બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Parshottam Rupala Bardoli in Surat regarding the controversial remarks complaint letter

લોકસભા ચૂંટણી 2024 / રાજપૂત સમાજની એક જ માગ, પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ થાય... સુરતના બારડોલીમાં વિરોધ પ્રદર્શન

Dinesh

Last Updated: 04:52 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: રાજકોટ બેઠક ઉપર રૂપાલાને ઉમેદવાર બદલવાને લઈ સુરતના બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદીત નિવેદનને લઈને સુરતના બારડોલીમાં પ્રાંત અધિકારીને રાજપૂત સમાજ ટ્રસ્ટએ આવેદન આપ્યું હતું. આવેદન આપીને તેમના વિવાદીત નિવેદનને લઈને વિરોધ નોંધાવ્યો અને રાજપૂત સમાજની એક જ માંગ છે કે પરશોતમ રૂપાલાની ઉમેદવારી રદ્દ થાય. રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવામાં નહીં આવે તો મહિલાઓ દ્વારા પણ ઉગ્ર લડતની ચીમકી આપવામાં આવી હતી.

પ્રાંત અધિકારીને રાજપૂત સમાજ ટ્રસ્ટે આવેદન આપ્યું

છેલ્લા દસ દિવસથી રાજ્યમાં પરષોત્તમ રૂપાલાને લઈ રાજપૂત સમાજમાં ભારે વિરોધના સૂર ઉઠ્યો  છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ આવેદનપત્ર સહિતના કાર્યક્રમમાં યોજવામાં આવી રહ્યાં છે. રાજપૂત સમાજના અગ્રણી રાજકોટ બેઠક ઉપર રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવાની માંગ સાથે અડગ છે. ત્યારે આજે સુરતના  બારડોલી ખાતે બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ

પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પાટીદાર સમાજ કેટલાક અગ્રણીઓ પરશોતમ રૂપાલાના સમર્થનમાં આવ્યા છે. પરશોતમ રૂપાલાના નિવેદન સામે વિવિધ સમાજના અલગ-અલગ મત છે. અલગ પ્રકારનું રાજકીય ચિત્ર ઉભું થઈ રહ્યું છે. 

વાંચવા જેવું: 'આજે અને હમણાં સંયોજક છું કાલે... રાજીનામુ આપવા મામલે વડોદરાના ભાજપ સંયોજક ભરત શાહનું નિવેદન

શું બોલ્યા હતા પરષોત્તમ રૂપાલા

રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.  તેમણે કહ્યું કે, રૂખી સમાજે ધર્મ કે વ્યવહાર નહોતો બદલ્યો. સૌથી વધુ દમન થયુ છતા રૂખી સમાજ નહોતો ઝૂક્યો. વધુમાં કહ્યું હતું કે, મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી-બેટીના વ્યવહાર કર્યા હતો. રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, એમના ભરોશે તો રામ આવ્યો હતો. તે દિવસે આ લોકો તલવાર આગળ નહોતા ઝુક્યાં, તે તો નાની સમાજ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Election 2024 Lok Sabha Election 2024 Parshottam Rupala Statement Rajkot News bardoli news લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ