બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમે પણ કોઇનો કૉલ રેકોર્ડિંગ કરી રહ્યાં છો? એ પણ એની જાણ બહાર, તો પહેલા નિયમ જાણી લેજો

photo-story

6 ફોટો ગેલેરી

યુટિલિટી / શું તમે પણ કોઇનો કૉલ રેકોર્ડિંગ કરી રહ્યાં છો? એ પણ એની જાણ બહાર, તો પહેલા નિયમ જાણી લેજો

Last Updated: 09:08 AM, 13 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Call recording rules : જો તમને પણ તમારા ફોનમાં આવેલા કૉલ રેકોર્ડ કરવાની આદત છે તો આજે જ આ આદત બદલી દેજો નહીતર, કાનૂની કેસ પણ થઈ શકે છે. એટલું જ નહીં, તમને જેલ અને દંડની સજા પણ થઈ શકે છે. જાણી લો કૉલ રેકોર્ડ માટે શું કાયદો છે?

1/6

photoStories-logo

1. કૉલ રેકોર્ડિંગ

આજકાલ દરેકના હાથમાં મોબાઇલ ફોન છે અને ફોનમાં આવતા દરેક કૉલની વાતચીત રેકોર્ડ કરવી પણ સરળ છે. ઘણી વાર લોકો વિચારતા હોય છે કે સામે વાળાના બોલેલા શબ્દો પુરાવા તરીકે કે પછી યાદ રાખવા માટે રેકોર્ડ કરી લઈએ, પણ શું તમને ખબર છે કે આ પ્રકારની રેકોર્ડિંગ પાછળ કાયદો શું છે?

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કૉલ રેકોર્ડિંગ કાયદો

કોઈને જાણ કર્યા વગર કૉલ રેકોર્ડ કરવી તમારા માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે કે કૉલ રેકોર્ડિંગ કરવું એ કાયદા મુજબ એક ગંભીર ગુનો માનવામાં આવે છે. ખાસ કરીને જ્યારે એ રેકોર્ડિંગ કોઈની જાણ વગર કરવામાં આવે ત્યારે તે વધારે મોટી બાબત બની જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ગોપનીયતા અધિકાર

જો કૉલ રેકોર્ડિંગ બંને પક્ષોની સંમતિથી થાય તો એ અલગ વાત છે. પરંતુ જો તમે કોઈને કહ્યા વગર તેની ખાનગી વાતચીત રેકોર્ડ કરો છો તો મામલો સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ભારતીય કાયદો ગોપનીયતાના અધિકારને ખૂબ જ મહત્વપૂર્ણ ગણે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. પ્રાઇવસીનો ભંગ

કોઈની મંજૂરી વગર તેના શબ્દો રેકોર્ડ કરવા તેની પ્રાઇવસીનો ભંગ ગણાય છે. જો કોઈ વ્યક્તિ કોઈની કૉલ તેને જાણ કર્યા વગર રેકોર્ડ કરે અને પછી તેનો ઉપયોગ ધમકાવવાના, બ્લેકમેલ કરવાના કે અન્ય ખોટી રીતે કરે તો મુશ્કેલી ઘણી વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. થઈ શકે છે કડક કાર્યવાહી

એવા કેસમાં પીડિત વ્યક્તિ ફરિયાદ તો કરી જ શકે છે પરંતુ આરોપી સામે કડક કાર્યવાહી પણ થઈ શકે છે. ભારતીય સંવિધાન હેઠળ ગોપનીયતા એક મૂળભૂત અધિકાર છે. આ કારણસર કૉલ રેકોર્ડિંગ જેવા મુદ્દાઓને અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કાયદો શું કહે છે?

હવે સવાલ એ થાય છે કે કૉલ રેકોર્ડિંગ પર કયા નિયમો લાગુ પડે છે? BNSની કલમ 355 અને 356 હેઠળ પરવાનગી વગર કૉલ રેકોર્ડ કરવા પર બદનામી અને અપમાનના કેસ થઈ શકે છે. તેને ગોપનીયતાનો ભંગ માનવામાં આવે છે. આ માટે આરોપીને ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડ બંને થઈ શકે છે.જો આ રેકોર્ડિંગનો ઉપયોગ બ્લેકમેલ કે ધમકી આપવા માટે થાય તો સજા વધુ કડક થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Call recording rules Call Recording Law Right To Privacy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ