ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / One discussion in Islamabad and Pakistani media: India will do something big in PoK before August 15

ચિંતા / ઈસ્લામાબાદ અને પાકિસ્તાની મીડિયામાં એક જ ચર્ચા: 15 ઓગસ્ટ પહેલા PoKમાં કંઈક મોટું કરશે ભારત! જાણો કેમ

Published By: ParthB

Last Updated: 08:49 AM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

75 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનને PoK ગુમાવવાનો ડર છે. ઈસ્લામાબાદ અને પાકિસ્તાની મીડિયામાં એવો ચર્ચાઓ ચાલી રહી છે કે, 15 ઓગસ્ટ પહેલા PoKમાં કંઈ પણ થઈ શકે છે.

ADVERTISEMENT

  • 75 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનને PoK ગુમાવવાનો ડર 
  • POK પર રાજનાથસિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ચિંતા વધી
  • પૂર્વ પાકિસ્તાની ડિપ્લોમેટ કહ્યું રાજનાથ સિંહનું આ નિવેદન ખૂબ જ ખતરનાક 

POK પર રાજનાથસિંહના નિવેદનથી પાકિસ્તાનમાં ચિંતા વધી

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લઈને એક નિવેદન આપ્યું હતું. જે બાદ પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટે આ નિવેદનને પાકિસ્તાન માટે ચિંતાજનક ગણાવ્યું હતું.બીજી તરફ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના આ નિવેદન બાદ ઈસ્લામાબાદ અને પાકિસ્તાનમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે. મહત્વનું છે કે,રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરમાં કહ્યું હતું કે, POKને ભારતનો ભાગ બતાવ્યો હતો અને તે ભારતનો જ રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો કોઈ વિદેશી શક્તિ આપણા પર ખરાબ નજર નાખે છે અને યુદ્ધ થાય છે, તો આપણે વિજયી થઈશું.

રાજનથાસિંહના નિવેદન બાદ ઈસ્લામાબાદ અને પાકિસ્તાની મીડિયામાં ચર્ચાઓનો દૌર શરૂ

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહના આ નિવેદનબાદ પાકિસ્તાનમાં ભારે હડકંપ મચી જવા પામ્યો છે.જે બાદ પાકિસ્તાની મીડિયા સહિત પાકિસ્તાની જનતામાં સૌ કોઈના મોઢે એક જ વાત ચર્ચાઈ રહી છે કે, ભારત 15મી ઓગસ્ટ પહેલા Pokમાં કંઈક મોટું કરશે. બીજી તરફ POKમાં પણ પાકિસ્તાની સેના અને સરકાર દ્વારા કરવામાં આવી અન્યાય ના કારણે પીઓકેની જનતામાં પણ ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે. પીઓકેની જનતા પણ બગાવત પર ઉતરી જતાં પીઓકેની સરકાર તેમજ પાકિસ્તાનની શાહબાજ સરકારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે. 
 
રાજનાથસિંહના આ નિવેદન બાદ પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય ભડક્યું
 
રાજનાથસિંહના નિવેદનથી ગુસ્સે થઈને, પાકિસ્તાની વિદેશ કાર્યાલયે ખોટો દાવો કર્યો હતો કે ભારતીય સંરક્ષણ પ્રધાને જમ્મુ અને કાશ્મીર વિવાદ વિશે સુસ્થાપિત ઐતિહાસિક તથ્યોને તોડી-મરોડી જાહેર કર્યા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે રાજનાથ સિંહ પર પાયાવિહોણા આરોપો લગાવવાનો દાવો કર્યો છે અને કહ્યું છે કે તેઓએ પાકિસ્તાન સામે ધમકીઓ આપી છે. પાકિસ્તાનનું વિદેશ કાર્યાલય અહીં જ ન અટક્યું, તેણે દાવો કર્યો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ વરિષ્ઠ ભારતીય રાજનેતાએ જમ્મુ અને કાશ્મીરના લોકોના કાયદેસર, સ્વદેશી અને ન્યાયી સ્વતંત્રતા સંગ્રામ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોય.

સંકળાયેલા મુદ્દાઓ

Discussion Islamabad POK Pakistani Media ઈસ્લામાબાદ ચર્ચા પાકિસ્તાન પીઓકે pakistan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ