બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Low hemoglobin in the body is harmful to health

સ્વાસ્થ્ય / શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોવું સ્વાસ્થ્ય માટે હાનિકારક, જાણો મહિલા-પુરુષ બંનેને કેટલું જરૂરી

Pooja Khunti

Last Updated: 08:58 AM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમોગ્લોબિન એ લોહીમાં જોવા મળતું પ્રોટીન છે. જે શરીરની પેશીઓને ઓક્સિજન પહોંચાડે છે. તમારા શરીરની પેશીઓમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવવા માટે, હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય હોવું જોઈએ.

  • પુરુષો કરતાં સ્ત્રીઓમાં હિમોગ્લોબિન થોડું ઓછું હોય છે
  • તમામ લોકોએ સમયાંતરે તેમના બ્લડનું ચેકઅપ કરાવવું જોઈએ
  • હિમોગ્લોબિન વધારવા આયર્નયુક્ત ખોરાકનું સેવન કરો 

હિમોગ્લોબિન એ લોહીમાં જોવા મળતું પ્રોટીન છે. જે શરીરની પેશીઓને ઓક્સિજન પહોંચાડે છે. તમારા શરીરની પેશીઓમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મેળવવા માટે, હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય હોવું જોઈએ. જો તે વધુ કે ઓછું હોય તો ઓક્સિજનનો પુરવઠો ખોરવાઈ શકે છે અને લોકોનું સ્વાસ્થ્ય બગડી શકે છે. કેટલીકવાર જો હિમોગ્લોબિનનું સ્તર ઓછું હોય, તો તે એનિમિયાની નિશાની પણ હોઈ શકે છે. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે, હિમોગ્લોબિનનું સ્તર સમયાંતરે તપાસવું જોઈએ. સ્ત્રી અને પુરુષ બંનેના શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર અલગ-અલગ હોય છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં હિમોગ્લોબિન થોડું ઓછું હોય છે. 

એનિમિયા 
એક ખાનગી અહેવાલ મુજબ, પુખ્ત પુરુષોમાં 14 થી 18 g/dL વચ્ચે હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય માનવામાં આવે છે. જ્યારે પુખ્ત સ્ત્રીઓમાં હિમોગ્લોબિનનું સ્તર 12 થી 16 g/dl વચ્ચે સામાન્ય માનવામાં આવે છે. જ્યારે શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્ય કરતા ઓછું થઈ જાય છે, ત્યારે તે વ્યક્તિને એનિમિયા હોવાનું માનવામાં આવે છે. એનિમિયા એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિના શરીરમાં ઓક્સિજનયુક્ત લોહીનો પૂરતો પુરવઠો નથી હોતો. આવી સ્થિતિમાં વ્યક્તિ ખૂબ જ થાક અને નબળાઈ અનુભવવા લાગે છે. ગંભીર એનિમિયા હૃદય અને ફેફસાની સમસ્યાઓનું કારણ બની શકે છે. તમામ લોકોએ સમયાંતરે તેમના બ્લડનું ચેકઅપ કરાવવું જોઈએ. જેથી હિમોગ્લોબિન સ્તર પર નજર રાખી શકાય.

વાંચવા જેવું: એક એવું ફળ કે જેને ખાવા માત્રથી સ્વાસ્થ્યને થાય છે અનેક ફાયદા, ભગવાન રામ સાથે છે કનેક્શન

હિમોગ્લોબિન વધારવા શું કરવું 
હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે, આયર્નયુક્ત ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે. આયર્ન એ એક તત્વ છે. જે હિમોગ્લોબિનનું ઉત્પાદન વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. હિમોગ્લોબિનનું સ્તર વધારવા માટે માંસ, માછલી અને ઈંડા સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. જે લોકો શાકાહારી છે, તેઓ હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા માટે કઠોળ, લીલા શાકભાજી, બદામ અને બીજનું સેવન કરી શકે છે. આ વસ્તુઓમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. જે એનિમિયાના જોખમને દૂર કરી શકે છે અને હિમોગ્લોબિનનું પ્રમાણ વધારી શકે છે. જો ખાવા-પીવા છતાં તમારા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે, તો તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને દવા લેવી જોઈએ. આ પણ કોઈ રોગની નિશાની હોઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ