બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / વિશ્વ / PM Modi was leaving for Sydney, the couple started bowing

VIDEO / સિડની માટે રવાના થઈ રહ્યા હતા PM મોદી, દંડવત્ પ્રણામ કરવા લાગ્યા કપલ, PMએ પણ સામે કર્યું નમન

Priyakant

Last Updated: 04:04 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Papua New Guinea Visit News: PM મોદી પોર્ટ મોરેસ્બી પાપુઆ ન્યુ ગિનીથી સિડની (ઓસ્ટ્રેલિયા) જવા રવાના થતાં PM મોદીને જોઈને એક કપલ તેમના પગ પર પડી ગયું અને પછી..

  • PM મોદી પોર્ટ મોરેસ્બી પાપુઆ ન્યુ ગિનીથી સિડની જવા રવાના થયા 
  • આ દરમિયાન પીએમ મોદીને જોઈને એક કપલ તેમના પગ પર પડી ગયું
  • PM મોદીએ જે કર્યું તે લોકોના દિલને સ્પર્શી જશે

PM મોદી હાલ ત્રણ દેશોના પ્રવાસે હોઇ તેઓ રવિવારે પાપુઆ ન્યુ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બી પહોંચ્યા હતા. પીએમ મોદી ટાપુ રાષ્ટ્રની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. પાપુઆ ન્યુ ગિનીએ દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે ભારત અને 14 પેસિફિક ટાપુ દેશો વચ્ચે ફ્લેગશિપ FIPIC સમિટનું આયોજન કર્યું હતું. આ પછી આજે PM મોદી પોર્ટ મોરેસ્બી પાપુઆ ન્યુ ગિનીથી સિડની (ઓસ્ટ્રેલિયા) જવા રવાના થયા. પરંતુ આ દરમિયાન પીએમ મોદીને જોઈને એક કપલ તેમના પગ પર પડી ગયું. તે પછી PM મોદીએ જે કર્યું તે લોકોના દિલને સ્પર્શી જશે.

સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પીએમ મોદી ઓસ્ટ્રેલિયા જવા માટે વિમાન તરફ જઈ રહ્યા છે. ત્યાં એક યુગલ ઊભું છે. પીએમ મોદી જેવા આગળ વધે છે કે તરત જ કપલ તેમના પગે પડી જાય છે. આ પછી પીએમ મોદીએ કપલને હાથ જોડીને સલામ પણ કરી. પછી તેઓ સ્મિત કરે છે અને હાથ મિલાવે છે. આ દરમિયાન કપલ પીએમ મોદી સાથે વાત પણ કરે છે. સાથે એક છોકરી પણ ઉભી છે, તે પણ PM મોદીના પગ સ્પર્શ કરીને તેમને નમન કરે છે. પીએમ મોદીએ તેમને આશીર્વાદ પણ આપ્યા હતા. 

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને ખૂબ જ ઉત્સુક છે. તેમણે PM મોદીના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ખુશી વ્યક્ત કરતું નિવેદન જાહેર કર્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે રવાના થતા પહેલા, PM મોદીએ પાપુઆ ન્યુ ગિનીમાં FIPIC કોન્ફરન્સ દરમિયાન પલાઉ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સુરજેલ એસ.સાથે મુલાકાત કરી હતી. વિપ્સ જુનિયરને મળ્યા આ ઉપરાંત PM મોદી આજે સવારે પપુઆ ન્યુ ગિનીના પોર્ટ મોરેસ્બીમાં NRIને મળ્યા હતા.

PM મોદીએ તેમની પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતને 'ઐતિહાસિક' ગણાવી
PM મોદીએ ટ્વિટ કર્યું, મારી પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાત ઐતિહાસિક રહી છે. આ અદ્ભુત રાષ્ટ્રના લોકોમાં મને જે સ્નેહ મળ્યો છે તેની હું ખૂબ જ કદર કરીશ. મને આદરણીય FIPIC નેતાઓ સાથે વાર્તાલાપ કરવાની અને તેમના સંબંધિત દેશો સાથેના સંબંધોને ગાઢ બનાવવાની રીતો પર ચર્ચા કરવાની પણ તક મળી. હું ઉષ્માભર્યા સ્વાગત માટે PM જેમ્સ મારાપેનો આભાર માનું છું. હવે સિડનીમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.

ઓસ્ટ્રેલિયન PMએ નિવેદન જાહેર કરી શું કહ્યું ? 
ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનિસે પીએમ મોદીની મુલાકાત પહેલા એક નિવેદન જારી કર્યું છે. આ નિવેદનમાં તેમણે PM મોદીની મુલાકાત પર ખુશી વ્યક્ત કરી હતી. નિવેદનમાં અલ્બેનીઝે કહ્યું કે, 'PM મોદીની ઓસ્ટ્રેલિયાની સત્તાવાર મુલાકાત મેળવીને હું સન્માનિત છું. આ વર્ષે માર્ચમાં ભારતની મુલાકાત દરમિયાન મને જે પ્રેમ મળ્યો તેનાથી હું અભિભૂત છું. ઓસ્ટ્રેલિયા અને ભારત સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ હિંદ પેસિફિક મહાસાગરને સમર્પિત છે. સાથે મળીને આપણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકીએ છીએ. મિત્ર અને સાથી તરીકે બંને દેશો ક્યારેય નજીક રહ્યા નથી. અમે PM મોદીની સિડનીમાં ભારતીય સમુદાય સાથેની મુલાકાતને લઈને પણ ઉત્સાહિત છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ