બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / PM Modi flags off Vande Bharat Express in West Bengal

બંગાળમાં વંદે ભારત ટ્રેન શરૂ / માતાની વિદાય બાદ ભારે હૈયે વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા PM મોદી, કહ્યું વ્યક્તિગત કારણોના લીધે...

Dhruv

Last Updated: 12:40 PM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી કે જેઓની માટે દેશસેવા કાયમથી પ્રથમ રહી છે. ત્યારે આજે સવારમાં માતાના નિધન બાદ તેઓ તુરંત પશ્ચિમ બંગાળના ઉદ્ઘાટનમાં જોડાઇ ગયા. દરમ્યાન મમતા બેનર્જીએ PM મોદીને કાર્યક્રમ ટૂંકાવીને આરામ કરવાની અપીલ કરી હતી.

  • માતાને મુખાગ્નિ આપ્યા બાદ તુરંત PM દેશસેવામાં જોડાયા
  • પશ્ચિમ બંગાળના વિકાસકાર્યોના ઉદ્ઘાટનમાં PM વર્ચ્યુઅલી સામેલ
  • વર્ચ્યુઅલી સંબોધનમાં PM માતા વિશે એક પણ શબ્દ ન બોલ્યા

PM મોદીના માતા હીરાબાનું આજે સવારમાં જ નિધન થયું છે. ત્યારે PM મોદીએ ખુદ આજે ગાંધીનગરના સેક્ટર-30 ખાતે પોતાની માતાના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી. PM મોદીએ ખુદ માતાને મુખાગ્નિ આપી હતી. જોકે ત્યાર બાદ તુરંત PM મોદી પોતાના સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત થઇ ગયા હતા.

માતા હીરાબાના અંતિમ સંસ્કાર બાદ તુરંત PM મોદી દેશસેવામાં જોડાઇ ગયા છે. તેઓ પશ્ચિમ બંગાળના વિકાસકાર્યોના ઉદ્ઘાટનમાં વર્ચ્યુઅલી જોડાઇ ગયા છે. PM મોદીએ વર્ચ્યુઅલી પશ્ચિમ બંગાળને 7800 કરોડની પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ આપી છે.

જોકે આ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં PM મોદી પોતાની માતા વિશે એક પણ શબ્દ નથી બોલ્યા. પારિવારિક કારણોસર તેઓએ માતાના અગ્નિ સંસ્કારમાં હાજરી તો આપી પરંતુ તુરંત PM મોદી દેશસેવામાં જોડાઇ ગયા. એટલે કે પહેલાં PM મોદીએ દીકરા તરીકેની ફરજ અદા કરી અને પછી તુરંત રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે તેઓ દેશસેવામાં જોડાઇ ગયા. તેઓએ સંબોધન દરમ્યાન માત્ર એટલું જ કહ્યું કે, 'મારા વ્યક્તિગત કારણોના લીધે હું તમારી વચ્ચે આવી ન શક્યો તે માટે હું તમારી ક્ષમા માંગુ છું.'

મમતા બેનર્જીએ PM મોદીને કરી કાર્યક્રમ ટૂંકાવવાની અપીલ
બીજી બાજુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ PMના માતા હીરાબાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મમતાએ કહ્યું કે, 'મારી સંવેદના તમારી સાથે છે. તમારા દુઃખની ઘડીમાં અમે બધા તમારી સાથે છીએ. માતા કરતાં વધુ મહત્ત્વનું બીજું કંઈ હોઈ શકે નહીં.' મમતા બેનર્જીએ પીએમ મોદીને કાર્યક્રમ ટૂંકાવવાની અપીલ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ