બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદ / Other attractions of Pramukh Swami Nagri

બાપાનો સ્વર / ફોન ઉપાડો એટલે પ્રમુખ સ્વામી સાક્ષાત, એક ટેલિફોને લોકોમાં જમાવ્યું આકર્ષણ, ટેકનોક્રેટ હરિભક્તોની કમાલ

Dinesh

Last Updated: 11:48 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રમુખ સ્વામી નગરીના અનેરાં આકર્ષણો; અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિની બાજુમાં ઊભા કરાયેલા આરોગ્ય કેન્દ્રએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે તેમજ એક ટેલિફોને લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.

  • પ્રમુખ સ્વામી નગરીના અનેરાં આકર્ષણો
  • એક ટેલિફોને લોકોમાં જમાવ્યું આકર્ષણ
  • ફોન ઉપાડો એટલે સંભળાય બાપાનો સ્વર

અમદાવાદના એસ પી રિંગ રોડ પર આયોજિત પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજે ચોથો દિવસ છે. અહીં BAPS સંસ્થા દ્વારા ઊભા કરાયેલા પ્રમુખ સ્વામીનગરમાં અલગ-અલગ આકર્ષણોએ લોકોને ઘેલું લગાડ્યું છે. આ બધા વચ્ચે અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિની બાજુમાં ઊભા કરાયેલા આરોગ્ય કેન્દ્રએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે, અહીં એક ટેલિફોન પર બાપા સહુ કોઈના ખબર અંતર પૂછે છે.

આરોગ્ય કેન્દ્રએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે
સ્વામીનગરમાં અલગ-અલગ આકર્ષણોએ લોકોને ઘેલું લગાડ્યું છે. અહીં મુખ્યપ્રવેશદ્વાર હોય કે, પ્રમુખ સ્વામીની વિરાટ પ્રતિમાં, કે પછી બાળકોને આકર્ષતો ગ્લો ગાર્ડન હોય કે બાળનગરી, કે પછી તમામ ઉંમરના લોકોને રોમાંચ કરાવતો રાત્રે થતો લાઈટ એન્ડ સાઉન્ડ શો, આ તમામ આકર્ષણોની લોકો રસપૂર્વક ચર્ચા કરી રહ્યા છે. જો કે, આ બધા વચ્ચે અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિની બાજુમાં ઊભા કરાયેલા આરોગ્ય કેન્દ્રએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમાં પણ આરોગ્ય કેન્દ્રમાં એક ટેલિફોને સૌથી વધારે આકર્ષણ જમાવ્યું છે. કારણ એ છે કે, અહીં  ફોન ઉપાડતાં જ સામે છેડેથી સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ કોઈ પણ હરિભક્તના ખબર અંતર પૂછે છે અને સારા આરોગ્યના આશીર્વાદ આપે છે. આથી વડીલ હરિભક્ત હોય કે, બાળભક્તો દરેક લોકો ટેલિફોન પર બાપાનો સ્વર સાંભળીને ધન્યતા અનુભવી રહ્યા છે.

ટેલિફોને લોકોમાં જમાવ્યું આકર્ષણ
અહીં દરરોજ પ્રમુખ સ્વામી નગરમાં આવતા હરિભક્તોમાંથી જેને શારીરિક તકલીફ હોય તેવા લોકો આરોગ્ય કેન્દ્રની અવશ્ય મુલાકાત લે છે. અહીં તેમનું નિદાન થાય છે. આરોગ્ય કેન્દ્રમાં ઠેર ઠેર દર્દીઓના ખબર અંતર પૂછતી બાપાની તસવીરો લગાવેલી જોવા મળે છે તો આ તરફ કેટલાક દર્દીઓ દવા લીધા બાદ તરત ટેલીફોન પાસે જાય છે અને ખબર અંતર પૂછતો બાપાનો સ્વર સાંભળીને  જાણે સાક્ષાત બાપા સાથે જ વાત કરી હોય તેવી ધન્યતા અનુભવે છે. નાના બાળકો માટે તો બાપા સાથે વાત કરવાની આ ઘડી કોઈ અતિ રોમાંચથી કમ નથી.

આપને જણાવી દઈ કે, આ આખી નગરી ઊભી કરવામાં નિસ્વાર્થ ભાવે અર્પણ કરનારા તમામ લોકોની જેટલો ફાળો છે તેટલો જ ફાળો હરિભક્ત એવા યુવા ટેકનોક્રેટસનો પણ છે. ટેલિફોન જેવા ઘણા પ્રોજેક્ટ બહુ પાછળથી ઉમેરાયેલા છે કારણ કે, યુવા હરિભક્તો પોતાની સ્કીલને કંઈક અલગ જ રીતે અભિવ્યક્ત કરવા માગતા હતા. આ ટેલિફોનની થીમ પણ  બાપાને સમર્પિત ટેકનોક્રેટ યુવાઓના દિમાગનું સર્જન છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ