બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેટલા પ્રકારના હોય છે આધાર? ભાગ્યે જ કોઇ જાણતું હશે આ વાત
5 ફોટો ગેલેરી
Last Updated: 10:31 AM, 22 July 2025
1/5
આજકાલ તો નાના-મોટા બધાં કામ માટે આધારકાર્ડની જરૂર પડે છે. આધાર કાર્ડના કેટલાય રૂપ છે. આધાર ચાર પ્રકારના હોય છે, એટલે કે તમે ચાર ફોર્મેટમાં તમારું આધાર કાર્ડ મેળવી શકો છો. ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ એટલે કે UIDAIએ લોકોની સગવડતા માટે આ ફોર્મેટ તૈયાર કર્યા છે. UIDAIના જણાવ્યા અનુસાર આધાર કાર્ડના બધા પ્રકાર માન્ય છે અને જ્યાં જરૂર પડે ત્યાં તેનો ઉપયોગ કરી શકાય છે. ચાલો હવે તેના વિશે વિગતે જાણીએ.
2/5
આ આધાર કાર્ડનું ડિજિટલ રૂપ છે. UIDAI દ્વારા બનાવાયેલ આ મોબાઈલ એપ્લિકેશન છે. આધાર નંબર ધરાવતા વ્યક્તિઓને તેમના આધાર રેકોર્ડ સાથે જોડાવાનો ઈન્ટરફેસ આપે છે. તેમાં ફોટો, આધાર નંબર અને જૈવિક માહિતી હોય છે. ક્યૂઆર કોડ દ્વારા તેનું ઓફલાઇન વેરિફિકેશન પણ થઈ શકે છે. એમ આધાર એપ મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. એરપોર્ટ અને રેલવે દ્વારા તેને માન્ય ઓળખ તરીકે માનવામાં આવે છે. આ ઉપરાંત eKYC શેર કરવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે.
3/5
આ આધારનું એક સુરક્ષિત ડિજિટલ રૂપ છે, જે પાસવર્ડથી સુરક્ષિત હોય છે. તેમાં ક્યુઆર કોડ હોય છે અને UIDAIની ડિજિટલ સહી હોય છે. તમે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરીને UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પરથી આ ઈ-આધાર સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. દરેક આધાર નોંધણી કે અપડેટ થયા પછી તરત eAadhaar જનરેટ થાય છે, જેને મફતમાં ડાઉનલોડ કરી શકાય છે. તેનો પણ બધી જગ્યાએ યોગ્ય ઉપયોગ થઈ શકે છે અને તે ફિઝિકલ આધાર જેટલું જ માન્ય હોય છે.
4/5
આ આધાર પીવીસી આધારકાર્ડની નવી આવૃત્તિ છે. આ પીવીસી આધારકાર્ડ સામાન્ય કાગળના આધાર કાર્ડ કરતાં વધુ મજબૂત હોય છે અને ફાટી પણ નથી શકતું. તેમાં ડિજિટલ સહી, સુરક્ષિત ક્યુઆર કોડ, ફોટો અને સામાન્ય વિગતો હોય છે. આ પીવીસીકાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા અરજીકર્તાના સરનામે મોકલવામાં આવે છે. UIDAIની વેબસાઈટ પર જઈને આધાર નંબર, વર્ચ્યુઅલ ID અથવા નામાંકન નંબર દ્વારા 50 રૂપિયા ફી ચુકવીને પણ આ પીવીસી કાર્ડ મેળવી શકાય છે.
5/5
આધાર લેટર એ કાગળ પર આધારિત લેમિનેટેડ પત્ર હોય છે, જેમાં આધાર જારી કરાયેલી તારીખ, છપાવેલી તારીખ અને ક્યુઆર કોડ છાપેલો હોય છે. આ આધાર લેટર સરળતાથી મફતમાં બનાવડાવી શકાય છે અને તેનો બાયોમેટ્રિક અપડેટ પણ થઈ શકે છે. આ પત્ર UIDAI તરફથી પોસ્ટ દ્વારા વ્યક્તિના ઘરે મોકલવામાં આવે છે. જો કોઈ કારણસર તમારું ઓરિજિનલ આધાર ગુમ થઈ જાય કે ખરાબ થઈ જાય, તો તમે નવું આધાર પણ મેળવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ