Petition in Gujarat High Court on the issue of Ajan in the mosque the petitioner and the lawyer received threats.
અમદાવાદ /
મસ્જિદમાં વાગતી અજાન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી,અરજદાર અને વકીલને મળી ધમકી, સરકારે શું કાર્યવાહી કરી તેનો જવાબ રજૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ
મસ્જિદમાં વાગતી અજાન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી બાદ અરજદાર, વકીલને ધમકી મળી હતી. જેને લઈને હવે ગાંધીનગર બજરંગ દળના સંયોજકે જાહેર હિતની અરજીમાં અરજદાર તરીકે જોડાવાની પરવાનગી માંગી હતી.
મસ્જિદમાં વાગતી અજાન મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં અરજી
HCમાં જાહેર હિતની અરજી કરનારા અરજદાર અને વકીલને મળી ધમકી
ધમકી મળવા મુદ્દે બજરંગ દળે મુદ્દો ઉઠાવ્યો
મસ્જિદોના લાઉડ સ્પીકરમાં વાગતી અજાનના મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી કરનાર અરજદાર અને તેના વકીલને ધમકી મળતા હવે આ મામલે બજરંગ દળે ઝંપલાવ્યું છે. મહત્વનું છે કે ગાંધીનગર બજરંગ દળના સંયોજકે આ જાહેર હિતની અરજીમાં અરજદાર તરીકે જોડાવાની પરવાનગી માંગી હતી જેને હાઇકોર્ટે મંજૂરી પણ આપી છે.
12 એપ્રિલ સુધીમા સોગંદનામું રજૂ કરવા નિર્દેશ
મસ્જિદોમાં વાગતી અજાનના પગલે લોકોને પરેશાની થતી હોવાનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં લઈ જવાયો હતો. એટલું જ નહીં ગાંધીનગરમા બનેલ ગેરકાયદે મસ્જિદોનો પણ મુદ્દો અરજીમાં ઉઠ્યો હતો. ત્યારે આ મામલે સરકાર શુ નિર્ણય લઈ રહી છે. તે કાર્યવાહીનું 12 એપ્રિલ સુધીમા સોગંદનામું રજૂ કરવા નિર્દેશ અપાયો છે.
ધ્વનિ પ્રદુષણ મામલે હાઇકોર્ટે કહ્યું
બીજી બાજુ લાઉડ સ્પીકર અને ડીજેના કારણે ફેલાતા ધ્વનિ પ્રદુષણના મામલે હાઇકોર્ટ દ્વારા સરકારને મહત્વનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ મંગલપ્રસંગની ઉજવણી દરમિયાન પાર્ટી, કમિટી હોલ સહિતના સ્થળો પ્રસંગ અનુસંધાનની જાણકારી સ્થાનિક પોલીસને આપવી પડશે તેમ જણાવ્યું છે.વધુમાં ધ્વનિ પ્રદૂષણ અંગેની ફરિયાદોને પોલીસ સરળતાથી ન લે તેવી ટકોર પણ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી આમ ધ્વનિ પ્રદુષણ અંગે સરકાર પગલાં લે તેવી સૂચના અપાઈ હતી.