બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / pakistan unique cylinder gas filled in polythene balloons joint nozzles to make stove

Viral Video / બોંબને મૂકો પડતો અને બાટલાનું કરો ! પાકિસ્તાનીઓનો વીડિયો જોઈને તમે આવું જ બોલી ઉઠશો

Hiralal

Last Updated: 04:54 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના આસમાન આંબી રહેલી મોંઘવારીની વચ્ચે હવે દેશમાં રાંધણ ગેસના બાટલા પણ ખૂટતા લોકોને બેગમાં ભરીને ગેસ લઈ જવો પડી રહ્યો છે.

  • પાકિસ્તાનની હાલત ભૂંડી થઈ
  • મોંઘવારીએ આસમાન
  • દેશમાં હવે બાટલા પણ ખૂટ્યા
  • લોકોને બેગમાં ભરીને રાંધણ ગેસ લઈ જવાનો વારો આવ્યો 

ભૂખમરા અને ગરીબીના આરે પહોંચેલા પાકિસ્તાનમાં સામાન્ય જનજીવન પર પણ જોખમ સર્જાયું છે. લોકો પાસે ઘરનો ચૂલો સળગાવવા માટે રાંધણ ગેસના બાટલા નથી આવી સ્થિતિમાં તેઓ પ્લાસ્ટિકની મોટી મોટી થેલીઓમાં ભરીને ગેસ ઘરે લઈ જઈ રહ્યાં છે. 

બાટલા નથી, રાંધણ ગેસ બેગમાં ભરવો પડ્યો 
ખૈબર પખ્તુનખ્વાના કરક વિસ્તારમાં છોકરાઓ મોટી પ્લાસ્ટિકની થેલીઓમાં ખૂબ જ કાળજીપૂર્વક પગપાળા અથવા મોટરસાયકલો પર ગેસ લઈ જતા જોવા મળશે. પહેલા તો તમે વિચારી શકો છો કે આ હવાથી ભરેલા મોટા ફુગ્ગાઓ છે. વાસ્તવમાં, આ ફુગ્ગાઓ નથી, તે પોલિથીન છે જે રસોઈ ગેસથી ભરેલા છે.

ગેસની લાઈન તૂટી પણ રિપેર કરનાર કોઈ નથી 
અહીંના લોકો પાસે બાટલા નથી કે રાંધણ ગેસની લાઈન પણ તૂટેલી છે અને 2 વર્ષથી બંધ હોવા છતાં હજુ સુધી રિપેર કરાઈ નથી. તેથી ખાવાનું બનાવવા માટે લોકો બાટલમાં નહીં પરંતુ પ્લાસ્ટિક મોટી મોટી થેલીઓ કે બોરીમાં ભરીને ગેસ લાવી રહ્યાં છે. 

એક બેગમાં 3થી 4 કિલો ગેસ
આ શહેરના બાળકો અને યુવાનોને રોજ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ઘર માટે ખૂબ જોખમી રીતે ગેસ લાવવો પડી રહ્યો છે. એક બેગમાં 3થી 4 કિલો ગેસ હોય છે, જેમાં ખાવાનું ભાગ્યે જ બને છે. જો નસીબ સારું હોય, તો તેઓ ઠંડીની રાત્રે પોતાને ગરમ રાખવા માટે સક્ષમ છે. પડોશી હંગુ જિલ્લા નજીક ગેસ સપ્લાય લાઇન તૂટી ગઈ છે. આ વાતને બે વર્ષ થઈ ગયાં, પરંતુ પ્રશાસને હજુ સુધી તેને ઠીક કરવાની દરકાર લીધી નથી. આ પુરવઠો પડોશના હંગુ જિલ્લામાંથી દરરોજ આવે છે, જેના માટે તેમને દરરોજ બપોરે 3 થી 5 વાગ્યાની વચ્ચે લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે.

વીડિયો વાયરલ થતા ઉડી મજાક 
આ ઘટનાનો વીડિયો વાયરલ થતા લોકોએ તેની ખૂબ મચાવી ઉડાવી છે. જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપતી હોય તે લોકોને બાટલા પણ આપી શકતી નથી તેવું કહીને લોકોએ તેની મજાક ઉડાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ