બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / On which issues will the Gujarat elections be fought which faces are contenders for the post of CM

ગુજરાત ઈલેક્શન / કયા મુદ્દાઓ પર લડાશે ગુજરાતની ચૂંટણી, કયા ચહેરાઓ CM પદના દાવેદાર, જાણો સટીક સમીકરણ

Kishor

Last Updated: 08:55 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઇ છે ત્યારે ગુજરાતમાં આ વખતે કોઈ ફેરફાર થશે કે પછી ભાજપનો જાદુ ચાલશે? જાણો સટીક સમીકરણ.

  • ગુજરાતની સત્તામાં ફેરફાર કે ભાજપનો જાદુ યથાવત રહેશે? 
  • ગુજરાતની ચૂંટણીના મુખ્ય મુદ્દાઓ કયા ? 
  • ભૂપેન્દ્ર પટેલ,જગદીશ ઠાકોર, ગોપાલ ઈટાલિયા મુખ્યમંત્રી પદના દાવેદાર 

જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની આજે જાહેરાત થઇ ગઇ છે.ચુંટણીનો રણટંકાર થતાંની સાથે જ રાજકીય પક્ષોની કામગીરીમાં બમણો વેગ આવ્યો છે. ગુજરાતનો ગઢ છેલ્લા 24 વર્ષથી ભાજપના કબજામાં છે. ત્યારે આ વખતે ગુજરાતના શાસનમાં બાદલાવ આવશે કે ભાજપની બોલબાલા યથાવત રહેશે. તેના પર સૌની મીટ મંડાયેલી છે.  આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી  ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે કે કેમ? જેના સમીકરણો જાણવાનો પ્રયાસ કરીએ.

આ વખતે સમીકરણો બદલાઈ તો નવાઈ નહિ ?
ગત 2017 ની ચૂંટણીમાં ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું હતું. આજુ વખતે પણ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. હાલ દિલ્હી અને પંજાબ જીત હાંસલ કર્યા બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સત્તા સ્થાપવા પૂરી તાકાત લગાવી દીધી છે. જેને લઇને આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. જોકે ગુજરાતમાં 24 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તાની ધુરા સંભાળી રહી છે. પરંતુ વિરોધને લઇને આ વખતે સમીકરણો બદલાઈ તો નવાઈ નહિ ? 2017માં કોંગ્રેસમાં હતા તેવા અનેક મોટા ગજાના નેતાઑએ આ વખતે પાર્ટી છોડી દીધી છે. જેમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા નામો સામેલ છે. 

સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટના પ્રવાસે, મનપામાં બેઠક ઉપરાંત વિવિધ  વિકાસના કાર્યોનું કરશે લોકાર્પણ | cm bhupendra patel is in rajkot today

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદે રિપીટ થઇ શકે છે
આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરાની વાત કરવામાં આવે તો ભાજપમાં હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદની રેસમાં આગળ હોવાનું મનાઈ રહ્યું છે. ભાજપ જીતે તો મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલને ભાજપ રિપીટ કરી શકે છે.  2017માં 15 મહિના પહેલા વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી અને તેના જ વડપણ હેઠળ ચૂટંણી લડાઈ હતી અને ભાજપે જીત હાંસલ કરી હતી. ત્યારબાદ ફરીથી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા હતા. 

જગદીશ ઠાકોર બન્યા ગુજરાત કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ, KC વેણુગોપાલે કરી  સત્તાવાર જાહેરાત | JAGDISH THAKOR NEW PCC PRESIDENT OF GUJARAT

જગદીશ ઠાકોર, ગોપાલ ઈટાલિયા મુખ્યમંત્રીની રેસમાં 
કોંગ્રેસ તરફથી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર મુખ્યમંત્રી પદે ચર્ચાતું નામ છે. ઉપરાંત સાંસદ શક્તિસિંહ ગોહિલ, જીજ્ઞેશ મેવાણી અને અન્ય કેટલાક નેતાઓ પણ આ રેસમાં છે. પરંતુ આ અંગે પાર્ટીએ કોઈ ફોળ પાડ્યો નથી. વધુમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગોપાલ ઈટાલિયા મુખ્યમંત્રી બની શકે છે. કારણ કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા પણ સીએમ પદની રેસમાં સામેલ છે. 


 
ચૂંટણી પ્રચારના અગ્રણી ચહેરાઓ
ચૂંટણી પ્રચારના અગ્રણી ચહેરાઓમાં ભાજપમાં નરેન્દ્ર મોદીનું નામ મોખરે છે. 2014 પછી મોટા ભાગની તમામ ચુંટણીમાં વડાપ્રધાન મોદી ભાજપ માટેનો ચહેરો છે. ગુજરાતમાં આવું જ છે. જેમાં મોદી 12 વર્ષથી વધુ સમયથી ગુજરાતના મુખ્યમંત્રી છે. વતનમાં વડાપ્રધાન મોદી છેલ્લા કેટલાય સમયથી રેલીઓ લોકાર્પણ-શિલાન્યાસ કરી રહ્યા છે. વધુમાં બીજેપી માટે ગૃહમંત્રી અમિત શાહ બીજો મોટો ચહેરો બની શકે છે. જે ગાંધીનગરના સાંસદ છે અને તેમનું સમગ્ર રાજકારણ ગુજરાત પર કેન્દ્રિત રહ્યું છે.

પંજાબમાં જીત બાદ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ભારે તાકાતથી આગળ વધી રહી છે. 2022 વિધાનસભાની ચૂંટણીમાં aapએ ભાજપના ગઢ એવા ગુજરાતમાં પડકાર ફેંક્યો છે. હાલ અરવિંદ  કેજરીવાલ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી પ્રચારમાં આગ્રણી ચહેરો છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં હોવાથી પ્રિયંકા ગાંધી કોંગ્રેસ માટે ચૂંટણી પ્રચારનો સૌથી મોટો ચહેરો બની શકે છે. વધુમાં પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પણ ગુજરાત અને હિમાચલની ચૂંટણીમાં ખરી કસોટી થશે. 


ચૂંટણીમાં વિપક્ષના મુખ્ય મુદ્દાઑ કયા ? 
ખેડૂત : એગ્રીકલ્ચર એક્ટ પાછો ખેંચાયા બાદ પણ વિપક્ષ લાંબા સમયથી ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી રહ્યો છે. તેવામાં ગુજરાતમાં પણ મોટો મુદ્દો છે અને ભાજપ સરકાર ખેડૂતોની નહીં પરંતુ ઉદ્યોગપતિઓની લોન માફ કરી રહી હોવાના વિપક્ષ લાંબા સમયથી આરોપ લગાવી રહ્યા છે.  

બેરોજગારી: ચૂંટણી પ્રચાર દરમિયાન બેરોજગારીએ સૌથી ગાજતો મુદ્દો ગણાઈ રહ્યો છે. વિપક્ષ દ્વારા અવારનવાર આ મુદ્દો ઉઠાવવામાં આવશે. રોજગારીની ઓછી તકોને કારણે  યુવાનોમાં અસંતોષની વાતો ગુજરાતમાં વધી રહી છે ત્યારે ભરતી પરીક્ષાઓમાં વિલંબનો મુદ્દો પણ ચૂંટણી દરમિયાન હાવી થઈ શકે છે.

મોંઘવારી: મોંઘવારીએ સૌથી મોટી સમસ્યા છે. ત્યારે હાલમાં, ફુગાવાનો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે પ્રભુત્વ ધરાવે છે. તેની અસર ગુજરાતની ચૂંટણીમાં પણ જોવા મળશે. હવેથી વિરોધ પક્ષોના નેતાઓ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવામાં વ્યસ્ત છે. પેટ્રોલ-ડીઝલ, ખાધ્ય પદાર્થના ભડકે બળતા ભાવને લઇને સરકાર પર નિશાન સાંધશે.

ભાજપ કયા મુદ્દાને લઇને જશે લોકો વચ્ચે ?
બીજી તરફ ભાજપે વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા, સુવિધા સહીત ગરીબોને મજબૂત કરવાના મુદ્દા પર મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે.  તમામ કાર્યક્રમમાં ભાજપ પોતાના વિકાસ કાર્યોની ગણતરી કરી AIIMS, IIT જેવી રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ સ્થાપવાની વાત કરી રહી છે. હાઈવે, બ્રિજ,  ટનલ, મેટ્રો જેવા પ્રોજેક્ટને વાગોળી મતદારોને રિઝવવા ભાજપ પ્રયાસ કરી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ