બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Paresh Goswami predicts 'Monsoon departure in Gujarat from today, no system active'

ચોમાસાની વિદાય / 'આજથી ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત, કોઈ સિસ્ટમ સક્રિય નથી', પરેશ ગોસ્વામીએ કરી આકરી આગાહી

Vishal Khamar

Last Updated: 09:46 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં વરસાદને લઈ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 25 સપ્ટેમ્બરથી જે પશ્ચિમ-દક્ષિણ રાજસ્થાનનાં જે ભાગો છે ત્યાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે.  27 અથવા 28 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય થશે. ચોમાસાની વિદાયની જે શરૂઆત છે.

  •  27 અથવા 28 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય થશેઃ પરેશ ગોસ્વામી
  • 25 સપ્ટેમ્બરથી જે પશ્ચિમ-દક્ષિણ રાજસ્થાનનાં જે ભાગોમાંથી ચોમાસાની વિદાય શરૂ
  • 9 ઓક્ટોમ્બર સુધી સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતનાં અમુક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડશે

આગામી તા. 27-28 દરમ્યાન ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થશે અને ચોમાસુ વિદાય લેવાની જે પ્રક્રિયા છે તે લગભગ 9 ઓક્ટોમ્બર સુધી ચાલશે. 9 ઓક્ટોમ્બર સુધી સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળશે. 

કોઈ જ પ્રકારનાં સિસ્ટમનાં વરસાદની શક્યતાઓ નથી

હાલ જે બંગાળની ખાડી  અથવા તો અરબી સમુદ્રની જે સિસ્ટમ હોય છે. તેમાંથી કોઈ જ પ્રકારનાં સિસ્ટમનાં વરસાદની શક્યતાઓ નથી. પણ એક ચોક્કસથી ગણી શકાય કે હમણાં થોડા દિવસ પહેલા એક મોટી સિસ્ટમ આપણી પરથી પસાર થઈ છે. જેનાં કારણે અરબી સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે બપોરે ગરમી તેમજ તાપમાનનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે.  બપોર પછી જે થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીનાં ભાગ રૂપે વરસાદ આવતા હોય છે. તે છુટા છવાયા વરસાદ આવશે. જેથી જ્યાં વરસાદ પડશે ત્યાં એક થી લઈ બે ઈંચ જેટલો વરસાદ પડી શકે છે.  વરસાદ બાદ થન્ડરસ્ટ્રોમ એક્ટિવીટીનાં કારણે પવનની સ્પીડ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે.  

 2 થી 8 ઓક્ટોમ્બર સુધી વરસાદ પડી શકે છે
આ એક પ્રકારે કહી શકાય કે જે છુટા છવાયા વરસાદ પડી રહ્યા છે. તે 28 તારીખ સુધી ચાલુ રહેશે. તેમજ ઓક્ટોમ્બર મહિનામાં પણ 2 થી 8 ઓક્ટોમ્બર સુધી વરસાદ પડી શકે છે. તેમજ છુટા છવાયા વરસાદનું જોર દક્ષિણ તેમજ સૌરાષ્ટ્રનાં દરિયા કાંઠાનાં વિસ્તારમાં જોવા મળે.  હાલ કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. તેમજ વાવાઝોડાની કોઈ સિસ્ટમ બની રહી નથી. 

તમામ પાકોની અંદર નુકશાની પણ વરસાદનાં કારણે થઈ શકે
9 ઓક્ટોમ્બર બાદ જે વરસાદ પડશે. તેને માવઠું ગણાશે. પણ આ વરસાદ જે છે તે પાણી વગરનાં જેને શિયાળુ પાક, રવિ પાકનું વાવેતર કરવું છે. તેના માટે ફાયદા રૂપ પણ બની શકે છે. અમુક વિસ્તાર એવા છે કે જ્યાં અત્યારે પાણીની ખૂબ જ તંગી છે. ઘણા વિસ્તાર એવા પણ છે કે પાંચથી સાત દિવસની અંદર ખરીફ પાકની જેની અંદર અડદ, મગ તેમજ મગફળી અને કપાસ જેવા પાકો છે આ તમામ પાકોની અંદર નુકશાની પણ વરસાદનાં કારણે થઈ શકે છે.  ત્યારે આ તમામ ખરીફ પાક હાલ તૈયાર થઈ રહ્યો છે.  ત્યારે આ પાકમાં ઓક્ટોમ્બર મહિનાં દરમ્યાન વરસાદ પડે તો ચોમાસુ પાકને નુકશાન થશે.  અને બીજી તરફ રવિ પાક માટે પાણીની વ્યવસ્થા થશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ