બ્રેકિંગ ન્યુઝ
પાકિસ્તાનમાં ગત મહીને ત્યાં પેટ્રોલના ભાવ 117.83 રૂપિયા (પાકિસ્તાની ચલણ) પ્રતિ લીટર સુધી પહોંચ્યો હતો અને ડીઝલાના ભાવ 132.47 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયા હતા. જ્યારે હવે પાકિસ્તાનમાં દૂધના ભાવ 140 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ચૂક્યા છે. આ પ્રકારે હવે પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલથી પણ મોંઘુ દૂધ વેચાઇ રહ્યું છે.
ADVERTISEMENT
કરાચી-સિંધ પ્રાંતમાં 140 રૂપિયા લીટર દૂધ
પાકિસ્તાનમાં દૂધ જેવી રોજીંદી વસ્તુઓના ભાવ પહેલાથી જ વધેલા હતા અને હવે મહોરમના અવસરે આ ભાવ સાતમાં આસમાને પહોંચી ગયા છે. દેશના સૌથી મોટા શહેર કરાચી અને સિંધ પ્રાંતમાં દૂધના ભાવ એકસો ચાલીસ રૂપિયા (પાકિસ્તાની) પ્રતિ લીટર સુધી પહોંચી ગયા છે.
ADVERTISEMENT
ડેરી માફિયાઓ મહોરમના અવસરે ચલાવી રહ્યા છે લૂંટઃ પાકિસ્તાની ન્યૂઝ પેપર
પાકિસ્તાની ન્યૂઝ પેપરના રિપોર્ટ અનુસાર આ જાણકારી મળી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ડેરી માફિયા મહોરમના અવસરે દૂધની વધતી માંગને લઇને નાગરિકો પાસેથી લૂંટ ચલાવી રહ્યા છે અને મનફાવે તે ભાવ વસૂલી રહ્યા છે. મહોરમની 9 અને 10 તારીખે લોકોને દૂધનું શરબત, ખીર વગેરે બનાવવામાં આવે છે. વધેલી માંગ વચ્ચે દૂધના વેપારીઓએ ભાવ આસમાને પહોંચાડી દીધા છે.
ADVERTISEMENT
પેટ્રોલના ભાવ પણ દૂધ કરતા ઓછા
ત્યારે, પાકિસ્તાન સરકારે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી સામાન્ય નાગરિકોને રાહત આપવા માટે સપ્ટેમ્બરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્રમશઃ 4.59 રૂપિયા અને 5.33 રૂપિયાનો ભાવ ઘટાડો થયો હતો. પરંતુ ત્યાર બાદ પણ પેટ્રોલ-ડીઝલ ક્રમશઃ 113.24 રૂપિયા અને 127.24 રૂપિયાના ભાવે વેચાણ થઇ રહ્યું છે.
ADVERTISEMENT
સરકારે દૂધના એક લીટરે 94 નક્કી કરેલા છે
પાકિસ્તાનમાં પેટ્રોલિયમ પદાર્થો પર 17 ટકા જીએસટી લાગે છે. હવે ત્યાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવની સમીક્ષા એક મહિના બાદ કરવામાં આવશે. આ પ્રકારે દૂધના જે ભાવ પાકિસ્તાનની સરકારે નક્કી કર્યા તે પણ કંઇ ઓછા નથી.
ADVERTISEMENT
સરકારે એક લીટર દૂધના ભાવ 94 રૂપિયા નક્કી કરેલા છે. પરંતુ આ ક્યારેય 110 રૂપિયા લીટરના ભાવથી ઓછા ભાવે ક્યારે નથી વેચાયું. હવે મહોરમમાં આ એકસો ચાલીસ રૂપિયા લીટર સુધી પહોંચી ગયું છે.
સિંધ સરકારે કહ્યું છે કે આ મામલે સૂચન લેવાયું છે અને ડેરી માલિકો સાથે 13 સપ્ટેમ્બરે એક બેઠક બોલાવાય છે. ઉલ્લેખનીય છે કે ભારતનો એક રૂપિયા, પાકિસ્તાનના 2.18 રૂપિયા બરાબર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.