બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / VIDEO: ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, સવા 9 ઇંચ વરસાદ ખાબક્યો, 40 બાળકો કોઝ-વેમાં ફસાયા
Last Updated: 04:24 PM, 16 June 2025
સૌરાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી થઇ છે. ત્યારે આજ સવારથી ભાવનગરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારથી પડી રહેલા વરસાદને પગલે ભાવનગરવાસીઓને આકરી ગરમીમાંથી રાહત મળી છે.. જો કે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ થઇ છે. જનજીવન ખોરવાયું છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહોર દોડી ગઇ છે.
ADVERTISEMENT
ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ સાથે જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદના લીધે જળાશયોમાં નવા નીર આવ્યા આવ્યા સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસારાઈ ગઈ છે. જેથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે.
ભાવનગરમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો, કેડ સમાં પાણીમાં સ્કૂલના બાળકો ફસાયા#bhavnagar #rainingujarat #bhavnagarrain #gujaratinews #vtvdigital pic.twitter.com/YCkYk1u8pU
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2025
ADVERTISEMENT
ભાવનગર જિલ્લામાં જેસર તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેસર તાલુકામાં સવા 9 ઇંચ વરસાદ નોંધાયો છે આ સિવાય શાંતિનગર, તાતણીયા, ઈટીયા, કરલા, સરેરા, કોટામોઈ, બિલા, અયાવેજ, રાણપડા, છાપરીયાળી, દેપલા સહિતના ઘણા ગામોમાં પણ વરસાદ આવ્યો છે.
પરંતુ પહેલા વરસાદે જ ભાવનગરનું તલગાજરડા ડૂબ્યું, ગામમાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન સર્વોદય સ્કૂલના 40 બાળકો નદીના કોઝ-વેમાં ફસાયા છે. બાળકો શાળાએથી છૂટીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે પાણીના ધસમસતા પ્રવાહ બાળકો વચ્ચે ફસાયા છે, જેથી તંત્ર દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવી ગયું છે.
ADVERTISEMENT
આ સિવાય ભાવનગરના નીચા કોટડા, કળસાર, નૈપ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ આવ્યો છે ત્યારે મહુવા તાલુકામાં 6 ઇંચથી વધુ વરસાદને કારણે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે.
વધુ વાંચો: LIVE: પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ પહોંચ્યો, ભીની આંખે લોકો આપી રહ્યા છે છેલ્લી વિદાય
ADVERTISEMENT
ભાવનગર શહેરમાં વરસાદી માહોલ સાથે અલગ અલગ શહેરમાં ધોધમાર વરસાદ આવ્યો છે જેમાં પાલીતાણામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો, સિહોર, તળાજા અને મહુવામાં ખાબક્યો 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.