ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / pandit-kiran-mishra-dies-of-corona-at-seven-hills-hospital

નિધન / કોરોનાએ વધુ એક જાણીતા કલાકારનો ભોગ લીધો, પ્રખ્યાત ગીતકાર કિરણ મિશ્રાનું અવસાન

Published By: Nirav

Last Updated: 11:49 PM, 16 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની નવી લહેરે દેશભરમાં કાળો કેર વર્તાવ્યો છે, રોજબરોજ કેસોની સંખ્યા અને મોતનો આંકડો પણ વધતો જ જાય છે,

ADVERTISEMENT

  • કોરોનાએ વધુ એક સેલેબ્રિટીનો લીધો ભોગ 
  • જાણીતા ગીતકાર કિરણ મિશ્રાનું અવસાન 
  • કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા 3 દિવસ પહેલા દવાખાનામાં દાખલ કરાયા હતા

કોરોનાની નવી લહેરે દેશભરમાં કાળો કેર વર્તાવ્યો છે, રોજબરોજ કેસોની સંખ્યા અને મોતનો આંકડો પણ વધતો જ જાય છે, સામાન્ય લોકોની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા કલાકારો પણ આની ઝપેટમાં આવી ગયા છે. 

ગીતકાર કિરણ મિશ્રાનું અવસાન

કોરોનાના લીધે બોલિવૂડની જાણીતી હસ્તી એવા પ્રખ્યાત ગીતકાર કિરણ મિશ્રાનું આજે અવસાન થયું છે. 67 વર્ષીય કિરણ મિશ્રાએ મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં આજે અંતિમ શ્વાસ લીધા હતા. મહત્વનું છે કે પંડિત કિરણ મિશ્રાએ ઘણા ભક્તિ ગીતો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા. 

સાહિત્ય ક્ષેત્રે ઘણું જાણીતું નામ હતા પંડિત મિશ્રા 

પંડિત કિરણ મિશ્રાના અવસાન બાબતની જાણકારી તેના પુત્ર સ્વદેશ મિશ્રાએ આપી હતી. નોંધનીય છે કે સાહિત્ય ક્ષેત્રે પંડિત મિશ્રા એક ઘણું જાણીતું અને સન્માનીય નામ છે, તેમને ઘણા એવોર્ડસ અને સન્માન મળી ચૂક્યા છે. તેમના અવસાન બાદ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું વાતાવરણ છે. 

મહત્વનું છે કે કિરણ મિશ્રાનું ઓક્સિજન લેવલ એકદમ નીચે આવી ગયું હતું, તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી, પહેલા તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જતા તેમનો સીટી સ્કેન રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં તેમને કોરોના સંક્રમણની માહિતી મળી હતી. 

અનુપ જલોટાએ આપી શ્રદ્ધાંજલિ 

જાણીતા ગાયક અનુપ જલોટાએ તેમના મૃત્યુ પરત્વે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ સરળ અને સાદગીપ્રિય વ્યક્તિ હતા, તેમનું વ્યક્તિતવ પ્રેમાળ હતું અને આ તેમના જવાની ઉંમર નહોતી, હું તેમની મિત્રતાને ખૂબ જ મિસ કરીશ. મહત્વનું છે કે અનુપ જલોટાએ તેમના લખેલા ઘણા ભક્તિ ગીતો ગાયા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus kiran mishra pandit kiran mishra veteran bollywood lyricist કોરોના પંડિત કિરણ મિશ્રા Demise

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ