બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Opration kaveri India rescued 561 people from Sudan France-Saudi also helped people's faces were full of SMILES

ઓપરેશન કાવેરી / 24 જ કલાકમાં ભારતે સુદાનમાંથી 561 લોકોને બચાવ્યા, ફ્રાંસ-સાઉદીએ પણ કરી મદદ, લોકોના ચહેરા પર જોવા મળ્યો હાશકારો

Pravin Joshi

Last Updated: 11:39 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ઓપરેશન કાવેરી'ની પ્રથમ બેચમાં 278 ભારતીયોને નેવી જહાજ INS સુમેધા દ્વારા પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. આ પછી ભારતીય વાયુસેનાના C-130J વિમાન દ્વારા 148 અને 135 ભારતીયોને જેદ્દાહ લાવવામાં આવ્યા હતા

  • સુદાનમાં 72 કલાકના યુદ્ધવિરામ બાદ પણ અથડામણ ચાલુ 
  • 561 ભારતીયોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા 
  • ભારતીયોને સાઉદી અરેબિયાના જેદ્દાહ લાવવામાં આવ્યા 
  • સુદાનમાં હજુ પણ ફસાયેલા છે ત્રણ હજારથી વધુ લોકો

સુદાનમાં 72 કલાકના યુદ્ધવિરામ બાદ રાજધાની ખાર્તુમ સહિત દેશના અન્ય ભાગોમાં અથડામણ ચાલુ છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં 550 થી વધુ ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. તેમને સાઉદી અરેબિયાના જેદ્દાહ લાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ બેચમાં 561 લોકોને જેદ્દાહ લાવવામાં આવ્યા છે. સુદાનમાં 4 હજારથી વધુ ભારતીયો રહે છે.

ભારતીયોને ટૂંક સમયમાં એરલિફ્ટ કરીને ભારત લાવવામાં આવશે

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે 'ઓપરેશન કાવેરી'ની પ્રથમ બેચમાં 278 ભારતીયોને નેવી જહાજ INS સુમેધા દ્વારા પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના જેદ્દાહ સુધી એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. આ પછી ભારતીય વાયુસેનાના C-130J વિમાન દ્વારા 148 અને 135 ભારતીયોને જેદ્દાહ લાવવામાં આવ્યા હતા. હવે તેમને ટૂંક સમયમાં એરલિફ્ટ કરીને ભારત લાવવામાં આવશે.

સુદાનમાં અત્યાર સુધીમાં 459 લોકોના મોત થયા 

સુદાનમાં બળવા માટે સેના અને પેરામિલિટરી ફોર્સ (RSF) વચ્ચે 15 એપ્રિલે લડાઈ શરૂ થઈ હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, લડાઈમાં અત્યાર સુધીમાં 459 લોકો અને સૈનિકોના મોત થયા છે. 4,072 લોકો ઘાયલ થયા છે. સુદાનમાં 27 એપ્રિલની મધરાત 12 સુધી 72 કલાકનો યુદ્ધવિરામ છે. આ દરમિયાન અન્ય દેશો માટે તેમના નાગરિકોને અહીંથી બહાર કાઢવાનો સમય આવી ગયો છે.

અર્ધલશ્કરી દળોએ એક લેબ પર કબજો કર્યો

સુદાનમાં ડબ્લ્યુએચઓના પ્રતિનિધિનું કહેવું છે કે સેના અથવા અર્ધલશ્કરી દળોએ એક લેબ પર કબજો કર્યો છે જે રોગોના નમૂના એકત્રિત કરે છે. તેનાથી ખતરાની શક્યતા વધી ગઈ છે. મધ્ય પૂર્વીય દેશ સાયપ્રસે સુદાનમાં ફસાયેલા વિદેશી નાગરિકોને બચાવવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશનમાં મદદ કરવા જણાવ્યું છે. યુએન રેફ્યુજી એજન્સી- UNHCR સુદાનમાં રહેતા લગભગ 2 લાખ 70 હજાર શરણાર્થીઓના સ્થળાંતરની તૈયારી કરી રહી છે. સીરિયા, યમન જેવા દેશોમાંથી 10 લાખથી વધુ શરણાર્થીઓ સુદાનમાં રહે છે. જ્યારે 2021 થી, 3 લાખ 70 હજાર સુદાનના નાગરિકોએ પાડોશી દેશ ચાડમાં શરણ લીધી છે. જર્મનીનું રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. જર્મન એરફોર્સે 600 નાગરિકોને બહાર કાઢ્યા છે. 120 નાગરિકોને લઈને છેલ્લું લશ્કરી વિમાન મંગળવારે મોડી રાત્રે જોર્ડન પહોંચ્યું હતું. અહીંથી બધાને જલ્દી જ જર્મની એરલિફ્ટ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ