બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / PCB Big Announcement Ahead T20 World Cup Babar Azam again got the captaincy

ક્રિકેટ / T20 વર્લ્ડ કપ પહેલા PCBની મોટી જાહેરાત, શાહીન આફ્રિદી પાસેથી છીનવાઈ કેપ્ટન્સી

Megha

Last Updated: 12:02 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાબર આઝમને ફરી એકવાર પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ મળી છે.

પાકિસ્તાન ક્રિકેટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે હવે શાહીન આફ્રિદી પાસેથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ છે અને બાબર આઝમને ફરી એકવાર ODI અને T-20 ક્રિકેટમાં ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 

મોહસિન નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના નવા અધ્યક્ષ બન્યા બાદ ક્રિકેટ ટીમમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. એવામાં હવે નકવીએ પોતે બાબરને આ જવાબદારી સોંપી છે. આ સાથે શાહીન આફ્રિદી હવે T-20 ક્રિકેટનો કેપ્ટન રહેશે નહીં. 

એ વાત તો જાણીતી જ છે કે ODI વર્લ્ડ કપ 2023 બાદ પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આ પછી શાન મસૂદને ટેસ્ટ અને શાહીન આફ્રિદીને T20 ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ શાહીન આફ્રિદી પાસેથી કેપ્ટન્સી છીનવાઈ ગઈ છે. 

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે સફેદ બોલના ક્રિકેટ માટે નવા કેપ્ટનની જાહેરાત કરી છે અને ફરી એકવાર બાબર આઝમને પાકિસ્તાન ટીમનો કેપ્ટન બનાવ્યો છે. જોકે, આ વખતે તે સફેદ બોલની ક્રિકેટમાં ટીમનું નેતૃત્વ કરશે અને શાન મસૂદ ટેસ્ટમાં કેપ્ટનશિપ ચાલુ રાખશે.  

વધુ વાંચો: લખનૌની જીત બાદ પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર, CSK ટોપ પર તો MI પહોંચી સૌથી છેલ્લે 10માં નંબર પર

જાણીતું છે કે બાબરે 43 વનડેમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ કરી છે, જેમાં 26 મેચ જીતી અને 15 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 20 મેચમાં કેપ્ટનશિપ કરી છે. ટીમે 10માં જીત અને 6માં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે 4 મેચ ડ્રો રહી છે. 71 T-20 મેચોમાંથી, ટીમ 42 જીતી અને 23 હારી. ODI, ટેસ્ટ અને T-20માં જીતની ટકાવારી અનુક્રમે 60.46, 62.50 અને 64.61 રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ