બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / people evacuated, schools closed in these districts, NDRF teams deployed, rain lashed Gujarat in a single day

જનજીવન અસ્તવ્યસ્ત / 9613 લોકોનું સ્થળાંતર, આ જિલ્લાઓમાં શાળા બંધ, NDRFની ટીમો ડિપ્લોય, એક જ દિવસમાં ગુજરાતને વરસાદે બરાબરનું ધમરોળ્યું

Vishal Khamar

Last Updated: 11:30 PM, 17 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદને લઈ એસડીઆરએફ તેમજ એનડીઆરએફ ટીમો એલર્ટ પર છે. તો પાંચ જીલ્લામાંથી કુલ 9613 લોકોને સ્થળાંતરિત કરાયા છે. તો દાહોદનાં અમરગઢ અને પંચ પીંપળીયામાં ભારે વરસાદનાં પગલે લેન્ડ સ્લાઈડિંગ થતા વડોદરા થી રતલામ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. તો કાલે વડોદરા જીલ્લાનાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં શાળાઓમાં આવતીકાલે શિક્ષણ કાર્ય બંધ રહેશે.

  • ભારે વરસાદને કારણે પાંચ જીલ્લામાં 9613 લોકોને સ્થળાંતરિત કરાયા
  • રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીને લઈ NDRF અને SDRFની ટીમો એલર્ટ પર
  • ગોધરા-રતલામ વચ્ચે ટ્રેન વ્યવહાર ખોરવાતા મુસાફરો અટવાયા

પાંચ જિલ્લામા 9613 લોકો ને સ્થળાંતરિત કરાયા
ભારે વરસાદ અને નર્મદામાં પૂરની સ્થિતિનાં કારણે પાંચ જીલ્લામાં કુલ 9613 લોકોને સ્થળાંતરિત કરાયા હતા. જેમાં ભરૂચ જીલ્લામાં 5744, નર્મદા જીલ્લામાં 2317,  વડોદરા જીલ્લામાં 1462 લોકો, દાહોદ જીલ્લામાં 20 તો પંચમહાલ જીલ્લામાં 70 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. ત્યારે પાંચ જીલ્લામાં પાણીમાં ફસાતા 207 લોકોને રેસ્ક્યું કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીને લઈ NDRF અને SDRFની ટીમો એલર્ટ પર
ભારે વરસાદનાં કારણે રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીને લઈ NDRF અને SDRF ની ટીમો એલર્ટ પર છે. ભરૂચ અને જૂનાગઢમાં 1-1, નર્મદામાં-2 NDRF ની ટીમ એલર્ટ પર છે. જ્યારે પંચમહાલ, રાજકોટ અને વડોદરામાં NDRF ની 1-1 ટીમ એલર્ટ પર છે. તેમજ બનાસકાંઠા, ભરૂચ અને દાહોદમાં SDRF ની 1-1 ટીમ તૈનાત છે. તેમજ નર્મદા અને વડોદરામાં 3-3 ટીમ એલર્ટ પર છે. 

દાહોદ રેલ્વેલાઈન પર જમીન ધસી પડતા ટ્રેન વ્યવહાર ખોરવાયો
દાહોદ રેલ્વેલાઈન પર જમીન ઘસી પડતા પશ્ચિમ રેલ્વ તંત્ર પ્રભાવિત થયું છે. દાહોદમાં પશ્ચિમ રેલ્વેનાં પેરામીટર ખરાબ થતા અનેક ટ્રેનોને અસર થઈ છે. જેને લઈ દાહોદથી રતલામ સેક્શનમાં એક તરફનો ટ્રેન વ્યવહાર બંધ થતા મુસાફરો અટવાયા હતા. અમરગઢ અને પંચ પીંપળીયામાં ભારે વરસાદને લઈ જમીન ધસી ગઈ છે. રેલ્વે અપ લાઈન બંધ જાહેર કરાતા રેલ્વે વ્યવહાર ખોરવાયો છે. ત્યારે 11 સુપર ફાસ્ટ ટ્રેન઼ ડાયવર્ટ, 9 ટ્રેન રદ્દ, 4 ટ્રેનનોને ટૂંકાવી દેવામાં આવી જ્યારે 4 ટ્રેનોનાં ટાઈમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 પૂરગ્રસ્ત ગામોની પ્રાથમિક - માધ્યમિક - ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં આવતીકાલે શિક્ષણ કાર્ય બંધ રહેશે

હાલમાં વરસી રહેલા વધુ વરસાદને કારણે વડોદરા જિલ્લાના નદીકાંઠાના કેટલાક વિસ્તારોમાં મહીસાગર તથા નર્મદા નદીમાં પૂરની અસર વર્તાઈ રહી છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતા કોઈ દુર્ઘટના ન ઘટે તે હેતુથી વરસાદના પાણીથી પૂરગ્રસ્ત ગામોની પ્રાથમિક, સરકારી, ગ્રાન્ટેડ ,નોન ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જરૂર જણાયે શિક્ષણ કાર્ય બંધ રાખવા શાળાના આચાર્યએ પોતાની કક્ષાએથી બાળકોના હિતમાં નિર્ણય લઇ આવતીકાલ તા. ૧૮.૦૯.૨૦૨૩ ને સોમવારના રોજ આવી અસરગ્રસ્ત શાળાઓમાં શિક્ષણ કાર્ય બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ