બ્રેકિંગ ન્યુઝ
Nirav
Last Updated: 07:52 PM, 2 March 2021
ADVERTISEMENT
આ સમયે ફિલ્મ સીટીના ગેટથી થોડે જ દૂર પહેલા એક સરદારે અજય દેવગણની કારને રોકી દીધી હતી, અને પછીથી તેને ખેડૂત આંદોલન વિશે પોતાનું મૌન તોડવાનું કહ્યું હતું.
Maharashtra: A person has been arrested for stopping actor Ajay Devgan's car over his tweet regarding farmers' protest, in Goregaon area of Mumbai today morning, say police pic.twitter.com/QG9Nc3CxF6
— ANI (@ANI) March 2, 2021
ADVERTISEMENT
ખેડૂત સમર્થક સાથે એક્ટરને થયો સામનો
મંગળવારે સવારે 9 વાગ્યે ખેડૂત આંદોલનના એક સમર્થક સાથે બૉલીવુડ અભિનેતા અજય દેવગણનો સામનો થયો હતો, અને પોતાની એક ફિલ્મના શૂટિંગ માટે ગોરેગાંવ ઇસ્ટની ફિલ્મ સીટી બાજુ જઈ રહેલા એક્ટરની કારને આ સમર્થકે રોકી દીધી હતી. જો કે આવું કરવા વાળા સરદારને પછીથી પોલીસે પકડી લીધો હતો.
સરદારે અજય દેવગણને કહ્યું હતું કે દિલ્હીમાં ખેડૂતો આટલા લાંબા સમયથી આંદોલન કરી રહયા છે, પરદેશન કરી રહ્યા છે પણ તમે તેમના સમર્થનમાં કોઈ ટ્વીટ શું કામ નથી કરી રહયા. લગભગ 15 મિનિટ સુધી કારને રોકી રાખનાર આ સરદારને દિંડોશી પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને અજય દેવગણને રેસ્ક્યુ કરીને ફિલ્મ સિટીની અંદર તેમના સેટ સુધી પહોંચાડી દેવામાં આવ્યા હતા.
સરદારનું નામ રાજદીપ સિંહ છે
અજય દેવગણની કારને રોકવા વાળા આ સરદારનું નામ રાજદીપ સિંહ છે જેમનું કહેવું છે કે તેમણે માત્ર અજય દેવગણ સાથે ખેડૂતોના હકની વાત કરવી હતી, તેમાં કોઈ મોટો ગુનો નથી, માટે તેને ખબર નથી પડતી કે શા માટે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
ઘટના સમયે આ સરદારે એક્ટરને પંજાબીમાં કહ્યું હતું કે શરમ કરો, શરમ કરો, તમે પંજાબની વિરુદ્ધમાં છો, શરમ કરો...'આ સમયે આસપાસમાં ઉભા રહેલા લોકોએ પણ સરદારને હટાવવાની કોશિશ કરી હતી, જો કે સરદાર અડગ હતો અને હટવા માટે રાજી નહોતો, આ સમયે તે એક્ટર પર બૂમો પણ પાડી રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.