બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / વિશ્વ / People traveling from India to Nepal can now make payments there through UPI

મોટો નિર્ણય / વધુ એક દેશમાં ભારતીયોને QR કોડને લઇ રાહત અપાઇ, કરી શકાશે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, જાણો પેમેન્ટ લિમિટ

Priyakant

Last Updated: 02:27 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nepal UPI Latest News: નેપાળના પેમેન્ટ ઓપરેટર PhonePe અને ભારતના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) વચ્ચેના કરાર બાદ સામાન્ય લોકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી

Nepal UPI : ભારતથી નેપાળ જતા લોકો હવે UPI દ્વારા ત્યાં પેમેન્ટ કરી શકશે. નેપાળના પેમેન્ટ ઓપરેટર PhonePe અને ભારતના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) વચ્ચેના કરાર બાદ સામાન્ય લોકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે તેઓ UPI દ્વારા પણ પૈસા ખર્ચી શકશે. દરરોજ ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો નેપાળના બજારોમાં ખરીદી માટે આવે છે. ઓનલાઈન પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે ખરીદી માટે જતા લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

હવે જે લોકો ભારતમાં VIM UPI અને PhonePe પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યાં છે તેઓ નેપાળમાં QR દ્વારા પેમેન્ટ કરી શકશે. આ સેવાનો લાભ લેવા માટે, ભારતીય વપરાશકર્તાઓએ PhonePe અથવા Vim એપમાં આંતર-રાષ્ટ્રીય UPI ચુકવણીઓ સક્રિય કરવાની જરૂર છે. આ પછી જ્યારે તેઓ નેપાળ આવશે ત્યારે તેઓ ફોન પર QR સ્કેન કરીને ચુકવણી કરી શકશે. આ સેવા શરૂ થયા બાદ દરરોજ ભારતથી નેપાળ આવતા 800થી વધુ લોકોને આ સરહદી વિસ્તારના બજારોમાં ઈચ્છિત રીતે ઓનલાઈન પેમેન્ટનો લાભ મળશે.

File Photo

આ તરફ  નેપાળ કોમ્યુનિકેશન કંપનીના પ્રભારી લોકેશ સઈદે જણાવ્યું હતું કે ભારતીય પ્રવાસીઓને આ સુવિધાનો ઘણો ફાયદો થશે. નેપાળી નાગરિકોએ હજુ પણ UPI સહિત અન્ય ઓનલાઈન પેમેન્ટ માટે રાહ જોવી પડશે. એ પણ જાણી લો કે UPI એક એવી સિસ્ટમ છે જેના દ્વારા ઓનલાઈન ઈન્સ્ટન્ટ પેમેન્ટ કરવું શક્ય છે.તેની મદદથી, બે પક્ષકારો મોબાઇલ પ્લેટફોર્મ પર એકબીજાને પૈસાની લેવડદેવડ કરી શકે છે.

વધુ વાંચો: H-1B Visaનું રજિસ્ટ્રેશન 6 માર્ચથી થશે શરૂ, જાણો કયા ફોર્મ ક્યારથી ભરી શકાશે

નેપાળના 2 હજારથી વધુ ભૂતપૂર્વ સૈનિકોને લાભ મળશે
ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા નેપાળના 2 હજારથી વધુ ભૂતપૂર્વ સૈનિક પેન્શનરોને તેમના દેશમાં ખરીદી કરતી વખતે આ સેવાનો લાભ મળશે. તેઓ બેંકની મુલાકાત લીધા વિના નેપાળમાં જ દર મહિને UPIC માંથી ખરીદી કરી શકશે. તમને જણાવી દઈએ કે, નેપાળના 2 હજારથી વધુ ભૂતપૂર્વ સૈનિક પેન્શનરો તેમની પેન્શન લેવા માટે ઝુલાઘાટ, જૌલજીબી, ધારચુલા આવે છે. UPIC તરફથી ચૂકવણીની સુવિધા મળ્યા બાદ તેમને પણ રાહત મળશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ સુવિધા હેઠળ, ચુકવણી દરમિયાન વસૂલવામાં આવનારી સેવા ફી વોલેટ અને નાણાકીય સંસ્થાઓ પોતે જ નક્કી કરશે. ભારતીય ગ્રાહકો નેપાળમાં પેમેન્ટ કરી શકશે, પરંતુ નેપાળી ગ્રાહકો માટે સમય લાગશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ