બ્રિટનમાં 20માંથી એકથી વધારે લોકોને કોરોના થઈ ચૂક્યો છે. ખાસ વાત એ છે કે દર્દીની સંખ્યાથી લંડનની સ્થિતિ વધારે ખરાબ નજરે પડી રહી છે.
બ્રિટનમાં 20માંથી એકથી વધારે લોકોને થઈ ચૂક્યો છે કોરોના
લંડનની સ્થિતિ વધારે ખરાબ નજરે પડી રહી છે.
યૂકેમાં અંદાજિત 37 લાખ લોકો વાયરસનો શિકાર થઈ ચૂક્યા છે
બ્રિટનમાં 20માંથી એકથી વધારે લોકોને થઈ ચૂક્યો છે કોરોના
કોરોનાના નવા વેરિએન્ટ ‘ઓમિક્રોન’ની બ્રિટનમાં ભારે અસર પડી છે. આંકડા મુજબ બ્રિટનમાં 20માંથી એકથી વધારે લોકોને કોરોના થઈ ચૂક્યો છે. આ આંકડા વર્ષ 2021ના અંતિમ અઠવાડિયાના છે. ખાસ વાત એ છે કે દર્દીની સંખ્યાથી લંડનની સ્થિતિ વધારે ખરાબ નજરે પડી રહી છે. હાલમાં જ પીએમ બોરિસ જોનસને ઈંગ્લેન્ડમાં કોરોનાની તપાસ સાથે જોડાયેલા નિયમો જારી કર્યા છે.
યૂકેમાં અંદાજિત 37 લાખ લોકો વાયરસનો શિકાર થઈ ચૂક્યા છે
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સનું કહેવું છે કે યૂકેમાં અંદાજિત 37 લાખ લોકો વાયરસનો શિકાર થઈ ચૂક્યા છે. કેમ કે દેશમાં ઓમિક્રોનના કેસ વધી ગયા હતા. ગત અઠવાડિયે આ સંખ્યા 23 લાખને પાર થઈ હતી. ઓએનએસના જણાવ્યાનુંસાર લંડનમાં 10માંથી એકને કોવિડ થઈ ચૂક્યો છે. ત્યારે ઈંગ્લેન્ડમાં અંદાજિત રુપથી 15માંથી એક વ્યક્તિને કોરોના થઈ ચૂક્યો છે. ONSએ કહ્યુ હતુ 31 ડિસેમ્બરે 2021એ ખતમ થયેલા અઠવાડિયામાં ઈંગ્લેન્ડમાં તમામ ઉંમરના લોકોને કોરોના સંક્રમણ દર વધવાનો જારી છે. સ્કૂલની ઉંમરના બાળકો અને યુવાનોમાં ઉચ્ચ દર જોવા મળવાનો બાકી છે.
એસિમ્ટોમેટિક લોકોને પીસીઆર ટેસ્ટની જરુર નહીં
સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરી આયરલેન્ડમાં સરકારે હાલમાં જ કેટલાક પ્રતિબંધોનું એલાન કર્યુ છે. અહીં 20માંથી એક અને 25માંથી એક વ્યક્તિ સંક્રમિત થઈ ચૂક્યો છે. ખાસ વાત એ છે કે પીએમ જોનસનની નવી જાહેરાત બાદ ઈંગ્લેન્ડમાં 11 જાન્યુઆરીથી પોઝિટિવ આવેલા એસિમ્ટોમેટિક લોકોને પીસીઆર ટેસ્ટની જરુર નહીં રહે. આ વાતની જાણકારી યૂકે હેલ્થ સિક્યુરિટી એજન્સીએ આપી છે.
12 વર્ષથી વધારે 60 ટકાને અત્યાર સુધીમાં બૂસ્ટર ડોઝ મળી ગયો
ત્યારે લેટરલ ફ્લો ડિવાઈસ પર પોઝિટિવ આવનારે સેલ્ફ આઈસોલેટ થવાનું રહેશે. આ વ્યવસ્થા ગુરુવારે સ્કોટલેન્ડ અને વેલ્સમાં શરુ થવા જઈ રહી છે. જો કે પીએમ જોનસને ઈંગ્લેન્ડમાં મોટા પ્રતિબંધોની જગ્યાએ રસીકરણ કાર્યક્રમ પર ધ્યાન લગાવ્યું છે. આંકડા મુજબ આ 12 વર્ષથી વધારે 60 ટકાને અત્યાર સુધીમાં બૂસ્ટર ડોઝ મળી ગયો છે. યુકેના અન્ય વિસ્તારોમાં કોરોનાના પ્રતિબંધોને કડક કરવામાં આવ્યા છે. એડિનબર્ગ, કાર્ડિફ અને બેલફાસ્ટમાં સરકારોએ ક્રિસમસ બાદ મોટા કાર્યક્રમોને લઈને નિયમ જારી કર્યા છે.