બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Pakistan's comments on India-US relations

ભડાસ / પાકિસ્તાનને ગંદગી સાફ કરનાર સમજી રાખ્યું છે : બાયડનના ફોનની રાહ જોઈ રહેલા ઈમરાને ભડાસ કાઢી

Ronak

Last Updated: 12:52 PM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અમેરિકાના સંબંધોને લઈને ઈમરાન ખાને પોતાની ભડાસ કાઢી છે. તેમણે કહ્યું કે અમેરિકાએ પાકિસ્તાનને માત્ર ગંદકી સાફ કરનાર દેશ સમજીને રાખ્યો છે.

  • ભારત અને અમેરિકાના સંબંધો પર પાકિસ્તાનની ટિપ્પણી 
  • પાક PM ઈમરાન ખાને અમેરિકા પર ઠાલવ્યો ગુસ્સો 
  • બાઈડને ફોન ન કરતા ઈમરાન ખાનનો ગુસ્સો બહાર આવ્યો 

ભારત અને અમેરિકાના સંબંધો પાકિસ્તાનને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી બંને દેશોના સંબંધને લઈને ઉકળી ગયા છે. ત્યારે વધુંમાં ફરી વખત તેણે અમેરિકા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. ઈમરાન ખાને એવું કહ્યું કે અમેરિકા ભારત સાથે મિત્રતા વધારી રહ્યું છે. આજ કારણોસર બાઈડન સરકાર તેમની સાથે અલગ વ્યવહાર કરી રહી છે. 

પાકિસ્તાન સરકારનો ગુસ્સો બહાર આવ્યો 

વધુંમાં ઈમરાને ખાને એવું પણ કહ્યું કે અમેરિકા પાકિસ્તાનને માત્ર અફઘાનિસ્તાનમાં ફેલાયેલી ગંદકી સાફ કરવા માટે ફાયદાકારક માને છે. ઈમરાને આવું નિવેદન એવા સમયે આપ્યું છે. કે જ્યારે બાઈડેન સરકાર દ્વારા તેમને ફોન પણ હજુ નથી કરવામાં આવ્યો. જેના કારણે પાકિસ્તાન સરકારનો ગુસ્સો હવે બહાર આવી રહ્યો છે. 

ઈમરાન સરકાર પર દબાણ 

બીજી તરફ અમેરિકાના પ્રશાસન દ્વારા ઈમરાન સરકાર પર દબાણ આપવામાં આવી રહ્યું છે કે તેઓ તાલિબાન અને અફઘાન સરકાર વચ્ચે સમાધાન કરાવે. સાથેજ અફઘાનિસ્તાનમાં થતી હિંસા રોકવા પણ પાકિસ્તાન પર દબાણ કરવામાં આવ્યું છે. તાલિબાનની મદદ કરવા માટે હજારો લોકોને મોકલનાર ઈમરાન ખાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે તેઓ અફઘાનિસ્તાનમાં કોઈનો પક્ષ નથી લઈ રહ્યા. 

અમેરિકા તેની સેના પરત બોલાવશે 

વિદેશી પત્રકારો સાથે વાત કરતા ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનને ખાલી ગંદકી સાફ કરવા માટે ફાયદાકરક સમજવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે 31 ઓગસ્ટ સુધીમાં અમેરિકાની સરકાર તેમની સેનાને અફગાનિસ્તાનથી પરત બોલાવી રહી છે. 20 વર્ષ પહેલા અમેરિકાએ હુમલો કરીને તાલિબાનને સત્તા પરથી હટાવી દિધું હતું. 

અફઘાન રાષ્ટ્રપતિ રાજીનામું આપે તેવી તાલિબાનની માગ 

જોકે હાલ તાલિબાન ફરી ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેણે અફઘાનિસ્તાના 65 ટકા વિસ્તારમાં કબ્જો જમાવી લીધો છે. વધુંમાં ઈમરાન ખાને એવું પણ કહ્યું કે અમેરિકાના લોકોએ નિર્ણય લીધો છે કે તેમનો રણનૈતિક સાથી હવે ભારત છે. જેના કારણે તેઓ પાકિસ્તાન સાથે અલગ વ્યવહાર કરી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સમાધાન થાય તેવી શક્યતા નહિવત છે. કારણકે તાલિબાનનું કહેવું છે કે જો અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગની સત્તા છોડશે તોજ તેઓ વાતચીત કરશે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ