બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Operation Kaveri: 3800 Indians evacuated so far, Indian Air Force operation continues

ઓપરેશન કાવેરી / વધુ એક ફ્લાઈટ ભારતીયોને લઇ મુંબઇ પહોંચી, અત્યાર સુધીમાં 3800 લોકોનું રેસ્ક્યુ કરાયું

Megha

Last Updated: 09:49 AM, 5 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Kaveri: સુદાનમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઓપરેશન કાવેરી હેઠળ યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી અત્યાર સુધીમાં કુલ 3,584 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે.

  • સુદાનમાંથી લગભગ 3800 નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા
  • અત્યાર સુધી 3,584 ભારતીયોને બચાવી લેવાયા 
  • ગુરુવારે સુદાનમાં ફસાયેલા 192 ભારતીયો અમદાવાદ પહોંચ્યા હતા

Operation Kaveri: ભારતે યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી લગભગ 3800 નાગરિકોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. ખાર્તુમમાંથી ફસાયેલા નાગરિકોને બચાવવા માટે ઓપરેશન કાવેરી ઝડપી કરી દીધું છે. ભારતીય વાયુસેનાની C-130J ફ્લાઈટ 47 ફસાયેલા ભારતીયોને લઈને જેદ્દાહથી દિલ્હી જવા રવાના થઈ હતી.

જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે સુદાનથી 47 લોકોને લઈને IAF C-130J એરક્રાફ્ટ દિલ્લી જવા રવાના થયું. ઓપરેશન કાવેરી હેઠળ સુદાનમાંથી અત્યાર સુધીમાં લગભગ 3800 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે સુદાનમાં ફસાયેલા 192 ભારતીયો અમદાવાદ પહોંચ્યા હતા. તેમને ભારતીય વાયુસેનાના C17 વિમાન દ્વારા પોર્ટ સુદાનથી અમદાવાદ ગુજરાત લાવવામાં આવ્યા હતા.

અત્યાર સુધી 3,584 ભારતીયોને બચાવી લેવાયા 
સુદાનમાં ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, ઓપરેશન કાવેરી હેઠળ સંઘર્ષગ્રસ્ત સુદાનમાંથી અત્યાર સુધીમાં કુલ 3,584 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે જ ગુરુવારે આ અભિયાનના નવ દિવસ પૂર્ણ થયા હતા. ઓપરેશન કાવેરીમાં ભારતીય નૌકાદળના પાંચ જહાજો અને વાયુસેનાના 16 વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું કે 16 ભારતીયોનો સમૂહ ગુરુવારે સાઉદી અરેબિયાના જેદ્દાહથી લખનૌ જવા રવાના થ6 યા છે. આ પહેલા 14 ભારતીયો બીજી ફ્લાઈટમાં જેદ્દાહથી મુંબઈ જવા રવાના થયા હતા. પોર્ટ સુદાનથી ભારતીય વાયુસેનાના સી-17 એરક્રાફ્ટ દ્વારા મોડી રાત્રે 192 મુસાફરોની બીજી બેચ અમદાવાદ પહોંચી હતી.

ઇજિપ્તનો દાવો, 40,000 થી વધુ સુદાનના નાગરિકો તેની સરહદમાં પ્રવેશ્યા... 
ઇજિપ્તનો દાવો છે કે 40,000 સુદાનના નાગરિકો તેના વિસ્તારમાં પ્રવેશ્યા છે. એમ જ બીજા ચાડ, સાઉથ સુદાન અને ઇથીયોપિયા ગયા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વીજળી અને પાણીનો પુરવઠો અનિયમિત થઈ ગયો છે. ખોરાક અને ઇંધણની અછત છે અને મોટાભાગની હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો બંધ છે. આવી સ્થિતિમાં તેમની પાસે ભાગી જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

સુદાનમાં ફરી યુદ્ધવિરામ લંબાયો, ગોળીબાર ચાલુ 
સુદાનમાં ફરી 11 મે સુધી યુદ્ધવિરામ લંબાવવા પર સહમતિ બની છે પણ હજુ પણ ઘણા ભાગોમાં ગોળીબાર ચાલુ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સંઘર્ષમાં અત્યાર સુધીમાં 528 નાગરિકો મૃત્યુ પામ્યા છે અને 4,599 ઘાયલ થયા છે. નાગરિકો માટે સલામત માર્ગ અને સહાય સામગ્રી પ્રદાન કરવા માટે બંને પક્ષોના આંતરરાષ્ટ્રીય દબાણ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Operation Kaveri sudan operation kaveri અરિંદમ બાગચી ઓપરેશન કાવેરી સુદાન Operation Kaveri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ