ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Parthiv Patel kept wickets with nine fingers throughout his career

ખુલાસો / પાર્થિવ પટેલે 9 આંગળીઓની સાથે આખા કરિયરમાં વિકેટકીપિંગ કરી હતી, ખુલ્યું રહસ્ય

Published By: Juhi

Last Updated: 12:48 PM, 26 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક એવો વિકેટકીપર પણ છે જેણે 9 આંગળીઓની મદદથી પૂરા કરિયરમાં વિકેટકીપિંગ કરી હોય અને તે બીજુ કોઇ નહી પરંતુ પાર્થિવ પટેલ છે

ADVERTISEMENT

આ ખેલાડીએ ટીનેજમાં જ ટીમ ઇન્ડિયાના વિકેટકીપર તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. પાર્થિવ પટેલ 2003 ના વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો ભાગ હતો, આ સિવાય તેણે ટીમ ઇન્ડિયા માટે ટેસ્ટ ક્રિકેટ પણ રમ્યુ અને 9 આંગળીઓની મદદથી શાનદાર વિકેટકીપિંગ કર્યુ.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy me after a satisfying training session...#gujarat #vijayhazaretrophy

A post shared by parthiv patel (@parthiv9) on

9 આંગળીઓથી ત્યાં સુધી વિકેટકીપિંગ કરી રહ્યા પાર્થિવ પટેલને મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં આવ્યા પછી ઓછી તક મળી. થોડા જ વર્ષોમાં એમ એસ ધોની કેપ્ટન બની ગયો અને તે પછી પાર્થિવ પટેલ ટીમ ઇન્ડિયા માટે વધારે ના રમી શક્યો. જોકે પાર્થિવ પટેલ જ નહી પરંતુ ભારતના ઘણા એવા વિકેટકીપર છે જેઓ એમ એસ ધોનીની ટીમમાં હોવાને કારણે વધારે તક ના મેળવી શક્યા. જોકે પાર્થિવ પટેલે ઘરેલૂ ક્રિકેટમાં સતત પોતાનું યોગદાન આપ્યુ હતુ. 

ઘરેલૂ ક્રિકેટમાં શાનદાર રમ્યા પછી તેનું ફળ તેણે 2018 ના જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં મળ્યુ, ટીમ ઇન્ડિયામાં કમબેક કર્યુ, પરંતુ સફળ ના થયો. ઘણા ઓછા લોકો જાણે છે કે પૉકેટ ડાયનામાઇટના નામથી જ ફેમસ પાર્થિવ પટેલની ડાબા હાથની બેબી ફિંગર એટલે કે નાની આંગળી બાળપણથી નથી.

તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન પાર્થિવ પટેલે આ ઘટનાને યાદ કરતા કહ્યુ કે, ''જ્યારે હું 6 વર્ષનો હતો ત્યારે મારી આ આંગળી સંપૂર્ણ રીતે કપાઇ ગઇ હતી. મારો ડાબો હાથ દરવાજામાં ફસાઇ ગયો હતો અને આ રીતે આંગળીને ઇજા થઇ.'' આ સિવાય ખેલાડીઓ ખુલાસો કર્યો કે, ''એક વિકેટકીપર તરીકે 9 આંગળીઓની સાથે કીપિંગ કરવાનું સરળ ન હતુ, પરંતુ નાની આગળી ગ્લવ્સ પર ફિટ થતી ન હતી, પરંતુ સારી વાત એવી છે કે, 9 આંગળીઓની સાથે દેશ માટે રમી શક્યો.''

સંકળાયેલા મુદ્દાઓ

India Parthiv Patel Social Media circket sports viral Expose

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ