બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / Outbreak of glander disease in horses in Surat

ખળભળાટ / સુરતમાં ઘોડામાં ફેલાયેલો ભયાનક રોગ માણસમાં ફેલાવવાનો ડર: SMCની ટીમ દોડી, સેમ્પલ લેવાયા

Malay

Last Updated: 02:28 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં 6 જેટલા અશ્વો ગ્લેન્ડર પોઝિટિવ આવતા તંત્ર દ્વારા અશ્વોને ઇન્જેક્શન આપી દયામૃત્યુ આપવામાં આવ્યું છે. અશ્વના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

  • સુરતના અશ્વોમાં ગ્લેન્ડર નામના રોગનો ફેલાવો
  • અશ્વોમાંથી આ રોગ મનુષ્યમાં ન ફેલાય તે માટે તંત્ર એલર્ટ
  • SMCની ટીમે અશ્વોના માલિક અને પરિવારના સભ્યોના લીધા સેમ્પલ 

સુરતમાં અશ્વોમાં ગ્લેન્ડર નામનો રોગ ફેલાતા ખળભળાટ મચી ગયો છે. કલેક્ટર દ્વારા સમગ્ર સ્થિતિ ઉપર નજર રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ રોગથી સંક્રમિત 6 અશ્વોને દયામૃત્યુ આપવા આવ્યું છે. અશ્વોમાંથી આ રોગ મનુષ્યમાં ન ફેલાય તે માટે તંત્ર એલર્ટ છે. 

6 અશ્વોના સેમ્પલ ગ્લેન્ડર પોઝિટિવ 
શહેરના લાલ દરવાજા વિસ્તારમાં અશ્વોમાં ગ્લેન્ડર નામના રોગે દેખા દેતા જિલ્લા આરોગ્ય વિભાગ અને પાલિકા તંત્ર દોડતું થયું હતું. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે 20 જેટલા અશ્વોના સેમ્પલ લઈ તેને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. જેમાંથી 6 અશ્વોના સેમ્પલ ગ્લેન્ડર પોઝિટિવ આવ્યા હતા.

તમામને અપાયું દયામૃત્યુ
લાલ દરવાજાના અશ્વોમાં ગ્લેન્ડર પોઝિવિટ હોવાનું સામે આવતા પશુચિકિત્સકો દોડતાં થઈ ગયા હતા. જે બાદ 6 અશ્વોને દયામૃત્યુ મોત આપવાનો આદેશ સુરત કલેક્ટરે દિલ પર પથ્થર મૂકીને આપ્યો હતો. તંત્ર દ્વારા તમામ છ અશ્વને ઇન્જેક્શન આપી દયામૃત્યુ આપવામાં આવ્યું હતું. તમામ છ અશ્વની દફનવિધિ પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. 6 ઘોડાના મોત બાદ અજાણીયા જગ્યા પર દફન કરી દેવાયા હતા.

લક્ષણ મનુષ્યોમાં દેખાયાં નથીઃ ડો મયૂર ભીમાણી
સુરત જિલ્લાના નાયબ પશુપાલન નિયામક મયૂર ભીમાણીએ જણાવ્યું કે, 'આ રોગ પશુમાંથી મનુષ્યમાં ન ફેલાય તે માટે તંત્રએ આ વિસ્તારના પશુઓને બહાર લઈ જવા પર પ્રતિબંધ લાદી દીધો છે. હાલ આ રોગના કોઈ પણ પ્રકારનાં લક્ષણ મનુષ્યોમાં દેખાયાં નથી.'

સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્લેન્ડર રોગ પ્રાણીઓમાંથી માનવીઓમાં પણ ફેલાય છે, જેના કારણે માનવીમાં ના ફેલાય તે માટે તાત્કાલિક તંત્ર એલર્ટ થઈ ગયું છે. તાત્કાલિક અસરથી ભારત સરકારની ગઇડલાઇન્સ મુજબ કામગીરી શરૂ કરવામાં આવી છે. SMCની ટીમ દ્વારા અશ્વના સંપર્કમાં આવેલા લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અશ્વોના માલિક અને તેમના પરિવારજનોના ટેસ્ટિંગ માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરિવારજનોના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત સુરતના લાલ દરવાજા વિસ્તારના પાંચ કિલોમીટરની ત્રીજ્યામાં અશ્વ, ખચ્ચર અને ગધેડાની હેરાફેરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ