બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / NRI News / વિશ્વ / h-1b visa registration start date announced know where and how to apply

ચલો અમેરિકા / H-1B Visaનું રજિસ્ટ્રેશન 6 માર્ચથી થશે શરૂ, જાણો કયા ફોર્મ ક્યારથી ભરી શકાશે

Bhavin Rawal

Last Updated: 11:23 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે અમેરિકા કામ કરવા માટે જવા ઈચ્છો છો, તો આ આર્ટિકલમાં H-1B વિઝાની અરજી ક્યારથી કરવી, કયા દસ્તાવેજ જોઈશે તેની બધી જ માહિતી આપવામાં આવી છે.

આગામી વર્ષો માટે H-1Bનું રજિસ્ટ્રેશન 6 માર્ચથી શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે અમેરિકન ગર્વનમેન્ટનું કહેવું છે કે તેઓ ગ્રીન કાર્ડનો બેકલોગ ઘટાડવા પર અને H-1B Visaના પ્રોસેસિંગમાં લાગતા સમયને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બેકલોગ ઘટાડશે બાઈડેન સરકાર

તાજેતરમાં જ વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જિનપીયરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે H-1B Visaની પ્રક્રિયા અને ગ્રીન કાર્ડ માટેની અરજીઓના બેકલોગને ઘટાડવા માટે બાઈડેન સરકાર કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે નોન ઈમિગ્રન્ટ વિઝા ગણાતા H-1B વિઝા અંતર્ગત અમેરિકન કંપનીઓ એવા વિદેશી નાગરિકોને નોકરી રાખી શકે છે, જેઓ ખાસ પ્રકારની સ્કીલ્સ ધરાવતા હોય. 

સિસ્ટમ સુધારવા પર અપાઈ રહ્યું છે ધ્યાન

પ્રેસ સેક્રેટરી જીનપિયરેએ ઈમિગ્રેશન સિસ્ટમને વધુ સારી બનાવવા માટે તાજેતરમાં જ અમેરિકા દ્વારા લેવાયેલા પગલાઓની પણ વાત કરી. તેમણે કહ્યું કે હજી ગયા મહિને જ DHS દ્વારા H-1B વિઝાને લઈને નવો નિયમ બનાવવામાં આવ્યો છે. આ પગલાઓ જણાવી રહ્યા છે કે અમેરિકન સરકાર H-1B વિઝાને લઈને આવતી અડચણો દૂર કરવા પર કામ કરી રહી છે. અમેરિકા H-1B વિઝાની સિસ્ટમ સુધારવા પર ધ્યાન આપી રહી છે.

 

કરાઈ છે આ ખાસ જાહેરાત

આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે US Citizenship and Immigration Services એટલે કે  USCIS દ્વારા myUSCIS ઓર્ગેનાઈઝેશનલ અકાઉન્ટ્સની પણ જાહેરાત કરવામાં આવી છે.  આ અકાઉન્ટ્સ એક જ કંપનીના જુદા જુદા કર્મચારીઓને અને તેમના વકીલોને એચ વનબી વિઝાના રજિસ્ટ્રેશન અને અરજી પર એક સાથે કામ કરવાની પરવાનગી આપે છે.  આ પ્રકારની કામગીરીને કારણે એચ-વનબી વિઝાની અરજીમાં આવતી ટેક્નિકલ મુશ્કેલીઓ દૂર થશે અને વકીલોનું કામ પણ સરળ બનશે.

ફાઈલ ફોટો

આ રીતે કરી શકાશે વિઝા અરજી 

સાથે જ USCIS દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે આગામી વર્ષ 2025 માટે H-1B વિઝાની ઈ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી રીતે કામ કરશે. આ વિઝા કેટેગરીમાં જે લોકો રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છે છે તેમણે 6 માર્ચથી 22 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરવી પડશે અને જરૂરી ફીઝ જમા કરાવવી પડશે.

આ ડોક્યુમેન્ટ્સ રેડી રાખજો.

જે પણ વ્યક્તિ એચ-વનબી વિઝા માટે રજિસ્ટ્રેશન અથવા અરજી કરી રહ્યા છે, તેમણે પોતાના વેલિડ પાસપોર્ટ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સની માહિતી આપવાની રહેશે. આ દસ્તાવેજોમાં આપેલી ઈન્ફોર્મેશન, તમે અમેરિકા જવા માટે જે દસ્તાવેજ રજૂ કરશો, તેમાં હોય તેવી જ હોવી  જરૂરી છે.  

ઓનલાઈન ફાઈલિંગ પ્રક્રિયા

આ ઉપરાંત માર્ચ મહિનાથી નાગરિકો H=1B વિઝાની અરજી માટે ફોર્મ I-129 અને ફોર્મ I-907 પણ ઓનલાઈન ભરી શકે છે. 1 એપ્રિલના રોજથી અન્ય એચ-વનબી વિઝાની અરજી માટે ઓનલાઈન ફાઈલિંગની પ્રક્રિયા પણ શરૂ થઈ જશે.  

વધુ વાંચો: યુરોપિયન દેશમાં વર્ક વિઝા મેળવવાની તક: 1 લાખ 51 હજાર લોકોને અપાશે વર્ક પરમિટ, જાણો શરતો

અમેરિકાના આ વિઝા અપ્લાય કરવા ઈચ્છતા નાગરિકોને કોઈ પણ સમસ્યા ન પડે, તેઓ પ્રોસેસને સમજી શકે તે માટે USCIS દ્વારા એક ખાસ ટેક ટોક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુઝર્સને જે પણ સવાલો અંગે મૂંઝવણ હોય તેના જવાબો આપવામાં આવ્યા હતા. 
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ