બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / છોટાઉદેપુરમાં વરસાદે છોતરાં કાઢ્યા,સંખેડામાં બે કલાકમાં 5 ઈંચ વરસ્યો, પાણીદાર માહોલ
Last Updated: 06:26 PM, 16 June 2025
ગુજરાતમાં સમયસર ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસારાઈ ગઈ છે સાથે જ ખેડૂતો આનંદમાં છે. જો કે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ થઇ છે. જનજીવન ખોરવાયું છે.
ADVERTISEMENT
ગુજરાતના છોટાઉદેપુરના સંખેડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી નેશનલ હાઈવે-56 પર અને ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો છે જેથી ખેડૂતોએ કપાસનું વાવેતર શરૂ દીધું છે.
છોટાઉદેપુરના સંખેડામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા, જુઓ વીડિયો#chhotaudepur #GujaratRain #RainGujarat #RainInGujarat #WeatherForecast #RainForecast #VTVDigital pic.twitter.com/QCgVk4UlqP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2025
ADVERTISEMENT
નવસારી જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ
નવસારીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના ગણદેવી, બીલીમોરા, ચીખલી પંથકમાં વરસાદ ખાબક્યો છે. વરસાદી માહોલને કારણે ઉકળાટ વચ્ચે ઠંડક પ્રસરતાની સાથે જન જીવન થયુ પ્રભાવિત થયું છે.
ADVERTISEMENT
વડોદરામાં વરસાદ
વડોદરા શહેરમાં ફરી શરૂ થયો વરસાદ જેમાં સાવલી ,ડભોઇ, વાઘોડિયા તાલુકામાં પણ વરસાદ આવ્યો છે. ચોમાસુ સમયસર શરૂ થતા ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. જેમાં સયાજીગંજ, રાવપુરા, ફતેહગંજ, ગોત્રી, ચાર દરવાજા, નિઝામપુરા, ખંડેરાવ માર્કેટ, જેલ રોડ વિસ્તારમાં વરસાદ ખાબક્યો.
ADVERTISEMENT

સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો
ADVERTISEMENT
અમરેલીના સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. મેરીયાણા, ગોરડકા, ખડસલી, વીજપડી, લુવારા, ગાધકડા, લીખાળા, ભમ્મર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. મેરીયાણાની ફુલઝર નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સાવરકુંડલામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજુલામા 4 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.
વધુ વાંચો:VIDEO: ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, સવા 9 ઇંચ વરસાદ ખાબક્યો, 40 બાળકો કોઝ-વેમાં ફસાયા
ADVERTISEMENT
રાજ્યના 124 તાલુકામાં વરસાદ
આજે સવારે 6 થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 124 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં જેસરમાં 9.5 ઈંચ, પાલિતાણામાં સવા 8 ઈંચ, મહુવામાં 7.5 ઈંચ, સાવરકુંડલામાં 5.5 ઈંચમ, રાજુલામાં 4.5 ઈંચ, ગારીયાધારમાં સવા 4 ઈંચ, લિલિયામાં પોણા 4 ઈંચ, સિહોર અને તળાજામાં 4 ઈંચ, ખાંભામાં પોણા 3 ઈંચ, જૂનાગઢ અને અમરેલીમાં 3 ઈંચ, જેતપુરમાં સવા 2 ઈંચ, ઉના, ઘોઘા, ઉમરગામ, ભાવનગર, વંથલી, સુત્રાપાડા અને ભાણવડમાં 2 ઈંચ, જાફરાબાદ, મેદરડા, કલ્યાણપુર, તલાલા, ડોલવણ અને ભેસાણમાં 1.5 ઈંચ, અંકલેશ્વર અને તલોદમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.