બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:51 PM, 16 June 2025
Iraq israel war : મધ્ય પૂર્વમાં ફરી એક યુદ્ધ શરૂ થયું છે. જ્યાં ઈરાન અને ઈઝરાયલ એકબીજા પર હુમલો કરી રહ્યા છે. ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓ પર હુમલો કરીને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બંને દેશો વચ્ચેની લડાઈની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે કારણ કે તેલના ભાવમાં ભારે વધારો થયો છે.
ADVERTISEMENT
ઇઝરાયેલ-ઇરાન વચ્ચે ચાલી રહ્યું છે ઘર્ષણ
ગયા અઠવાડિયાથી ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ છે. ઈરાન-ઈઝરાયલ લડાઈએ કાચા તેલના ભાવમાં વધારો થયો છે. તે દરમિયાન ઈરાકના વિદેશ મંત્રીએ એવું નિવેદન આપ્યું છે જેનાથી તેલના ભાવમાં વધારો થવાની ચિંતા વધુ વધી ગઈ છે. ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસૈને જર્મન વિદેશ મંત્રી જોહાન વાદેફુલ સાથે ફોન પર વાતચીત દરમિયાન ચેતવણી આપી છે કે, મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે તેલના ભાવ પ્રતિ બેરલ $300 સુધી વધી શકે છે. તેમણે કહ્યું કે, જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરે છે, તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે.
ADVERTISEMENT
ઇઝરાયેલ સતત મિસાઇલમારો કરી રહ્યું છે
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે સંઘર્ષ ગુરુવારે રાત્રે ઈરાન પર ઈઝરાયલી હુમલાથી શરૂ થયો હતો. જેમાં ઈરાનના લશ્કરી અને પરમાણુ થાણાઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. હુસૈન કહે છે કે જો લશ્કરી કાર્યવાહી શરૂ થાય છે, તો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $200 થી $300 સુધી વધી શકે છે. તેમણે કહ્યું કે, આનાથી યુરોપિયન દેશોમાં ફુગાવાના દરમાં ભારે વધારો થશે અને ઇરાક જેવા તેલ નિકાસ કરતા દેશો માટે સપ્લાય કરવું મુશ્કેલ બનશે.
ADVERTISEMENT
ઇરાકી વિદેશમંત્રીએ ચિમકી ઉચ્ચારી
ઇરાકી વિદેશ મંત્રીએ કહ્યું કે, હોર્મુઝનો અખાત બંધ થવાથી ગલ્ફ દેશો અને ઇરાકના વૈશ્વિક બજારમાં તેલ પુરવઠામાં દરરોજ લગભગ 5 મિલિયન બેરલનો ઘટાડો થઈ શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : છોટાઉદેપુરમાં વરસાદે છોતરાં કાઢ્યા,સંખેડામાં બે કલાકમાં 5 ઈંચ વરસ્યો, પાણીદાર માહોલ
ક્રૂડ ઓઇલના પુરવઠા માટે હોર્મુઝનો અખાત ખૂબ જ મહત્વપૂર્ણ છે
ADVERTISEMENT
હોર્મુઝનો અખાત એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. જેના દ્વારા વિશ્વના લગભગ 20% તેલ પુરવઠો વહે છે. શનિવારે, ઈરાની સાંસદ અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર ઇસ્માઇલ કુસારીએ કહ્યું કે તેમનો દેશ હોર્મુઝના અખાતને શિપિંગ માટે બંધ કરવાનું ગંભીરતાથી વિચારી રહ્યો છે.
ઇરાન નિયંત્રિત દરિયાઇ માર્ગ પણ ઠપ્પ થઇ શકે છે
ADVERTISEMENT
હોર્મુઝનો અખાત આઠ ટાપુઓનો બનેલો દરિયાઈ માર્ગ છે. જેમાંથી સાત ઇરાન દ્વારા નિયંત્રિત છે. ગલ્ફની એક બાજુ અમેરિકા તરફી આરબ દેશો છે અને બીજી બાજુ ઈરાન છે. આ ખાડીમાં બે દરિયાઈ માર્ગો છે જે જહાજોની અવરજવરને સરળ બનાવે છે. તેલ વેપારની દ્રષ્ટિએ આ ખાડી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે વિશ્વના સૌથી મોટા તેલ ટેન્કર અને જહાજો અહીંથી પસાર થાય છે.
એશિયા,અમેરિકા, યુરોપ પર સૌથી વધારે ખતરો
મધ્ય પૂર્વનું તેલ આ માર્ગ દ્વારા એશિયા, અમેરિકા, યુરોપ અને વિશ્વના અન્ય બજારોમાં પહોંચે છે. 2023 માં, આ ખાડીમાંથી દરરોજ 2.09 કરોડ બેરલ તેલ પસાર થતું હતું. જે વિશ્વના પેટ્રોલિયમ વપરાશના 20% છે. આ ઉપરાંત, 2023 માં જ આ માર્ગ દ્વારા 8 કરોડ કુદરતી ગેસ (LNG)નું પરિવહન કરવામાં આવ્યું હતું.
વિશ્લેષકો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
વિશ્લેષકો કહે છે કે, જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરે છે, તો તેલ બજારમાં ગભરાટની સ્થિતિ ઊભી થઈ શકે છે. જેપી મોર્ગન વિશ્લેષકોનો અંદાજ છે કે જો આવું થાય, તો તેલની કિંમત પ્રતિ બેરલ $130 સુધી વધી શકે છે. તે જ સમયે, કેટલાક અન્ય વિશ્લેષકો કહે છે કે, પરિસ્થિતિ આનાથી પણ વધુ ગંભીર હોઈ શકે છે અને તેલના ભાવ પ્રતિ બેરલ $300 સુધી પહોંચી શકે છે.
ઇઝરાયેલ વિશ્વ યુદ્ધ પેદા કરે તેવી સ્થિતિ
જ્યારે ઇઝરાયલે ગુરુવારે રાત્રે ઇરાન પર હુમલો કર્યો, ત્યારે શુક્રવારે સવારે તેલના ભાવ અચાનક ઘણા વધી ગયા. વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 7% વધીને $74.23 પ્રતિ બેરલ થયો. જોકે ઇઝરાયલે હુમલાઓમાં ઇરાનની મુખ્ય તેલ નિકાસ સુવિધાઓને નિશાન બનાવી નથી. વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે ઇઝરાયલી હુમલાઓ તેલ પુરવઠાને ગંભીર અસર કરી શકે છે.
હાલમાં પેટ્રોલ પ્રતિ બેરલ 70-75 ડોલર ભાવ ચાલી રહ્યો છે. જો ઇરાની વિદેશમંત્રીએ ઉચ્ચારેલી ચિમકી અનુસાર 300 ડોલર પ્રતિબેરલે ભાવ પહોંચે તો ચાર ગણોભાવ વધારો થયો. તેના પર વિવિધ ટેક્સ અને તેલ કંપનીઓનાં પ્રોસેસિંગ ચાર્જ અને પેટ્રોલ પંપના કમિશન સહિતની ગણતરી કરીએ તો પેટ્રોલ 500 રૂપિયા કરતા પણ વધારે કિંમતે 1 લિટર મળે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.