બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Paneer made from milk contains most of the nutrients

આરોગ્ય / બ્લડપ્રેશર પર કંટ્રોલ, હાડકાંની મજબૂતાઇ... જેવી અનેક સમસ્યાઓથી પનીર આપશે રાહત, જાણો ફાયદા

Pooja Khunti

Last Updated: 08:07 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paneer Benefits: દૂધમાંથી બનેલા પનીરમાં મોટાભાગના પોષક તત્વો જોવા મળે છે. પનીરમાં વિટામિન B કોમ્પ્લેક્સ, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, મેગ્નેશિયમ, સેલેનિયમ જેવા પોષક તત્વો મળે છે.

  • હાડકાંને મજબૂત બનાવે છે
  • રોગપ્રતિકારક શક્તિ વધારે છે
  • વજન ઘટાડવામાં મદદરૂપ

પનીર પોષક તત્વોથી ભરપૂર હોય છે. પનીર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શાકાહારી લોકો માટે પનીર સૌથી ખાસ હોય છે. જો તમે ડાયટ પર છો તો તમારે પનીર ખાવું જોઈએ. પનીરમાંથી ઘણી મીઠાઈઓ પણ તૈયાર કરવામાં આવે છે. દૂધમાંથી બનેલા પનીરમાં મોટાભાગના પોષક તત્વો જોવા મળે છે. પનીરમાં વિટામિન B કોમ્પ્લેક્સ, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક, મેગ્નેશિયમ, સેલેનિયમ જેવા પોષક તત્વો મળે છે.

પનીર ખાવાના ફાયદા

હાડકાંને મજબૂત બનાવે છે
પનીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. પનીર ખાવાથી હાડકાં મજબૂત થાય છે. બાળકોના આહારમાં પનીરનો સમાવેશ કરવો જ જોઇએ. પનીરના સેવનથી સાંધાના દુ:ખાવાથી પણ બચી શકાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે
પનીર ખાવાથી શરીરને પોષણ અને એન્ટીઓક્સીડેન્ટ મળે છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. પનીર ખાવાથી શરીરને ઈન્ફેક્શનથી બચાવી શકાય છે અને કોઈપણ પ્રકારની બીમારી થાય તો તે ઝડપથી ઠીક થઈ જાય છે.

વાંચવા જેવું: શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોવું સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો મહિલા-પુરુષ બંનેને કેટલું જરૂરી

બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે 
પનીરમાં પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે. જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બીપીના દર્દીએ દરરોજ પોતાના આહારમાં પનીરનો સમાવેશ કરવો જોઈએ.

વજન ઘટાડવામાં મદદરૂપ
પનીર ખાવાથી સ્થૂળતા ઝડપથી ઓછી થાય છે. કેટલાક લોકો વજન વધારવા માટે પણ પનીર ખાય છે. તમારે બંનેમાં ખોરાકની રીત અને માત્રા નક્કી કરવાની છે. ઓછી માત્રામાં કાચું પનીર ખાવાથી વજન ઓછું થાય છે.

ત્વચા અને વાળ માટે હેલ્ધી
પનીરમાં પ્રોટીનની ઉચ્ચ ગુણવત્તા હોય છે. જે વાળ અને ત્વચાને મજબૂત બનાવે છે. પનીર શરીરને ફિટ રાખવામાં અને તમામ કાર્યોને યોગ્ય રીતે કરવામાં મદદ કરે છે. તેનાથી શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરી શકાય છે.

સ્નાયુઓને મજબૂત બનાવે છે
જો તમે જિમ અથવા અન્ય કોઈપણ પ્રકારનું હેવી વર્કઆઉટ કરો છો તો તમારે પનીરનું સેવન કરવું જોઈએ. પનીર ખાવાથી માંસપેશીઓના નિર્માણમાં મદદ મળે છે. પ્રોટીન સ્નાયુઓ માટે જરૂરી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ