બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / PM Modi in the dressing room after the defeat in the World Cup final

હિંમત વધારી / વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ ડ્રેસિંગ રુમમાં PM મોદી, શમી ભેટીને રડી પડ્યો, જાડેજાએ બિંદાસ્ત વાતો કરી

Mahadev Dave

Last Updated: 05:02 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિરાશામાં ગરકાવ થયેલા ખેલાડીઓ સાથ ડ્રેસિંગ રૂમમાં મુલાકાત કરી વડાપ્રધાન મોદીએ ખાસ હિંમત વધારી હતી. જુઓ રવીન્દ્ર જાડેજાએ શું કહ્યું ?

  • ઈન્ડિયાની હાર બાદ PM મોદીએ ડ્રેસિંગ રૂમમાં જઇને ખેલાડીઓને આપ્યું આશ્વાસન
  • રવિન્દ્ર જાડેજાએ Photos કર્યા શેર
  • PM મોદીએ મોહમ્મદ શમીને ગળે લગાવ્યો

અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ગઈકાલે વર્લ્ડ કપનો જંગ ખેલાયો હતો. ફાઇનલની આ મેચમાં ટીમ ઇન્ડિયાએ ધાર્યા મુજબનું પ્રદર્શન ન કરતા હારનો સ્વાદ ચાખવાની નોબત આવી હતી. જેને લઈને ટીમ ઇન્ડિયાના ચાહકો નિરાશામાં ધકેલાયા હતા. બીજી બાજુ વિશ્વ વિજેતા થવાનું ટીમ ઈન્ડિયાનું સપનું રોળાઇ જતા કેપ્ટન રોહિત શર્મા, સિરાજ, વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. જેને લઈને જશ્નના આ મેદાનમાં ભાગ દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે નિરાશામાં ગરકાવ થયેલા ખેલાડીઓનો ખુદ વડાપ્રાધન મોદીએ જુસ્સો વધાર્યો હતો. તેઓ ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓ મળ્યા હતા અને હિંમત વધારી હતી.

પીએમ નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં આવ્યા
નોંધનીય છે કે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના જંગમાં ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત લડાઈ આપી હતી. જેમાં સતત 10 મેચ જીતીને ઇતિહાસ રચી દેનાર ટીમ ઇન્ડિયા ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 વિકેટે હારી હતી. રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર મોદી સાથેનો ફોટો શેર કર્યો હતો. જેમાં તેઓએ લખ્યું હતું કે 'અમારા માટે ટૂર્નામેન્ટ શાનદાર રહી હતી. જોકે ધાર્યા મુજબનું પરિણામ આવ્યું ન હતું. જેથી બધા દિલથી દુખી હતા, પરંતુ લોકોનો ટેકો અમને આગળ વધતો રાખે છે. ગઈ કાલે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમમાં આવ્યા ત્યારે તે અમારા માટે ખાસ હતું,

વડાપ્રધાન સાથેની મુલાકાતથી હિમ્મત આવી

જે ખૂબ જ પ્રેરક હતું આ દરમિયાન ફાસ્ટ બોલર શમીએ લખ્યું, ગઈકાલે અમારો દિવસ ન હતો. હું સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન અમારી ટીમ અને મને સપોર્ટ કરવા માટે તમામ ભારતીયોનો આભાર માનું છું. હું PM નરેન્દ્ર મોદીનો આભારી છું, જેઓ ખાસ કરીને રૂપમાં આવ્યા હતા.ખેલાડીઓનો જુસ્સો વધારવા વડાપ્રાધન મોદીએ ડ્રેસિંગ રૂમમાં તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. આમ રવિન્દ્ર જાડેજાએ ટ્ટવીટ કરી વડાપ્રધાન સાથેની મુલાકાતથી હિમ્મત આવી હોય તેમ જણાવ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

World Cup 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ