ કરતો માંગીબાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ