બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / Only two days left! No matter what the salary is, fill the ITR, you will get these big benefits

તમારા કામનું / બસ બે જ દિવસ બાકી! સેલેરી ભલે ગમે તેટલી હોય ITR ભરી દેજો, થશે આ મોટા ફાયદા

Megha

Last Updated: 02:33 PM, 29 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક એ વ્યક્તિએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવી જોઈએ જેને સેલેરી આવે છે. ભલે તમારી સેલેરી ટેકસેબલ હોય કે ન હોય અથવા તો તમારી આવક લિમિટથી ઓછી હોય.

  • દરેક એ વ્યક્તિએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવી જોઈએ જેને સેલેરી આવે છે
  • એક્સપર્ટ દરેક લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સલાહ આપે છે
  • ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ

લોકોને ઘણી વખત એવો ભ્રમ હોય છે કે જેમની સેલેરી વધુ હોય ફક્ત એ લોકો જ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકે છે આપણ જે લોકોની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી ઓછી છે એમણે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું જોઈએ. ઘણા એક્સપર્ટનું માનવું છે કે કે દરેક એ વ્યક્તિએ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવી જોઈએ જેને સેલેરી આવે છે. ભલે તમારી સેલેરી ટેકસેબલ હોય કે તમારી આવક લિમિટથી ઓછી હોય. તમને જણાવી દઈએ કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ રાખવામાં આવી છે. 

જે લોકો જૂની આયકર વ્યવસ્થા નીચે 60 વર્ષથો ઓછી ઉંમરના ટેક્સપેયર માટે ટેક્સની છૂટ લિમિટ 2.5 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે. વરિષ્ઠ નાગરિક કે 60થી 80 વર્ષના લોકો માટે લિમિટ 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જેમની ઉંમર 80 વર્ષથી વધુ હોય એમની માટે 5 લાખ રૂપિયા લિમિટ રાખવામાં આવી છે. નવા ટેક્સ રિજિમ અનુસાર ટેક્સપેયરની ઉંમર જે કઈ પણ હોય બધા માટે સરખી 2.5 લાખની લિમિટ રાખવામાં આવી છે. જો કે એક્સપર્ટ દરેક લોકોને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સલાહ આપે છે. 

દરેક લોકોએ આઇટીઆર દાખલ કરવું જોઈએ 
એક્સપર્ટનું કહેવું છે કે કોઈ વ્યક્તિ ઇન્કમ ટેક્સ ચૂકવવાના દાયરામાં નથી આવતું તો પણ એમને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના ઘણા ફાયદા છે. રિટર્ન કાનૂની રીતે તમારી સહાય કરે છે અને તમે તેમાં તમારી આઇડેન્ટિટી અને ઇન્કમ પ્રૂફ આપો છો, જેને કારણે આગળ જતાં તમારે લોન લેવામાં સરળતા રહેશે. આ સિવાય તમે TDS પણ ક્લેમ કરી શકો છો જેમાં ઇન્કમ ટેક્સ રિટર્ન વાળું ડોક્યુમેન્ટ ઘણું કામ લાગશે. 

ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ આ ચાર શરતો પર આધારિત છે 

1. જો કોઈ વ્યક્તિની કુલ સેલિંગ, કારોબાર કે ગ્રોસ રિસીપ્ટ છેલ્લા વર્ષથી 60 લાખ રૂપિયા વધુ છે તેમણે ફરજિયાત ટેક્સ રિટર્ન ફાઇલ કરવી જોઈએ. 

2. જો ગયા વર્ષ કરતાં હુલ ગ્રોસ રિસીપ્ટ 10 લાખથી વધુ હે એમણે પણ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની સલાહ આપવામાં આવે છે. 

3. જો એ વર્ષ દરમિયાન ટીડીએસ કે ટીસીએસ 25,000 કે તેથી વધુ છે તો તેને પણ ટેક્સ રિટર્ન ફાઇલ કરવી જોઈએ. 

4. જો કોઈ વ્યક્તિના એક કે વધુ સેવિંગ અકાઉન્ટમાં ગયા વર્ષે કુલ મળીને 50 લાખ કે ત્ એનાથી વધુ રાશિ જમા થઈ છે એમણે પણ ટેક્સ રિટર્ન ફાઇલ કરવી જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ